2 માર્ચ, 2011

ગુજરાતી પ્રજાની આગવી ગ્રહનશીલતા



ગુજરાતી પ્રજાની ગવી ગ્રહણશીલતા
        ભારતના રાજયોમાં ગુજરાત અનેક રીતે ‍‍ભિન્‍ન તરી વે છે. ગુજરાત પશ્ચ‍િમ ભારતનું સથી સમૃઘ્‍ઘ અને ‍‍વીકસીત રાજય છે. ગુજરાતને 1600 કીલોમીટર લાંબો દ‍‍રિયાં કિનારો મળ્યો છે તેથી ભારતના આ રાજયમા સાંસ્ક્રૃતિક આદાન પ્રદાનના બહુપરિમાણીય સન્‍દર્ભો રચાતા રહે છે. અને તેની ઝડપથી બદલાતા પણ રહે છે. 1960 માં અસ્‍તિત્‍વમા વેલું રાજય, ઘર્મ, અર્થકરણ, સામાજીક સંસ્‍કૃતિકરણ, રાજનીતિ, આઘુનિકીકરણ, પશ્ચિમીકરણને પોતાની ઉંડાળમાં સમાવીને બેઠુ છે.
        ગુજરાતી પ્રજા, અન્‍ય ભારતીય પ્રજા કરતા અનેક ગણી અઘિક ગ્રહણશીલ પ્રજા છે. અનુકરણશીલ કે આંઘળું અનુકરણ કરનારી નહી, પરંતુ ખરા અર્થમાં ગ્રહણશીલ પ્રજા છે. ગુજરાતમા પરંપરાઑ અને આઘુનિકતા સાથે ટકી રહયા છે.  જો કે આ રાજયમાં શક, હુણ, ચૌલુકય, મુધલ, પોર્ટુગીઝ, અંગ્રેજ જેવી વિભિન્‍ન પ્રજાઑ પણ આવી. ભુતકાળમા ગુજરાતી વ્‍યાપારીઑ દેશ દેશાવર દરિયો ખેડીને વ્‍યાપાર અર્થે જતા, તેથી વિશ્વના અનેક દેશોમાં સૌથી વઘુ ગુજરાતીઑ જોવા મળે છે. ગુજરાતી પ્રજા પ્રવાસી પ્રજા પણ છે.
        મારૂ એ નિરિક્ષણ રહયું છે કે વિશિટ આવાગમનને લીઘે ગુજરાતી પ્રજા ગ્રહણશીલ થતી રહી છે. ધાર્મિક ક્ષેત્રની પરંપરાઑ અને આધુનિકતા બન્‍ને સાથે તમને અહીં જોવા મળશે. મંદીરો અને ગર્ભગૃહોમાં ૐ નમઃ શિવાય, કે શ્રી રામ જય જય રામ ની કેસેટ વાગતી હોય છે. વર્તમાનમાં ભાઇ કેપ્રી, બરમુડા અને ટીશર્ટ પહેરે છે પરંતુ રક્ષાબંધનના દિવસે બહેનના હાથે રાખડી તો અવશ્‍ય બંધાવે છે. રક્ષાબંધનનો તહેવાર એમને એમ રહયો છે. પરંતુ ભાઇના વસ્‍ત્ર પરિધાનમાં ગ્રહણશિલ ઉન્‍મેષ જોઇ શકાય છે. ગુજરાતનો આર્થિક વિકાસ ભારતના અન્‍ય રાજયો માટે અનુકરણીય છે. લોકો ખુબ પૈસા વાપરે છે, કારનું નવુ મોડેલ, બાઇકનું નવુ મોડેલ, મોબાઇલ ફોનનું નવું મોડેલ તરત જ લોકો પાસે આવી જાય છે. ગુજરાતી પ્રજા નૂતનતા પ્રિય પ્રજા છે. પરંતુ વ્‍યાપારી પ્રજા હોવાને લીઘે Resale.. Value નો વિચાર પણ કરે છે. ભારતીય શેરમાર્કેટ/સ્‍ટોક ક્ષચેન્‍જમાં સથી વઘુ લીધા દિધા ગુજરાતી કરે છે. દેના બેંક, ચ.ડી.ફ.સી., આઇ.સી.આ.સી.આ.ઇ. જેવી બેંકસ સાથે ગુજરાતીઑ સ્‍થાપના અને માલીકીની ભુમિકાએ સંકળાયેલા છે.
        મુબંઇ સાથે ગુજરાતીઑનો ઘણો જુનો નાતો અને ઘરાબો રહયો છે. તેથી ફ્રાન્‍સમાં શરૂ થયેલી નવી ફેશન યુરોપના અન્‍ય દેશોમાં થઇને મુબંઇમાં તુરંત જ અવી જાય છે. ગુજરાતીઅ ખુબ ઝડપથી તેને ગ્રહણ કરી લે છે. વળી પોતાની સગવડ ખાતર, જીવન પ્રણાલીને અનુરૂપ, સામાજીકતાને અનુરૂપ, સાંસ્‍કૃતિકતા અને ધાર્મિકતાને અનુરૂપ મા પ્રાદેશિક ફેરફારો પણ કરી લે છે અને ગુજરાતી સંસ્‍પર્શ (GUJARATITOUCH) પણ પી દે છે. ગુજરાત અને સરાષટ્રનું ક પણ્‍ ગામ કે શહેર વું નહીં હોય કે તે ગામનો કોઇ ક માણસ મુબંઇમાં ન રહેતો હોય, ગુજરાતનો મુબંઇ સાથેનો સંબંઘ ગુજરાતી પ્રજાને ગ્રહણશીલ બનાવવામાં મહત્‍વનો ભાગ ભજવે છે.
        પશ્ચિમીકરણની સથી વધુ અસરો ગુજરાતમાં થઇ છે. યુરોપીયઅન ટીકેટનો પ્રભાવ ભારતના અન્‍ય રાજયોમાં સાવ છો છે. પણા દેશના ગૃહમંત્રી પી. ચિન્‍દમ્‍બરમ વિદેશમાં MBA થયેલા હોવા છતાં સંસદગૃહમાં પરંપરાગત શ્વેત ધોતી અને ખામિસ પહેરે છે. પણા સંરક્ષણ મંત્રી .કે. ન્‍ટોની પણ શ્વેત ઘોતી અને ખમીસ પહેરે છે. જયારે ગુજરાતના સંસદસભ્‍યો અને વિધાન પરિષદના સભ્‍યો પોતાના પરંપરાગત પોશાકમાં જોવા મળેતા નથી. પ્રાંતિય ભાષાનું અધિક પ્રચલન ધરાવતા અન્‍ય ભારતીય રાજયો કરતાં ગુજરાતમાં અંગ્રેજી માઘ્‍યમની શાળાથી વધારે છે. અને પશ્‍ચિમની નામાંકિત શિક્ષણ સંસ્‍થા સાથેનું જોડાણ પણ ધરાવે છે. ભારતના કેટલાક મોટા શહેરોમાં રાત્રીના ઠવાગ્‍યા પછી યુવતી શહેરના અમુક વિસ્‍તારોમાં નિકળી શકતી નથી, જયારે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન યુવતી રાત્રે 1:00 વાગ્‍યા સુધી બહાર નીકળે છે. ગુજરાતીમાં ગુન્‍હાખોરીનું પ્રમાણ અન્‍ય રાજયોની સરખામણીમા સાવ છું છે. વિદેશની યુની.માં વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરી રહેલો ગુજરાતી યુવાન પોતાના વતનના નાના ગામડે વે છે ત્‍યારે કુળદેવીના નૈવેધ પુજાના પ્રસંગમાં ભાગ લે છે.
        છેલ્‍લા દસ વર્ષ દરમિયાન ગુજરાતમાં બહુ સંસ્‍કૃતીવાદ ખુબજ વિકસ્‍યો છે. પરંપરાગત ખાણાની સાથો સાથ અહીં દક્ષિણ ભારતની ઇડલી, ઢોસા જેવી વાનગી પંજાબની મકાઇદી રોટી અને સરગવદા સાક, ચાઇનિઝ, વાનગી, પીત્‍ઝા, બર્ગર અને અન્‍ય રાજયોના વિવિધ વ્‍યંજનો લોકો હોંશે હોંશે ખાય છે. ગુજરાતી યુવતી ભારતની સથી વઘુ ફેશનેબલ યુવતી છે. પરંપરાગત વસ્‍ત્રો તો કેવળ નવરાત્રી ઉત્‍સવ દરમિયાન જ તે પહેરે છે. બાકીના વર્ષ ભરના દિવસોમાં પશ્ચિમી ઢબનાં વસ્‍ત્રો અને પંજાબી ડ્રેસીઝમાં જોવા મળે છે.
        સાહિત્‍ય, સંગીત, ચિત્ર, શિલ્‍પ જેવી કળામાં પશ્ચિમી શૈલીનાં વિર્ભાવો ભારતમાં ગુજરાત સથી પહેલા ગ્રહણ કરે છે. સાહિત્‍ય વિવેચનની નૂતન રીતી કે અભિગમોમાં પણ ગુજરાતી સાહિત્‍યનું વિવેચન અગ્રીમ છે, રકેસ્‍ટ્રમાં પોપ/રોક મ્‍યુઝિક સાંભળવા મળે છે. ગુજરાતી ચિત્રકારો અને શિલ્‍પકારો મોર્ડન કલ્‍ચરને સતત ગ્રહણ કરતા રહે છે. મ ગુજરાતી પ્રજા જીવન પ્રણાલી, જીવન શૈલી, વસ્‍ત્ર પરિધાન, ખોરાક, સ્‍થાપત્‍યો, ગૃહવપરાશની ચીજો માર્ગ વ્‍યવસ્‍થા , કુટુંબ પ્રણાલી, ધાર્મિક, ર્થિક, સામાજીક, રાજકીય, સાંસ્‍કૃતિક, સંરચના વગેરેમાં સથી વઘુ ગ્રહણશીલ પ્રજા તરીકે ભારતમાં નોખી તરી વે છે.
સતીષચન્‍દ્ર દવે
સોસીએટ પ્રોફેસર
ગુજરાતી વિભાગ