Article

અવ્યકત જયારે વ્યકત થાય છે ત્યારે.....યાને દલિત સાહિત્ય વિશે થોડુંક

ડૉ. રમેશ મહેતા
એસોશિએટ પ્રોફેસર ગુજરાતી વિભાગ


દલિત સાહિત્ય વિશે થોડા મુદાઓ વિચારવા માટેના આ લેખનું શિર્ષક અવ્યકત જયારે વ્યકત થાય છે ત્યારે...' સકારણ રાખ્યું છે. આપણે વ્યવહારમાં 'માણસ' માટે 'વ્યકિત' એવો સંજ્ઞા પણ પ્રયોજીએ છીએ. 'વ્યકિત' સંજ્ઞામાં– 'જે વ્યકત છેથાય છેથઈ શકે છે.' એવો અર્થ પડેલો છે. પરંતુ પ્રશ્ન એ છે કે હજારો વર્ષથી જે 'વ્યકિત' હોવા છતાં 'વ્યકત' થઈ શકે તેવી કોઈ ભૂમિકાએ પહોંચવાની સ્વતંત્રતા ન પ્રાપ્ત કરી  શકયા  તેનું  શુંકોઈપણ  વ્યકિત  અને  સમાજ  પોતાના  અસ્તિત્વ  અને  વિકાસ  માટે  કુદરતી  અને માનવસર્જિત સંસાધનોનો ઉપયોગ કરે છે. પરંતુ જેમને તેમના વિકાસ માટે કુદરતી અને માનવસર્જિત સંસાધનો પ્રાપ્ત કરવામાં જ અંતરાયો  ઊભા કર્યા ને વ્યકિત  'વ્યકિત' હોવા છતાં 'અવ્યકત' જ રહયો. તેમને પોતાના વિકાસ માટે નહીં પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવા જે યાતના, સંઘર્ષ, શોષણનો ભોગ બનવું પડયું તેનું શું? આ બધા પ્રશ્નોને ઈ.સ. ૧૯૭પ પછીની 'દલિત સાહિત્ય'ની આબોહવામાં વાચા મળી તેમ કહી શકાય. એ ખરા અર્થમાં 'વ્યકિત' (જે વ્યકત છે, થાય છે, થઈ શકે છે) બનવા પ્રવૃત થયો. તેનો અવાજ ગુજરાતી સાહિત્યમાં ધ્યાનાર્હ બન્યો. અનેક સર્જકોએ કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, ચરિત્ર નિબંધો, આત્મકથા વગેરે સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું. અહીં એનું સર્વાશ્લેષી આકલન, વિવેચન કરી કોઈ તારણો આપવાનો ઉપક્રમ નથી. પરંતુ આજ સુધી દલિત સાહિત્ય અને તતસંબંધી વિવેચનમાંથી કેટલું વંચાયું છે તેને આધારે દલિત સાહિત્ય અને ખાસ કરીને તેની અભિવ્યકિત સંદર્ભે કેટલાક મુદાઓનું સહચિંતન કરવા ધાર્યુ છે. આ મુદાઓ મેં દલિત સંદર્ભે અનુભવેલી મૂંઝવણમાંથી ઉગરવાના પ્રયાસ રૂપે કરેલા સ્વાધ્યાય લેખે ગણાવી શકાય.
        સૌ  પ્રથમ  દલિત  સાહિત્યની  વિભાવના  વિશે.  દલિત  સાહિત્યની  વ્યાખ્યા  અને  વિભાવના આપનાર અનેક વિદ્વાનોમાં મતૈકય જોવા મળતું નથી. કેટલાક વિદ્વાનો 'જેમાં દલિત સંવેદના તારસ્વરે પ્રગટતી હોય તેવા સાહિત્ય'ને દલિત સાહિત્ય કહે છે. તો કેટલાક વિદ્વાનો 'દલિત સર્જકો દ્વારા જ સર્જાયેલા અને દલિત સંવેદના વ્યકત કરતા સાહિત્ય'ને દલિત સાહિત્ય કહે છે. અલબત મોટા ભાગના વિદ્વાનો પહેલા મતને વધુ સ્વીકૃતિ આપે છે. આમ છતાં દલિત સાહિત્ય વિશેના જેટલાં સંપાદનો થયા છે તેમાંથી મોટાભાગના સંપાદનોમાં 'દલિત સર્જકો'ની કૃતીઓનું જ સંપાદન થયું છે.
        સરકારશ્રી જયારે  'દલિત  સાહિત્યઅંગેનો  એવોર્ડ  આપે  છે  ત્યારે  અખબારોમાં  અપાયેલી જાહેરાતમાં સ્પષ્ટપણે જણાવે છે કે આ એવોર્ડ જન્મે દલિત હોય એવા સર્જકોની સાહિત્યિક પ્રદાનને ધ્યાનમાં લેશે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે આ એવોર્ડ 'દલિત સાહિત્ય' માટેનો છે. 'દલિત' માટેનો નથી. દલિત સંવેદનાને તાર સ્વરે કળારૂપ આપનાર સર્જકના પ્રદાન બદલ તેને આ એવોર્ડ અપાય તે ન્યાયી ગણાય. અલબત એવા સર્જકોમાં 'દલિત' સર્જક જ શ્રેષ્ઠ કરી શકે પરંતુ એવોર્ડ માટે એવી કોઈ શરત રાખવી જરૂરી ન હોવી જોઈએ.
        દલિત સાહિત્ય સર્જનમાં અનેક કલમો પ્રવૃત છે. માતબર કહી શકાય તેવું પ્રદાન આ સર્જકોએ કર્યુ છે. ખાસ કરીને કવિતા અને ટૂંકીવાર્તા ક્ષેત્રે ગુજરાતી સાહિત્ય એ સર્જકોના પ્રદાનથી રળીયાત છે. આમ છતાં નવેમ્બર ર૦૦૩ના 'શબ્દ સૃષ્ટિ'ના 'દલિત સાહિત્ય વિશેષાંક'માં સંપાદકે 'દલિત  કવિતા' વિશે ટકોર કરી છે – ''કવિતામાં રચના પ્રયુકિતઓ, ચમત્કૃતિઓ અને શબ્દની ત્રિવિધ શકિતઓને તાગવાના વલણને બદલે સર્જકચિત્રમાં જે કંઈ ઘમસાણ ચાલ્યું કે સંવેદનો જાગ્યાં તેને કામચલાઉ પદ્યમાં ઢાળી દેવાનો સરળ માર્ગ અપનાવી લેવાની વૃત્ર્િ પ્રબળ રીતે દેખાય છે. (પૃ.૮) અને એ જ રીતે દલિત વાર્તા વિશે સંપાદક તારણ આપતા લખે છે – ''વાર્તા કહી દેવાની રીતે લખી દેવાને સ્થાને 'રચના' કરવાનો ઉપક્રમ સધાવો જોઈએ.'' (પૃ. ૯) આ ઉપરાંત તેઓ એ ચૈતસિક ભૂમિકાએ વધુ સૂક્ષ્મતા તરફ જવા માટે, માવજત અને અર્થઘટનમાં નાવિન્ય પ્રગટાવવા માટે પણ જિકર કરી છે. (અલબત નકકર પ્રાગટયની પણ સાનંદ નોંધ લીધી જ છે.) આ અવતરણો એટલા માટે આપ્યા છે કે આપણે એ વિચારવું રહયું કે 'જથ્થાબંધ' લખાણ એ વિકાસનો તબકકો નથી. વિકાસ તરફ લઈ જતી પ્રક્રિયા છે.
        ઘણીવાર એવું પણ જોવા મળે છે કે કવિતામાં અગાઉ કહયું તેવું 'કામ ચલાઉ પદ્ય' રચનાર કવિ ભારે સંતોષમાં હોય છે. પોતાના 'વાસ્તવ'ને વાર્તામાં અનુવાદ કરીને 'વાર્તાની માવજત વિના' રજૂ કરનાર વાર્તાકાર સર્જક તરીકેના જબરા પરિતોષમાં હોય છે. આવો 'પરિતોષ' અને 'સંતોષ' ચિંત્ય ગણાય. ભલે કાચીપાકી કલમો રિયા કરો, કરવો જ જોઈએ. પરંતુ એનું લક્ષ્ય કલાકૃતિ નિર્માણનું છે એ યાદ રાખવું અનિવાર્ય છે.  પોતે જે કાચું પાકુ લખે છે તે જ અંતિમ ગંતવ્ય છે. એમ માનીને એ જ પ્રકારે ઘસડયે જવાથી માત્ર 'જથ્થા'માં વધારો  થાય. ઉજળા પરિણામમાં કે  તેજસ્વી સિલકમાં કશું વળતર ન રહે. પોતે સાહિત્ય સર્જન કરે છે. 'દલિત સાહિત્ય'માં 'દલિત' વિશેષણ છે. પ્રાપ્તિ તો 'સાહિત્ય' જ છે એ ન ભૂલવું જોઈએ. એમ જ ેઅને જેવું સર્જીએ તેને જ સાહિત્ય કહીશું. એમ કહેવાથી પોતાની સર્જનશકિતનો કયાસ કાઢવાની પ્રક્રિયામાં નિષ્ક્રિય થઈ જવાશે. સર્જક તરીકે શકયતાનું જ પૂર્ણ વિરામ આવી જશે, એવું નથી
લાગતું?
        દલિત સાહિત્ય વિશે વાત કરનાર વિવેચકો ઘણીવાર 'બોલી પ્રયોગ' વિશે કે દલિત સાહિત્યના 'બોલકાપણા' વિશે ટીકા કરે છે, એ યોગ્ય ન ગણાય. દલિત સાહિત્ય સર્જનાર લેખક જે સૃષ્ટિનું નિર્માણ કરે છે. અથવા તો એમ કહીએ કે તેનો જે પ્રેરણા સ્ત્રોત છે તે જ તળપદ છે. તેને છોડીને તે કેમ પ્રગટી શકે ? તેથી 'બોલી પ્રયોગ' તળપદ સૃષ્ટિનું નિર્માણ એ દલિત  સાહિત્યની અકાટય ભૂમિકા છે. ભાવકે એ સૃષ્ટિમાં પ્રવેશવા માટે વિશેષ ભાવરિત્રી પ્રતિભા કેળવવી જોઈએ. આધુનિક યુગમાં સંદિગ્ધ અર્થ સંચના નિર્માણ કરતી કૃતિઓ માટે ભાવકે મથામણ કરેલી જ ને  અને તો યે એના અર્થ સંક્રમણ માં કેટલા સફળ થયા હતા? (પછી તો આધુનિક સર્જકોએ અર્થ સંક્રમણનો જ છેદ ઉડાડી દીધેલો) અહીં એટલી મથામણ નહીં કરવી પડે.
        'બોલકાપણા' વિશે એ વિચારવું જરૂરી છે કે જે અત્યાર સુધી 'અવ્યકત' જ રહયા હતા તેવા સર્જકો જયારે વ્યકત થાય ત્યારે 'બોલકા' તો બને જ ને બોલકા બનવા માટે જ તો એ સાહિત્ય સર્જન પાસે જાય છે. મહત્વની વાત 'બોલી'ની કે 'બોલકાપણા'ની નથી. મહત્વની વાત એ બંને કળામાં રૂપાંતર પામે તેની છે. 'બોલી' જયારે સર્જકીયરૂપ ધારણ કરી કલાકૃતિનું નિર્માણ કરે છે ત્યારે બોલીનું કળામાં રૂપાયન થયું કહેવાય. કવિ નિરવ પટેલના કાવ્ય સંગ્રહ 'બહિષ્કૃત ફૂલો'માં બોલીનું કળામાં રૂપાંતર થયું હોય એના અનેક ઉદાહરણો પ્રાપ્ત થાય છે.
વાર્તાસર્જનમાં બોલીનો વિનિયોગ વિશેષ સાવધાની માગી લે છે. સર્જક માટે અનેક પડકારો ઊભા કરે છે. વાર્તા સર્જક પાત્ર માટે ગુજરાતના જે ભૂભાગની બોલીને પસંદ કરે છે તે ભૂભાગની બોલી સર્જકને પૂર્ણ પણે આત્મસાત થયેલી હોવી જોઈએ. એ પાત્ર બોલી દ્વારા જે શબ્દો, રૂઢિપ્રયોગો, વૈચારિક સ્થિતિ, મનોમંથનો પ્રગટ કરે તે માટે પસંદ કરેલી બોલીની તાસીરને અનુરૂપ અભિવ્યકિત સધાવી અનિવાર્ય છે. ઘણીવાર એક જ વાર્તામાં એક જ પાત્ર એક કરતાં વધુ ભૂભાગની બોલીના શબ્દો પ્રયોજતું હોય. ઘણીવાર એ પાત્ર બોલીની સાથે એવા માન્યભાષાના શબ્દો, રૂઢિપ્રયોગો કે વિચાર વૈભવ પ્રગટાવે કે તે એ પાત્ર માટે અસંગત સાબિત થાય. સર્જક પાત્ર પાસે જે ભાવ વ્યકત કરાવવા ઈચ્છતો હોય તેને માટે સર્જનના ખજાનામાં એ બોલીના શબ્દો ન હોય ત્યારે વિકલ્પરૂપે પ્રશિષ્ટ શબ્દો પ્રયો દે. દા.ત. 'શબ્દસૃષ્ટિ'ના 'દલિત સાહિત્ય વિશેષાંક'માં ચંદ્રાબહેન શ્રીમાળીની વાર્તા 'ચપટી ચોરસ'માં આવતું પુરીમાંનું પાત્ર ઉકિત સંદર્ભે બોલી અને માન્ય ભાષામાં હરફર કરતું જોવા મળે છે. આવા અનેક ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. વાર્તામાં તળપદ સૃષ્ટિને આકારવા મથતા નવોદિત સર્જકોએ જોસેફ મેકવાન, મોહન પરમાર, દલપત ચૌહાણ જેવા સર્જકોની વાર્તાઓમાં થતા બોલી પ્રયોગો અને બોલીનું કળાભાષામાં થતું રૂપાયન તપાસવું રહયું.
એવો જ એક ચિંત્ય મુદો કથકની ભાષા અને પાત્રની ભાષાનો પણ છે. જયારે વાર્તા કથક તળપદી બાનીમાં વાર્તા કહેતો હોય ત્યારે કથકની ભાષાથી પાત્રનું ભાષાપોત અગલ કરવું કઠિન છે. કથકની ભાષા અને પાત્રની ભાષા એક હોય ત્યારે સર્જકે અત્યંત જાગૃત રહેવું પડે. જો સર્જકની કથકની ભાષા તરીકે માન્ય ભાષા સ્વીકારે અને પાત્રની ભાષા તરીકે માન્ય ભાષા સ્વીકારે અને પાત્રની ભાષા તરીકે માન્ય ભાષા સ્વીકારે અને પાત્રની ભાષા તરીકે બોલીને સ્વીકારે તો બોલીના વૈવિધ્યભર્યા ભાખાપોત નિર્માણ કરવાની જટીલતામાંથી બચી જાય. અલબત અગાઉ જે સમર્થ વાર્તાકારોના નામો આપ્યા છે તે વાર્તાકારો જયારે કથનભાષા તરીકે બોલીને પસંદ કરે છે ત્યારે પાત્રની બોલીની જ અલાયદી 'વ્યકિતભાષા' (આગવી લઢણરૂપે) નિપજાવી લે છે. અમે કથક અને પાત્ર બન્ને બોલી દ્વારા જ પ્રગટ થતા હોવા છતાં ભાવક કથકની અને પાત્રની અભિવ્યકિતને સ્પષ્ટ પણે અલગ પડતી જોઈ શકે છે. એપણ હકીકત છે કે 'દલિત સાહિત્ય'ની અભિવ્યકિત ઘણીવાર 'આક્રાશ'ની અભિવ્યકિત બને છે. સર્જકની  ભીતર ઘણીવાર 'આક્રોશ'ની અભિવ્યકિત બને છે. સર્જકની ભીતર પડેલો આક્રોશ અન્યાય સામેનો બંડ, અમાનવીય વ્યવહારો પ્રત્યેની તીવ્ર નારાજગી, શોધકો સામેનો પ્રતિકાર વગેરે વ્યકત થાય છે. પણ આ આક્રોશ, બંડ, નારાજગી, પ્રતિકાર કળાની રીતે ભાતે વ્યકત થાય તો તે સ્થાયી બને. અન્યથા અખબાર આક્રોશની જેમ પ્રસંગોપાત  બનીને  કાળની  ગર્તામાં  ધકેલાઈ  જાય. જેમ  'અગ્નિગર્ભ'  (નવલકથા  લે.  મહાશ્વેતા  દેવી)  માં શોષિતોનો આક્રોશ ચિરંજીવ બન્યો છે, તેવો ચિરંજીવ અવાજ અભિપ્રેત હોઈ શકે. અન્યથા કોરો આક્રોશ, કળાકૃતિ બન્યા વિનાનો શુષ્ક પ્રતિકાર સર્જકની 'અંગત' બાબત લેખે નિવાર્ય બની જાય. એ યાદ રાખવું જરૂરી છે કે કારમી વાસ્તવિકતા, અમાનવીય વ્યવહાર, વેઠેલી યાતના, સામાજિક અવલેહના વગેરે સંવેદનાઓ 'સાહિત્ય' નિર્માણની 'કાચી સામગ્રી' છે. 'સાહિત્ય' નથી. એ સામગ્રીમાંથી કાલયી સાહિત્ય નિર્માણ એ જ દલિત સાહિત્યના સર્જકનું લક્ષ્ય હોવું ઘટે.
દલિત સાહિત્યના 'વાતાવરણ' વિશે વાત કરીએ. દલિત સાહિત્યના વાર્તાનવલકથામાં સર્જક જે સૃષ્ટિનેં નિર્માણ કરે છે તે માટે પ્રથમ તો ભાવકનો અનુપ્રવેશ મહક્લવનો બને છે. એ સૃષ્ટિ સાવ જ અલગ છે. એ લોક વન, રીતીરવાજો, વ્યવસાયિક કાર્યો, ધાર્મિક શ્રદ્ધાઅંધશ્રદ્ધા, સામાજિક વન, માન્યતાઓ, વૈચારિક મનોવલણો વગેરે બાબતો વાળો સાંસ્કૃતિક સંદર્ભે અલાયદો છે. ભાવ કે કોઈ પ્રકારના ગૃહિતો સાથે પ્રવેશવું વજર્ય છે. કોઈ પ્રકારના પૂર્વ ગ્રહો સાથે આ સૃષ્ટિમાં રમમાંણ થવું અશકય છે.
સાથે સાથે સર્જકે પણ એ સૃષ્ટિનું નિર્માણ એટલી સક્ષમ રીતે કરવું ઘટે કે તે ભાવકની આસપાસ એક વાતાવરણ રચી દે. ભાવકને એ આબોહવામાં શ્વાસ લેતો  કરે એવું તો જ શકય બને કે જયારે લેખકમાં એ વિશ્વ વતું હોય. એ વિશ્વ આત્મસાતથયેલું હોય.
દલિત સાહિત્યમાં દલિત સમાજની સંવેદના પ્રગટ થાય છે એ વાત સાચી, પણ એ સંવેદના રૂપે માત્ર આક્રોશ અને યાતના જ નથી. દલિત સમાજની સંવેદનામાં મૈત્રી, પ્રેમ, માણસાઈ, મૂલ્યનિષ્ઠા, ભીની ભીની લાગણી, ભાઈબહેનપત્નીબા વગેરે જેવા સંબંધોની સુગંધ, વતન માટે કરી છૂટવાની તમન્ના એવું એવું ઘણું ઘણું છે. એ બધી જ સંવેદનાઓ પણ એ સમાજને અનુભવ છે. જોસેફ મેકવાનના 'ચરિત્ર નિબંધો'માં આવુ રૂઢિવાળું માનવરૂપ પ્રગટયું જ છે ને પરંતુ આવા અપવાદો બાદ કરતાં દલિત સાહિત્યમાં દલિત સમાજની આવી સંવેદનાઓને વાચા મળી નથી.
છેલ્લી વાત, દલિત સાહિત્યને મૂલવવા માટેના  અલગ 'સોંદર્યશાસ્ત્ર'ની દિશામાં વિચાર થઈ રહયો છે ત્યારે એ વિશે 'દલિત સાહિત્ય વિશેષાંક'ના સંપાદકશ્રી નોંધે છેસોંદર્યશાસ્ત્રતો કૃતિઓને આધારે જ રચાતું આવે. ભવિષ્યમાં રચાનાર દલિત સાહિત્યને અપેક્ષિત એવા 'સોંદર્યશાસ્ત્ર' ને આ સાહિત્ય દિશા આપી શકે. સિદ્ધાંતો તારવવામાં આધાર બને અને સિદ્ધાંતોને સમજવાસમજાવવામાં ઉદાહરણ તરીકે ખપ લાગે એવી કૃતિઓનું સર્જન થવું જ રહયું. (પૃ. ૮)
દલિત સાહિત્ય વિશે અંતિમ તારણો આપી શકાય તેટલું સર્જન થવું બાકી છે. ત્રીસપાંત્રીસ વર્ષનો સમયગાળો એટલો લાંબો ન ગણાય. દલિત સાહિત્ય સર્જન હજું પ્રક્રિયામાં હરજીવન દાફડાના શબ્દોમાં કહીએ તો
મઝધારમાં છીએ ને કિનારે પહોંચવાનું છે હજી,
એક જર્જર નાવ પર શું વિતવાનું છે હજી.
                                                 
                                          - ડૉ. રમેશ મહેતા




ગુજરાતી કવિતા ચયન – ૧૯૯૬
સંપાદક  : નરોતમ પલાણ :એક અવલોકન

                                                  – પ્રા. ડૉ. અમરસિંહ સોસા

ગુજરાતી કવિતાચયન - ઈ.સ. ૧૯૯૬, સંપાદક : નરોતમ પલાણ. પ્રકાશક: માધવ રામાનુજ, ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ માર્ગ અમદાવાદ ઈ.સ. ૧૯૯૬ ના વર્ષમાં કવિતા, કવિલોક, ધબક અને પોએટ્રી જેવા માત્ર કવિતાના સામયિકોએ દોઢેક હજાર જેટલી રચનાઓ આપી. ઉદેશ, એતદ, કંકાવટી, કુમાર, ગુજરત દીપોત્સવી, તાદર્શ્ય, દમો દાયકો, નયામાર્ગ, નવનીત સમર્પણ, પરબ, બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ વગેરેએ બીજી દોઢેક હજાર જેટલી રચનાઓ, જેમાંથી સાવ નાની રચનાઓ બાદ કરીએ તો, પ્રતિ વર્ષ અઢી હજાર જેટલી રચનાઓ ગુજરાતી ભાષામાં ઉમેરાય છે ! આમાંથી સો જેટલી રચનાઓ તારવવાનું મને મુશ્કેલ બન્યું નથી ! કારણ કે મોટાભાગની રચનાઓ પહેલી, બીજી અને ત્રીજી પંકિતએ ફેંકી દેવા જેવી લાગી છે ! કયારેક એવું બન્યું છે કે પહેલી પંકિત વાંચતા આપણે આમ એકદમ જાગી જઈએ, પછી કહો કે કાવ્યાતુર બનીને પ્રેમ શરૂ કરીએ અને હજુ જયાં અર્ધેય ન પહોંચ્યા હોઈએ, ત્યાં રચના ઠૂસ થઈ જાય ! અતૃપ્ત રહીને કવિતા, કવિલોકનાં પાના મેં ફાડી નાખ્યાં છે !
ઉપર મુજબના ઉદગાર સંપાદકના છે. હવે સંપાદક એનું કારણ શું આપે છે તે જોઈએ: જણનારમાં જોર નથી બીજું શું ! અનુભવ વિનાનો, જેણે કંઈ પચાવ્યું નથી એવો, તૈયારીમાં માત્ર પ્રાસ કે રદીફ કાફિયાની પડીકીઓ અને સમય કેટલો તો કહો કે કામ પરથી ઘરે પહોંચવા જેટલો ! આટલી તૈયારીથી અને આટલા સમયમાં, કોઈ કવિતાને પામી શકે ખરૂં ?
સંપાદકશ્રીનો આ ઉતર હ્રદયમાં સોંસરવો ઉતરી જાય તેવો છે. શ્રી પલાણ બહુશ્રૃત અને વિદ્વાન છે. એક જ વર્ષમાં આમ, અઢી હજાર જેટલી રચનાઓમાંથી માત્ર સો રચના પસંદ કરવી એ પણ પાત્રતા માગી લે તેવું કઠીન કાર્ય છે. કવિ કર્મ સુધી ભાવકને પણ પહોંચવું પડે છે. એમાં શ્રી પલાણ બરાબર પાર ઉતરી ગયા છે અને કઠીન લાગતા કાર્યને સહેલું કરી બતાવ્યું છે. અલબત કવિતા પસંદગીમાં ભાવકની રૂચિઅરૂચિ પણ ભાગ ભજવે જ છે. આ મુદાને આગળ નહીં કરતા અહીં માત્ર પ્રસ્તુત કાવ્યગ્રંથ વિશે વાત કરવાનો આશય છે.
      પ્રસ્તુત સંગ્રહમાં ગીત, ગઝલ અને સોનેટ જેવી રચનાઓ છે. ગઝલ એટલે પ્રેમની વાત, પ્રેમાલાપ કરવો સંવનનની ભૂમિકામાં રહેવું વગેરે પરંતુ આધુનિક ગુજરાતી ગઝલકાર રૂઢીને વળગ્યો રહેતો નથી એને તો કશુંક કાંઈક નવું નવું આપવું છે. અને એમાં એ સફળ પણ રહ્યો છે. પહેલી જ ગઝલ અબ્દુલ કરીમ શેખ ની નવા ક્ષિતિજો સર કરે છે. આધુનિક માનવી કહે છે કે સંસ્કૃત થયો છે. પરંતુ નામમાત્રની આધુનિકતા છે. માનવીમાનવી વચ્ચેનો જે વ્યવહાર છે એ એટલો જ બે અસર રહ્યો છે. પુનર્જન્મોની વાત માત્ર વાત છે  એનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી  છતા હજુ  કેટલું વિશ્વાસથી ને શ્રદ્ધાથી  ચાલે છે ? ! અહીં કવિ કવિઓને પણ ભાંડવાનું ચૂકતા નથી કહે છે :
      ''બન પ્રથમ મડદું, પછી તું વાત કર,
      વા કવિ, તારો લવારો બંધ કર.
                                          (ગુ. ક. ચયન. ૧૯૯૬, પાના૧૧)
      ચિનુ મોદી ગઝલ વિશે કહે છે :
      ''આ સમયમાં ગઝલ વિકસી રહી છે, એમ નહીં, ગઝલ પ્રવૃત રહી છે.'' શ્રી નરોતમ પલાણ કહે છે : ''ગઝલ બહુધા કેફીયતનું સ્વરૂપ છે. તેમાં હાલ જે પ્રકૃતિ વર્ણન થવા લાગ્યું છે ત્યાં ગઝલનો નવો વિકાસ ન નોંધી શકાય ?
      આધુનિક સમયમાં ગઝલ વિકસી રહી છે અને પ્રવૃત પણ રહી છે. જુદાજુદા આયામો ગઝલકારે સિદ્ધ કર્યા છે. એજ રીતે પ્રકૃતિ વર્ણન પણ આવે છે અને એની ઓથે રહીને કવિ આધુનિકયુગ અને આજના માણસની વાત કરે છે. અમિત વ્યાસ 'ગીર (સાસણ) ની અનુભૂતિ' માં આ રીતે વ્યકત થાય છે. :
      ''સર્વ સૂતું છે, સડક જાગે છે !
      કયાંક ભૂખ, કયાં ફડક જાગે છે ! (ગુ.ક.ચયન : ૧૯૯૬, પાના૧ર)            
      અને કરસનદાસ લુહારની અભિવ્યકિત જુઓ :
       ''ન હોવા માં જ હોવાનો અમે દેખાવ લઈ દોડયા :
      અભાવોની સૂકી સીમે લીલુડા ભાવ લઈ દોડયા. (ગુ.ક.ચયન. ૧૯૯૬, પાના૩૦)
      મનુષ્યના હાથમાં કશું જ નથી છતાં બધું જાણે કે એના હાથની જ વાત છે. એવી ભ્રાન્તિમાં અને ભ્રમણામાં માણસ નથી વતો શું ? એ ન હોય એવા કેટકેટલા દેખાવ કરતો હોય છે  સતત અભાવોની સૂકી સીમની વચ્ચે એ લીલુડા ભાવ ધારણ કરતો જોવા મળે છે. માનવી અને વન એ બંન્નેના વિરોધાભાસ ઉભા કરીને કવિ ચોટ આપી જાય છે. એ જ રીતે કિસન સોસા 'ફર્ક નહીં પડે ? ગઝલમાં કહે છે :
      ''તું ઉંઘી જા કે જાગ, કશો ફર્ક નહિ પડે,
      હોલવ, જગવ, ચિરાગ, કશો ફર્ક નહિ પડે. (ગુ.ક.ચ. પાના૩ર, ૧૯૯૬)
      આધુનિક માનવીની સંવેદના કેટલી તીવ્રતર બની છે  અને એની સભાનતા પણ ધ્યાન ખેંચે છે ! કવિ કહે છે :
      ''એકવાર, પોપચાં, આ ઢળી જાય તે પછી,
      માટી પડે કે આગ, કશો ફર્ક નહિ પડે.''
      રમણીક સોમેશ્વર કહે છે :
      ''આપણે તો એટલામાં રાજી
      આખાયે જંગલમા રોજ રોજ ફૂટે છે
      કયાંક એક કૂંપળ તો તાજી
      આપણે તો એટલામાં રાજી.'' (ગુ.ક.ચ. ૧૯૯૬, પાના ૯૮)
      મનુષ્ય ગમે તેટલું કરે તો પણ કુદરતની શકિત આગળ તો એ વામણો છે. જયાં સુધી સ્વની ઓળખ નથી થતી અથવા કોળ ઓળખ નથી થતી અથવા કોળ ઓળખ કરાવતું નથી ત્યાં સુધી માનવી એના કાર્યના બણગા ફૂંકયા કરતો હોય છે અને આશ્ચર્યની વાતતો એ છે કે કયારેક એ કુદરતનો પણ ઈન્કાર કરી દેતો હોય છે. અને ત્યાં એના મૂળમાં તો અલ્પતા જ હોય છે. છતાં એ પોતાને મહાન જ સમજતો હોય છે. પ્રસ્તુત કાવ્ય વીરૂ પુરોહિતનું છે. કાવ્યનું નામ છે : 'સિતાર કરી દીધી '
      માનવી તો કુદરતનું વાજિંત્ર છે. એનું બોલાવ્યું જ બોલે છે. સાચો હમસફર મળે તો એની ઓળખ થાય છે. કપાસ કાચો હોય અર્થાત એ પરિપકવ જ ન થયો હોય તો તેમાંથી કશું નિપજતું નથી. એમ માનવી જયાં સુધી પૂર્ણતા સુધી ન પહોંચે ત્યાં સુધી કશું જ થતું નથી હોતું. માનવી નો જે 'હું' છે. જે અહંકાર છે એ વિનાશ જ નોતરે છે કવિ લખે છે :
      ''તકલીમાં ફેરવાતી હું ને વળ ચઢતાં,
      હું ભૂલતી'તી ભાન મારા કદનું.'' (ગુ.ક.ચ. ૧૯૯૬, પાના ૧ર૧)
      આ સંગ્રહમાં ચંદુ મહેસાનવી'નું એક લઘુકાવ્ય છે. માત્ર ૧પ શબ્દોમાં કવિ એ જે વ્યકત કર્યુ છે એ સાંપ્રત સમાજની સમસ્યાને તાદશ કરી જાય છે. કવિ કહે છે :
      તલાટીને
      લાંચ આપીને, તથા
      નગરપાલિકાના પ્રમુખને
      ખુશ કરીને
      અમે જમીન મેળવી લીધી છે
      લો કોલેજ બનાવવા (ગુ.ક.ચ. ૧૯૯૬ પાના૪૧)
અહીં કાયદો કેટલી હદે કથળી ગયો છે. તેનું વર્ણન કરવાનું કયાં રહ્યું ? !
સાંપ્રત સમયમાં કોઈ હિંમત ન કરી શકે તેવી હિંમત કરી છે મંગળ રાઠોડે  જે કંઈપણ છે તે બેધડક કહી દેવું એ જ તો ખુમારી હોય છે. અને આમેય કવિઓનો એ ધર્મ પણ હોય છે. પંડિત યુગના સર્જકને અનુલક્ષીને એક કવિએ કહ્યું :
      ''ધીક કવિ,
      તે વાદળો સાથે વાતો કર્યા કરી,
      અને અમે બળબળતા ચરણ વિહોણું
      ચાલ્યા કર્યુ, ધીક, કવિ.''
      મંગળ રાઠોડ 'અભિમન્યુ' કાવ્ય માં કહે છે :
      ''કોઈએ કરી નથી એવી
      કરી છે એણે હિમ્મત
      શોધી નથી એણે છટક બારીઓ
      કે કાઢયા નથી એણે
      બહાના હાથવગાં
      એ ભરાઈ બેઠો નથી
      સલામતીઓના દરમાં.'' (ગુ.ક.ચ. ૧૯૯૬, પાના૯ર)
      ભારતીય સમાજ ભાતીગળ છે. અહીં અસંખ્ય જાતિઓનો સમુહ વસે છે. તેમાં વર્ષોથી જેની પાસે રાજસતા છે. સંપતિ છે. બળ છે એ બધા એકસંપ થઈને દલિતપીડિતનું શોષણ જ કરતો આવ્યો છે. જરૂર પડયે છટકબારીઓ પણ એણે શોધી છે. અને સલામતીઓના દર પણ શોધ્યા હોય. પરંતુ શોષણખોરોના શોષણથી હવે એ વાજ આવી ગયો છે. અને જે બોલી નહોતા શકતા એ બેધડક એની વાત પણ કરે છે. કોઈના પણ પીઠબળ વગર  એવી હિમ્મત આજે એણે કરી છે. કાવ્યના સમાયનમાં કહે છેઃ
      ''આ મરૂભૂમિ માંથી
      હયે કંઈક જડે છે !
      હયે કંઈક જડે છે.......! '' (ગુ.ક.ચ. ૧૯૯૬, પાના૯ર)
અહીં હજી એ શબ્દ કેટલો ચોટદાર છે ? હજીએ એના હકકઅધિકાર માટે એ લડે છે. મરે છે. સંઘર્ષ કરે છે. ને હજીએ....
ઉમાશંકરે કહ્યું હતું :
      ''સ્વતંત્ર પ્રકૃતિ તમામ
      એક માનવી કાં ગુલામ?”
      મતલબ સ્પષ્ટ છે માનવીને પોતાનામાં વિશ્વાસ નથી. એ કુદરતનું સંતાન છે એ પણ એ ભૂલી બેઠો છે. ને પોતાની રીતે એ ઉધામા કર્યે જાય છે. એને સ્વતંત્ર અને બનતા વાર લાગતી નથી. પણ ખાટલે મોટી ખોડ કે....
      એજ રીતે હેમેન શાહ પ્રસ્તુત ગઝલમાં એવા જ કોઈક ભાવને દોહરાવે છે. કવિ કહે છે :
      ''કંઠમાં શોભે તો, શોભે માત્ર પોતાનો અવાજ
      પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.'' (ગુ.ક.ચ. ૧૯૯૬, પાના : ૧૪૮)
      પારકો અવાજ કદી પોતાનો થવાનો નથી પોતાનો જ અવાજ પોતાનો થવાનો છે. પારકી કંઠી બાંધી લેવાથી કશું સરતું નથી. માત્ર ઝાંઝવાના જળ જ હોય છે!  અને એટલે જ કવિ કહે છે :
      ''હોય જો તાકાત તો બેત્રણ હલેસાં મારીએ,
      જળ ને વહેવાની રસમ શિખવાડવાનું છોડીએ.'' (ગુ.ક.ચ. ૧૯૯૬, પાના : ૧૪૮)
      'મુખમેં રામ ઔર બગલમેં છૂરી' એ કહેવત અનુભવમાંથી આવી છે. માનવી કેટલો ડોળદંભ કરતો હોય છે  પોત પોતાના ભગવાન અથવા ધર્મમાં રહીને માત્ર પાખંડ જ કરતો હોય છે. કવિ ને તેવાઓ પ્રત્યે તીરસ્કાર છે. કવિ વિનોદ ગાંધી કહે છે :
      ''ક્રોસ પર ઈસુ ચઢેલા છે, તને વાંધો નથી.
      ફ્રેમમાં પાછા મઢેલા છે, તને વાંધો નથી. (ગુ.ક.ચ. ૧૯૯૬ પાના ૧૧૯)
      ૧૯૯૬ ના વર્ષમાં લગભગ રપ૦૦ જેટલી રચનાઓ મળી તેમાં સંપાદક શ્રી નરોતમ પલાણે ૧૦૦ જેટલી રચનાઓ પસંદ કરી. કેટલું કપરૂં કાર્ય ગણાય ! અહીં આ સંગ્રહની બધી જ રચનાઓ શ્રેષ્ઠ છે એમ વિના સંકોચે કહી શકાય. અને તમામે તમામ રચનાઓ વિશે કહેવું એ મુશ્કેલ તો નથી જ પણ અસંભવ છે કેમ કે વિસ્તાર થઈ જાય, એટલી સરસ રચનાઓ અહીં ગ્રંથસ્થ થઈ છે. અસ્તુ.
      આ સમયમાં દીર્ઘરચનાઓ પ્રત્યે કવિઓ સજાગ રહ્યા છે. એની પાછળ કવિઓએ શ્રમ લીધો હોય એમ જરૂર લાગે છે. આ દાયકાની એ વિશિષ્ટતા ગણાવી જોઈએ. એમાં પ્રત્યેક વર્ષે નોંધનીય રચનાઓ મળી છે. ઈ.સ. ૧૯૯૧ થી લઈ ૧૯૯૬ સુધીની સફર કરીએ તો જણાશે કે કેટકેટલી ઉતમરચનાઓ મળી છે. ૧૯૯૧ માં સંજુવાળાનો 'પ્રવાહ', મહેન્દ્ર જોશીનો 'વિકલ્પો', નલિન રાવળ 'નવવધૂ', ચન્દ્રકાન્ત ટોપી વાળાનું 'અમદાવાદ' એ જ રીતે ૧૯૯ર માં ચીનુ મોદી કૃત 'વિનાયક', લાભશંકર ઠાકરનું 'બાવન બેટડા ધવરાવતી ધાવ છું : પુરૂરાજ જોશીનું 'પુરૂષસૂકત' અને ૧૯૯૩ માં યજ્ઞેશ દવે નું 'રૂપાયન', નીતિન મહેતાનું 'મુકામ', હરિન્દ્રનું 'બ્રહ્મવિદ્યા', 'સિતાંશુ નું 'સિંહ વાહિની સ્તોત્ર', વગેરે અસંખ્ય રચનાઓ મળી આવે છે. દીર્ઘ રચનાઓ કવિઓને મોકળું મેદાન આપે છે. અને ભાવક માટે પણ એટલો જ અવકાશ છે. અહીં ગ્રંથસ્થ થયેલી રચનાઓમાં નવાજ સંવેદનો ઝિલાયા છે. એ નોંધનીય ઘટના છે.
      ગઝલ અને દીર્ધ રચનાઓની સાથે ગીત પણ છે. ભજનના ઢાળમાં ઉતમ ગીતો મળી રહે છે. આ રચનાઓમાં આપણને ઉપનિષદનો રણકો સંભળાય છે. એ માત્ર આભાસ ઉભો કરે છે. એનું નિશાન આધુનિકતા છે. અહીં પરંપરાગત અર્થ નથી. માત્ર સંદર્ભનો આભાસ ઉભો કરે છે. મધ્યકાલીન શૈલીને કવિએ અહીં હસ્તગત કરી છે. માધવ રામાનુજ લખે છે :
      સરજયા સરજયારે પરથમ પરથમી (ગુ.ક.ચ. ૧૯૯૬ પાના૯૪)
      રમતા મેલ્યા રે અંકાશ,
      ધગ ધગ ધગતાર લાવા ઠારિયા
      બળતો કાર્યો રે અવકાશ.
      એ જ રીતે 'ખૂમચાવાલા' રચના ધ્યાન ખેંચે છે. કેમ કે દરેક કવિઓની માફક એને આધુનિકતાને ઉપસાવવી નથી એને તો કશુંક જુદું જ કહેવું છે. આધુનિક યુગનો આ 'સંતકવિ' શબ્દની પસંદગી પણ ચોકકસ રીતે કરે છે. એ લખે છે :
      ''થંભાવ્યો મેં સતત સરતો કાળ.
      સફરબફર, હફરફફર સહુ વછોડી, (ગુ.ક.ચ. ૧૯૯૬, પાના૭૧)
      મેં તો આખી ખલક ખોડી.''
અહીં આપણને આદિલ યાદ આવી જાય છે તે કહે છે :
      સમય પણ પળ બે પળ રહીને સાંભળે છે આ દિલ,
      જગતના મંચ પર જયારે કવિનું મૌન બોલે છે.''
      પણ .... અહીં પળ બેપળ ની તો વાત જ નથી ? એ તો એને પણ અર્થાત કાળને પણ અતિક્રમી જાય છે  એક ખુમચાવાલા જેવું નિમ્નપાત્રમાં પોતાને મૂકી આપે છે એ જ મકરંદની વિનમ્રતા છે એ કહે છે. સતત સરતા જતા કાળ એટલે સમયને મેં રોકી લીધો છે. હરવુંફરવું બધુ જ છોડી દીધું છે. અને આમેય હરવું ફરવું એ માત્ર દોડધામ નથી તો બીજું શું છે ? અહીં સ્થિત પ્રજ્ઞતાની ભાવના જોવી હોય તો જોઈ શકાય અને માર્મિક રીતે કહે છે કે મે તો આખી ખલક ખોડી મતલબ આખી દુનિયાને મારામાં ઉતારી છે. આ શબ્દનો જે વેપલો છે એ તો માત્ર બાનું છે. તમને જો કયાંક યાદ આવે તો કહેજો કે મળ્યો હતો એક ખૂમચાવાળો.
માનવ રોજ બરોજ કેટલી ભીડમાંથી પસાર થતો હોય છે ? વનમાં આવતા ઝંઝાવાતો, સંઘર્ષો, યાતનાઓને સહતો માણસ માત્ર પોતાને એકલો અટૂલો મહેસુસ કરતો હોય છે. અહીં 'ઘૂંટયું મે મૌન' એ ગીતમાં કવિચિત્રી માધુરા દેશ પાંડે ક્ષિતિજોને પેલે પાર પહોંચી જાય છે. કહે છે :
      ''હવે ઢૂંકે ન કોઈ આવાસમાં,
      ઘૂંટયું મેં મૌન મારા શ્વાસમાં....'' (ગુ.ક.ચ. ૧૯૯૬, પાના૯પ)
      માનવી ન બોલે એટલે મોટે ભાગે 'મૌન' એવો અર્થ કરવામાં આવતો હોય છે. પણ અહીં તો શ્વાસે શ્વાસે મૌન ને ઘૂંટવાની વાત આવે છે. દિવસો પણ હળવે હળવે વિતે છે. અને રાંત મંદ મંદ વહે છે. અને એકલો આ વ મસ્તીમાં મહાલે છે ને આનંદની કોઈ સીમા નથી રહેતી. કવિચિત્રિ અહીં મૌનને શ્વાસે શ્વાસે ઘૂંટીને આનંદ લૂંટે છે. સહ્રદય ભાવક પણ એના આનંદમાં સહભાગી બને છે.
      ધોધમાર વરસાદ વરસે તો કોને આનંદ ન થાય ? નદીનાળા છલકાઈ જાય. ચારે બાજુ જળ બંબાકાર થાય પણ લીલા પાંદડાની તીણીશી વેદનાની દરકાર કરે કોણ ? આ કલ્પન લઈને રમણ વાઘેલા આધુનિક માનવીની કરૂણતાને વ્યકત કરે છે.
      માણસને વનમાં ઘણું બધું મળ્યું હોવા છતાં ફરિયાદના સૂર જ વ્યકત કરતો રહેતો હોય છે. જગતમાં જાણે કે બધું જ અવળું થઈ રહ્યું છે. મોટા ભાગના માનવી વ્યથા ઠાલવતા જોવા મળે છે. હવે મૂલ્યનું શું ? સંસ્કારનું શું ? આ સમાજનું શું થવા બેઠું છે ? વગેરે આપણો કવિ રમણીક સોમેશ્વર ખારાપાણીમાં કયાંક જો વીરડી મળે તો ખુશ થાય છે અને એમ જ આ વિશ્વમાં રહેવાનું છે. માણસને કયાંય થી પણ આનંદ લૂંટવો હોય તો એ લૂંટી શકે છે. પણ ...... આનંદ લૂંટનારા કેટલા ?

ડૉ. અમરસિંહ સોસા

( ગુજરાતી વિભાગ )
-------------


A Vibrant College
        It is beyond doubt that Shri M. N. Kampani Arts and Shri A. K. Shah Commerce College - Mangrol has emerged as an important centre of learning in the field of higher education in the west zone of Saurashtra region in Gujarat.
The college is an important offshoot of the world renowned institution - Shree Bharat Saraswati Mandir Sansad – Shardagram. The visionary founder farther of the institution late Rev. Mansukhram Jobanputra popularly known as ‘Bapuji’ was a close companion of Mahatma Gandhi. ‘Shri Bapuji’ assimilated Gandhian philosophy of education and successfully implemented it.
     It is very necessary to pinpoint here that Shree Shardagram was first started in Karanchi in 1921 and then shifted near Mangrol town in 1949. Soon after its inception,   the institution developed into a very progressive institution of national education and played a very important role in the education and cultural activities of both. Pre and past colonial India.
     The college has been imparting higher education to the youths of the region for more than one and a half decade. In fact, the college is committed to be the cause of empowerment of the youths of the region through quality education. It has always maintained high standard and strived to pursue excellence in higher education.
        The college is situated two kilometers away from Mangrol town in coastal area. It is Co-education College, located in 4 acres of beautiful plain land in urban setting and rural area. The sprawling campus and the sylvan rural setting gives a grandeur and aesthetic appeal to the college. The college runs UG as well as PG level courses. It has on its roll calls more than 1600 students at present. It has always attracted a very big crowd of students. This is because of education rather quality education we impart them. Besides providing quality education, the college is striving hard to develop youths as morally sound, spiritually enlightened and socially responsible citizen. College has, therefore, given significant thrust to the extension, extra curricular and cultural activities. That is to say that, though global in perspective, it is deeply rooted in soil.
Further, college also runs Dr. Baba Saheb Ambedkar Open University centre and Continuing Education Centre. They undertake various activities and programmes which develop in student’s awareness towards environment and social responsibility as well as academic and cultural values. The programmes are designed in such a way that would lead the individual enrichment and fulfillment of social obligations 
The college is much concerned about over all development of students. It creates conducive environment and motivating them to participate in curricular and co curricular activities, community orientation, and personal and spiritual development of the students.
College has formed more than a dozen committees and clubs with a view to drawing out hidden talents of students. The programmes and activities, undertaken by them, offer opportunities for the exposure of their hidden art and talent.
To inculcate a sense of self reliance and self employment, college has undertaken Earn While Learn project. The students are given proper guidance and training for making as well as marketing home appliances.
       The college has adopted a goldn mean between TC & LC. In this way, it manages teacher’s talent and overall development of the students. The college promotes innovations in teaching process to make learning a joyous experience. The college has made all possible efforts in getting institutional ambience for teaching learning process. It has augmented infrastructural facilities on and off to keep pace with academic growth as well as with time. To make effective teaching process, the college has developed technologically advanced infrastructure.
       The college teachers leave no stone unturned to serve students and make them feel at ease in college. We have shifted our attitude from I attitude to You Attitude. We have started believing that ‘we cannot spell s… ccess without U. This U stands for students.’ We have transformed all our services to ‘learner – centred’. The students are being actively involved in all the activities of college. They have become the centre of all our thinking teaching learning process. Students’ voice is given proper importance in planning, implementing and executing all innovation in teaching learning process.
     With vibrant academic atmosphere, activities and ethos as well as teaching-learning recourses, good physical facilities and dedicated staff, college works for the holistic grooming of the students.
       It is to be noted here that the college has been making sincere efforts for the process of assessment and accreditation by NAAC. Actually, we want to know where we stand in the dynamic, competitive environment of higher education. The self study report has been prepared and submitted to NAAC for the same. Let me say that the college will prove its worth in the process of quality assurance and will definitely get accredited by the national level apex body. Thus, the present of the college is bright and brilliant but future promises more brightness and brilliancy. 
Bipin Parmar
Assistant professor
English Department

આ૫ણી રાષ્ટ્રીયતા વિશે થોડુંક ચિંતન
પ્રો. સતીશચન્દ્ દવે

ભારતમાં પૂર્ણ જાગૃતિકાલીન રાષ્ટ્રીયતા ૧૯ર૦ દરમિયાન અસ્તિત્વમાં આવી, ગાંઘીવિચાર અને દર્શન એના મુખ્ય ૫રિમાણ બન્યાં, ગાઘીઆશ્રમ ઘ્વારા જાણ્યે અજાણ્યે એક સામાજિક ક્રાન્તિ ૫ણ થવા માંડી, સાદુ ભોજન, સ્વાશ્રયી અને સાદું જીવન, સાદો ૫હેરવેશ, સ્ત્રી સન્માન, સ્વદેશી વસ્તુઓનો વ૫રાશ, સ્વચ્છતા, અસ્પૃશ્યતા નિવારણ, ઘર્મ ૫રાયણ લગ્નપ્રણાલી ઇત્યાદી અનેક વાતોનો ૫રિચય ગાંઘી આશ્રમે ગુજરાતને આપ્યો, બાહય દ્રષ્ટિએ ગુજરાતમાં એક નૈતિક સેવા કરનાર સેવકોનું સંગઠન થતું ગયું, આ સંગઠન મુખ્યત્વે, (૧) સત્યાગ્રહ (ર) ગુજરાત વિદ્યાપીઠ અને નવજીવન તથા (૩) પ્રા્ંતીય સમિતિ આ ત્રણ કેન્દ્રોનાં કાર્ય દ્વારા થતું રહયું આમ વિવિઘ માનવીય શાસ્ત્રોના આદર્શ પ્રયોગોથી વ્યકિતગત અને સમૂહગત શિસ્તનો માર્ગ મોકળો થયો, ગાંઘીજીએ આપેલ રચનાત્મક કાર્યક્રમે સામુહિક શિસ્ત વઘારવામાં અનોખો ફાળો આપ્યો. આ સાઘનોને આઘારે ભારતીય સ્વાઘીનતા આંદોલન, સિઘ્ઘિ સુઘી ૫હોંચી શકયું, કોમી લાગણી અને સરકાર પ્રત્યેની દુશ્મનાવટ આનાં મુખ્ય વિઘ્નો હતાં, ક્રાન્તિકારીઓએ અ૫નાવેલો શસ્ત્રોનો માર્ગ અહિંસક ચળવળમાં મદદગાર ન હોવા છતાં લોકજાગૃતિમાં અને આઝાદીની ભાવના ફેલાવવામાં ચોકકસ૫ણે સહાયક રહયો છે. તે સમયના લેખકો અને કવિઓએ શિક્ષિત માનસમાં રાષ્ટ્રિય ચેતનાં ફેલાવવાનું મહત્વનું કાર્ય કર્યું. ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો, દેશની કુદરતી અને ભૌતિક સમૃઘ્ઘિ ઇત્યાદિનાં સંવેદન મઢયાં ચિત્રો રજૂ કરી દેશઅનુરાગ અને દેશાભિમાન જગાડયાં, વર્તમાન દુર્દશાનાં કરૂણ ચિત્રો મારફતે એ લાગણીને સ્થિરતા અને તીવ્રતા બક્ષી. યુગના નેતાઓએ ચળવળની નૂતનતા, સ્વરૂ૫ની વિચિત્રતા વગેરેથી જનમનમાં વિસ્મય અને આકર્ષણ પેદા કર્યું, વિવિઘ કાર્યક્રમો દ્વારા તેમણે યોગ્ય ૫થ પ્રદર્શન કર્યું, એ રસ્તે ચાલીને જ સ્વતંત્રતા સિઘ્ઘ કરી શકાઇ.
આમ આ ગાળો સ્વાતંત્ર્યના વર્તૂળના વિસ્તારનો અને સિઘ્ઘિ સુઘી ૫હોંચાડનાર સાઘનાનો કાળ હતો. એણે એક તરફ સરકારે તેના અસલ ભેદને ખુલ્લો પાડયો. તેમના જુલ્મોની રીતરસમો ઉઘાડી પાડી તો બીજી બાજુ દેશવાસીઓના ઘૈર્ય, શૌર્ય, સંયમ, આત્મબળ અને સાંસ્કૃતિક શ્રેષ્ઠતાની કસોટી ૫ણ થઇ. સદીઓના શ્રેષ્ઠ સાંસ્કારિક વારસાને, યુગને અનુરૂ૫ વળાંક આ૫વામાં તે સમયના નેતાઓ અને કવિઓને પૂર્ણ સફળતા મળી. કદાચ એજ કારણે આઝાદી ૫છી વિશ્વના નકશામાં ભારતને માનભર્યુ સ્થાન મળી શકયું છે.

આ કારણે આ કાળની કવિતાનો અભ્યાસ રસપ્રદ થઇ ૫ડે એવો છે. સત્યાગ્રહ મૂળે તો માનવીના સત્યઉદ્વેકનો અને આત્મબળ ૫ર આઘારિત છે. કવિતા ૫ણ પ્રકારાન્તરે સત્યઉદ્વેકનો હેતુ સિઘ્ઘ કરે છે. એ સમયના સમાજ, રાજનીતિ અને સંસ્કૃતિની ભાવભૂમિ ૫ર જે વલોણાં વલોવવાં તેણે લોક હ્રદયના ભાવઅર્ણવને આંદોલિત રાખ્યો. આ જ આંઘીએ કવિની હ્રદયવીણાને ઝણઝણતી રાખી. એમાંથી જે સૂર નીકળ્યાં તેમાં એ યુગના ભાવઅર્ણવના મોજાનાં ઉછાળાની સાથે તેના પેટાળમાં રહેલી શકિત, સ્ફૂર્તિ અને આવેગ ૫ણ સાંભળવા મળે છે. આમાં જ એ સમયની કવિતાની અગત્ય ૫ણ સમાયેલી છે.
       
રાષ્ટ્રિયતાના આ વિકાસત્મક અભ્યાસને ૫રિણામે ભારતીય રાષ્ટ્રિયતાના સ્વરૂ૫ નિર્ઘારણમાં મદદ મળે એમ છે. ભૂતકાળમાં આ દેશમાં રાષ્ટ્રિયતાના સાંસ્કૃતિક અને આંતરિક સિઘ્ઘાંતના વ્યાવહારિક રૂ૫નાં દર્શન થાય છે. પ્રાચીનકાળથી અહીં રાષ્ટ્રિય ગૌરવ અને ઘર્મનું તાદાત્મય સદાયું છે. ઇ.સ. પૂર્વે ૪૦૦  પૂર્વના બે હજાર વર્ષોમાં આ દેશમાં આર્ય સંસ્કૃતિનો પ્રસાર થયો, વેદ-પ્રવણ પ્રબળ સાંસ્કૃતિક સ્ફૂર્તિએ સમસ્ત દેશમાં આંતરિક એકસૂત્રતા સ્થાપી, આ મૂળભૂત સાંસ્કૃતિક ઐકયએ રાષ્ટ્રિયતા માટે, અનિવાર્ય આંતરિક સૂત્રબઘ્ઘતા સ્થાપી દીઘી. મઘ્યકાળમાં આ ભાવનાનો થોડોઘણો હ્રાસ થયો ૫રંતુ એ ૫છી વર્તમાનયુગની રાજનૈતિક રાષ્ટ્રિયતાનો ઉદય થયો. તેથી વર્તમાન રાષ્ટ્રિયતાને પાશ્ચાત્યદેન માનવામાં આવી.

વર્તમાન રાષ્ટ્રિયતાનું આરંભિક રૂ૫ રાજનૈતિક હોવા છતાં સાંસ્કૃતિક રાષ્ટ્રિયતા તેમાં સમાયેલી છે. આ૫ણી રાષ્ટ્રિય ચળવળની શરૂઆતમાં રાજનૈતિક રાષ્ટ્રિયતાની પ્રેરણાં અને સ્ફૂર્તિ દેખા દે છે. ૫રંતુ કેવળ રાજનૈતિક રાષ્ટ્રિયતા આ દેશની પ્રકૃતિ અને સંસ્કૃતિને અનુકૂળ નથી એવું સ્પષ્ટ ૫ણે જણાય છે. રાજનૈતિક ભૂમિ ૫ર અહીં ઘર્મ તથા સંસ્કૃતિની અવતારણા કરીને જ એટલેકે સાંસ્કૃતિક રાષ્ટ્રિયતા અ૫નાવીને જ સિઘ્ઘિ મેળવી શકાઇ છે. રાજનીતિ અને ઘર્મના સમન્વયમાં કોમવાદને સ્થાન અપાયું નથી. આ ઘર્મનો વ્યા૫ક પ્રાણ માનવઘર્મ જ રહયો છે. તેમ છતાં આ કાળમાં કોમી વેરઝેર ફેલાવવામાં સરકારની ભેદભાવ ભરી નીતિને સફળતા ૫ણ મળી છે. આનાં મૂળમાં અહીની બે મુખ્ય કોમોની ઘાર્મિક ભાવના અને સાંસ્કૃતિક ભૂમિકાની અલગતા છે.
રાષ્ટ્રિયતાના સ્વરૂ૫ના આ દેશમાં ત્રણ સોપાનો જોવા મળે છે.

અ.-    આરંભની સાસ્કૃતિક રાષ્ટ્રિયતા એમાં ઘર્મ અને રાષ્ટ્રિય ગૌરવનું તાદાત્મય સઘાયું છે.
બ.-    રાજનૈતિક રાષ્ટ્રિયતા એમાં શાસકને સર્વોચ્ચ શકિત સ્વીકારીને પ્રજાની રાજનૈતિક ઉદાસીનતા કે
વઘુમાં વઘુ ઉ૫નિવેશવાદની સ્થા૫ના સુઘીનો રસ દાખવાયો છે. અને
ક.-     મિશ્રિત રાષ્ટ્રિયતા:- એમાં ઉ૫રોકત બંનેનું મિશ્રણ જોવા મળે છે. આજની લોકશાહીમાં ૫ણ આ જ
રાષ્ટ્રિયતા જોવા મળે છે.

        વર્તમાનયુગની મિશ્રિત રાષ્ટ્રિયતામાં આ દેશના સાંસ્કૃતિક તત્વો જ વઘુ છે. એમાં પોતા૫ણાની સુરક્ષાની સાથે અનાક્રમણનો ભાવ ૫ણ છે જે રાષ્ટ્રિયતા જયાં સુઘી પોતાના દેશ પૂરતી સીમિત રહે છે, ત્યાં સુઘી એનું રૂ૫ શુભ અને સુંદર હોય છે. એની બહાર તે વિકૃત બની જાય છે. સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય રાષ્ટ્રિયતામાં મુકિતની ઝંખના ભારોભાર ભરી ૫ડી છે એને ગળથૂથીમાંજ માનવતાવાદી દ્રષ્ટિ મળી છે. આથી આ રાષ્ટીયતા ‘સ્વ’ ની સંકીર્ણતા અને વિશ્વનીડની મઘ્યનું અગત્યનું સોપાન બની શકે તેમ છે.
        રાષ્ટ્રિયતાના આવા સાત્વિક સ્વરૂ૫ નિર્માણમાં  આ સમયગાળાનો અગત્યનો ફાળો રહયો છે. સત્યાગ્રહનો નૂતન શાંતિ-માર્ગ વિશ્વશાંતિનું ઉ૫યોગી સાઘન બની શકવા સક્ષમ છે.  આથી આ૫ણી રાષ્ટ્રિયતાનું વિશ્વના ઇતિહાસમાં ૫ણ ઉલ્લેખનીય સ્થાન ગણી શકાય તેમ છે.

પ્રો. સતીશચન્દ્ર દવે
એસોસિએટ પ્રોફેસર
                                         કંપાણી આર્ટસ એન્ડ શાહ કોમર્સ કોલેજ-માંગરોળ




WWWWWWWWWWWWWWWWWWWWWWW



મન અને વિજ્ઞાન
0MP;\HIS]DFZ 5\0IF4
VwIF5S4;\:S'T lJEFU4
V[DP V[GP S\5F6L VF8"; V[g0
V[PS[P XFC SMD;" SM,[H v DF\UZM/ sU]HZFTf

T{l¿ZLI p5lGQFNŸDF\ E'U]J<,LDF\ D]bI p¡[X A|ïvVFtDvTtJG]\ :J~5 ;DHFJJFGM K[P VF DF8[ E'U]J<,LGF A[4 +64 RFZ4 5F\R VG[ K VG],MSMG[ klQF HLJGG]\ ,1I U6FJ[ K[P VF lJnF E'U] VG[ T[DGF l5TF J~6GL  5|`GM¿ZLDF\YL  5|U8  Y.  K[P  VFYL T[G[ cEFU"JLlJnFc 56 SC[JFI K[ VG[ VFYL H VF J<,LG\] GFD 56 E'U]J<,L ZFBJFDF\ VFjI]\ K[P
T{l¿ZLI p5lGQFNŸ A|ïGL 5F\R S1FFVM R0TL ;FZ6LDF\ ;\]NZ ZLT[ 5|U8 SZL K[P H[DF VFBZL ,1I 5|F%T SZJF DF8[GF VFZMC6DF\ VUtIGF 50FJMGL JFT VF8,L ;\]NZ ZLT[ VgI SM. ;\:S'lTDF\ Y. GYLP*
p5lGQFNMDF\ ;DHFjI] K[ S[ 5C[,F VgG A|ï CT\]4 5KL 5|F6 A|ï CTM4 T[GF 5KL A|ï CT\\]4 V[GFYL 56 VFU/ CJ[ lJ7FG A|ï CX[P VF I]U lJ7FGGM K[P p5lGQFNMV[ VF V{lTCFl;S S|D NXF"jIM K[P
5|:T]T ,[BDF\ DG VG[ lJ7FG lJX[ GJM VlEUD NXF"JJFGM p5S|D K[P VFD TM DF6; V[S ;FDFlHS 5|F6L K[ V[8,[ 5|F6FID VJ:YF V[GL 56 K[P 5Z\T] T[GFDF\ VG[ ALHF 5|F6LVMDF\ OZS K[P ALHF 5|F6LVM 5|F65|WFG K[P HIFZ[ DFGJL DG5|WFG K[P cDGM A|ï[lT jIHGFTŸc DF\ DG XaNG[ VM/BJF[ B}A H~ZL K[P sVf DG s7FGvDgIT[f  DGÍ lJRFZJ]\4 DFGJ]\4 To think, reflect, fancy sAf DGŸ sVJAMWG[4 DG]T[f HF6J]\4 ;DHJ]\4 To know, consider.(
VMS;O0" XaNSMQFDF\ Mind GF VYM" VF 5|DF6[ VF%IF K[P To put in mind of something, to remind, to bear in mind, to perceive, notice, to have one's attention caught. VF DG lJQF[GF G}TG ¡Q8LSM6G[ p5lGQFNŸGF klQFGL VF\B[ HF6J]\ HM.V[[P
DG ;}1D5NF"Y K[P 5|F64 DG4 VC\SFZ VG[  VFtDF VF  RFZ[ TtJMG]\ :YFG ñNI K[P J[NF\TGF DT VG];FZ DGG]\ :YFG ñNI K[P HFU|T VJ:YFGDF\ T[ D:TS ZC[ K[P C9IMU VG];FZ V:YFIL
~5[ DGG]\ :YFG VF7FRS| K[ H[ A\G[ E|DZMGL JrR[ K[P!_
V{TZ[I p5lGQFNŸDF\ 56 NXF"JJFDF\ VFjI] K[ S[ ;'Q8LGF VFlNSF/DF\ A|ï[ lJRFI]"4 ccVF TM YIF ,MS CJ[ DFZ[ ,MS5F,MGL ZRGF SZJL HM.V[4 tIFZ[ T[6[ H/DF\YL 5]~QFG[ SF-LG[ D}lT"DFG SIM" 5KL T[G[ wiFFGDF\ VluGDF\ T5FjIMP VF 5|SFZ[ T5FJLG[ T[G\] ñNI 5|U8 SI]"P ñNIYL DGGM VFlJEF"J YIM VG[ DGYL T[GM VlWQ9FTF RgãDF\ pt5gG YIMPcc!!
DG]QIDGGM :JEFJ JFlCGLCLG CMI K[P V[DF\ :+FJ AGTM ZC[ K[P VF :+FJ ;LWM ,MCLDF\ E/[ K[P VF ãjI5NFY" NZ[S DG]QIGF :JEFJ AGFJJF DF8[ D]bI SFZ6~5 K[P 56 DG]QIGM :JEFJ T[GL GHLSGL 5lZl:YTL4 T[GM VeIF;4 VGE]J JPDF\ lJX[QF ~5FgTZLT YFI K[P 5Z\T] V[SND ~5F\TZ XSI GYLP!Z VCLIF VFYL H DGMlJ7FG 8}\S]\ 50[ K[P KFgNMuI p5lGQFNÍ VG];FZ EMHGGF ;}1DTD V\XMDF\YL DG AG[ K[ VG[ 5|F6 V[ DGGM VMJZSM8 K[P!# Sd%I]8ZGL EFQFFDF\ SCLV[ TM DUH V[8,[ CF0"J[Z V[G DG V[8,[ ;MO8J[ZP!$ VF56F XZLZDF\ H[ K RS| J6"J[,F K[ T[DF\ GFlEYL Zcc sA[ .\Rf p5Z H9ZGL 5FK/ V[S RS| K[P T[G[ ;}I" RS| SC[JFI K[P V\U|[HLDF\ T[G[ ;M;Z %,[SŸ;; SC[ K[P VF R[TFT\+G]\ HF/]\ K[P 36F T[G[ 5[8G]\ DUH (Abdominal brain) 56 SC[ K[P VW"HFU|T DGG]\ S[gã VCL K[P HFU|T DG ;FY[ ;}I"RS| HM0FI[,]\ CMI K[P VFG[ pHF"RS| 56 SC[JFI K[P S\]0l,GL XlST SNFR VFG[ H SC[JFI K[P!5
VF SFZ6M zLDNŸ EUJNŸULTFDF\ 56 NXF"JFIF K[P H[D S[4
;¡X R[Q8T[ :J:IFo 5|S'T[7lGJFGl5 F
5|S'lT IFlgT E}TFlG lGU|Co lS\ SlZQIlT FF#v##FF
VYF"T 7FGL 56 5MTFGL 5|S'lTG[ VG]~5 JT"G  SZ[  K[P 5|F6LVM 5MTFGL s5|S'lTG[f VG];Z[ K[4 sV[DF\f lGU|C X\] SZL XSX[ m
p£Z[NFtDGFSStDFG\ GFtDFGDJ;FNI[TŸ F
VFtD{J •FtDGM AgW]ZFtD{J lZ5]ZFtDGo FF&v%FF
VYF"T 5MTFGL D[/[ H 5MTFGM päFZ SZJM4 5MTFGL VnMUlT G SZJLP SFZ6 S[ 5MT[ 5MTFGF[ A\W] K[P VG[ 5MT[ H 5MTFGM X+] K[P!*
DGGF A[ p5B\0 K[P V[S lJRFZ SZJFJF/M EFU VG[ ALHF 5|tI1F NX"G SZJFJF/M EFUP VFDF lJRFZ SZJFJF/F EFUG[ A\W SZL N[JM ;Z/ K[P 56 5|tI1F NX"GJF/F EFUG[ A\W SZJM V3ZM K[P
VFYL TM KFgNMuI p5lGQFNÍ SC[ K[P ccH[ ;DI[ DG]QI DGG SZ[ K[ tIFZ[ T[ lJX[QF~5[ HF6[ K[P DGG JUZ SM. HF6L XST]\ GYLP 5Z\T] DGG SZJFYL HF6L XSFI K[Pcc!(
5|FRLG U|LS DG S[ VJF"RLG I]ZM5LI DG HLJGGM VG[ Vl:TtJGF AWF 5lJ+ 5|`GMGF pS[, AFð HUTGL BMHDF\YL D[/JJF DF\U[ K[P T[D VF56F 5}J"HM 56 SZJF RFCTF CTF VG[ I]ZMl5IGM lGQO/ UIFP VF56F 5}J"HMG[ V[ VXSI ,FuI]\P 56 pS[, XMWJFDF\ .lgãIMGL V;CFITF 5|U8 SZJFGL lC\DT V[D6[ SZLP!)
AFð 5|S'lT 5ZGF VlW5lT TZLS[4 DG]QIGF ;FD}lCS HLJGGF p5,1IDF\ D}<IMGF ;H"S TZLS[ ALHL ;\:S'lTVMV[ DF6;GL JFT SZL K[P NFPTP U|LS lJRFZWFZDF\ 5|MlDlYIG TtJGL 5lZS<5GF K[P V[ VG];FZ ACFZGF TtJM 5Z lJHI D[/JL DFGJLDF\ VFlW5tI :YF5JFGM EFJ K[4 VFGM DM8M NMQF V[ K[ S[ ;DU| HFlTG[ 5MTFGL ;FY[ ,. HTL GYLP DG]QIDF\ H[ J{lüSTtJ K[4 T[GF 5|FU8IDF\ T[ lA\N] K[P DG]QI RZD VC\SFZtJ 5FD[ K[ tIFZ[ T[ HF6[ K[ S[ V[ AWFGL ;FY[ V[S~5 K[P SFZ6 S[4 ;J"DF\ V[ VFtDNX"G SZ[ K[ ALHF XaNMDF\ SCLV[ TM J{lüS DG]QI ;F\50[ K[P VFD VFHG]\ DFG;XF:+ lAG p5IMUL YX[P ;JF, VFH ;]WLGF DFG; XF:+DF\ YM0M 36M O[ZOFZ SZJFGM GYL 5Z\T] VFD}, 5lZJT"GGM K[P H}GF DFG; XF:+DF\ JL; VwIFI CMI TM V[SJL;DF\ VwIFI pD[ZJFYL SFD GCL RF,[P DGGL E}lDSF p5ZGF VF56F VFBFI[ HLJGG[ AN,J]\ 50X[P lJ7FGGF HDFGFDF\ CJ[ V[JL jIlST 8SX[ H[ ;C]G[ 5MTFGF V[S V\X~5[ DFGX[P CJ[ V[JM ;DFH 8SL XSX[ H[ 5MTFG[ ;DQ8LGF V\X~5 DFGX[P CJ[ 5\YM4 WDM"4 ZFHIM4 ZFQ8=M JU[Z[ JF0FVM 8SL XSJFGF GYLP lJ7FGGM H[ EFZ[ H]JF/ VFjIM K[ T[DF\ ;\S]lRT VG[ GFGF VC\EFJM GCL 8SL XS[PZ_
lJ7FG DGG[ DCtJ GYL VF5T]\P T[ J:T]lQ9 ;tI (Objective truth) G[ DCtJ VF5[ K[P lJ7FG VF56G[ H6FJ[ K[ S[ VF56[ ;'Q8LGF SFINF VG];FZ JT"J]\ 50X[P
lJ7FG[ VFJF J:T]lGQ9 ;tIG]\ DCtJ B}A JWFZL NLW]\ K[ VG[ DGG]\ DCtJ 38F0L GF\bI]\ K[P VF56F ;DFH XF:+G[  56  VF H VG]EJ p5ZYL 5;FZ YJ]\ 50X[P VF ZLT[ lJ7FG VF56G[ 3ZD}/YL GJ[;Z lR\TG SZJF DHA}Z SZL Zð] K[P
DGG[ ;DHJFGL YM0L 36L DYFD6 NX"GXF:+MDF\ Y. K[P  5Z\T]  T[G]  ,1I  DG  GYLP VFYL DG ;\A\WL H[8,L HF6SFZL NX"GU|\YM SZJF .rK[ K[ T[8,L H XSITFVM VFU/ B],[ K[P V[G\] O/ V[ YI]\ S[ NX"GXF:+GM Z:TM lJS8 YIMP JFT V[ K[ S[ H[ N]lGIFDF\ ZCLG[ NX"GGL ;FWGF VFU/ RF,[ K[P V[GL H J{7FlGS XMW NX"GXF:+ GYL SZL XST]\PZ! cz}lTGF ;M JFSIMYL 56 VluGG[ 9\0M 5F0L XSFTM GYLc V[D X\SZFRFI" SC[ K[P SFZ6 S[ .lgãIFG]EJ[ VG[ EF{lTS7FG[ H[ l;â SI]" K[ T[GL lJ~âG]\ T[ K[P ;FD[ 51F[ VG]E}lTGF VTLlgãI1F[+DF\ EF{lTS lJnFVMGM SM. VlWSFZ GYLP VF A[ lJnFVMGL E}lDSF :5Q8 SZLV[ TM Z;FI6 XF:+ VG[ ALHF 5|FS'lTS XF:+M EF{lTS lJ`JGF ;tIGM VeIF; SZ[ K[ VG[ WD" 5ZFEF{lTS lJ`JGF ;tIGM VeIF; SZ[ K[P VFYL ZF;FI6 XF:+ XLBJF DF8[ H[ 5]:TS JF\RJ] T[ 5|S'lTG]\ V[8,[ AFð 5]:TS K[ VG[ H[ 5]:TSDF\YL TDFZ[ WD" XLBJFGM K[ T[ TDFZF DG VG[ ñNIG]\ K[P VFYL A\G[GL V;DY"TF 5]ZJFZ YJFGLPZZ
VF ZLT[ H[D lJ7FG DGG[ DCtJ GYL  VF5T] T[D VFtD7FG 56 DGG[ DCtJ GYL VF5T]\P T[ TM 5C[,[YL H SC[T] VFjI]\ K[ S[ DG TM lJSFZMYL EI]" K[P
EF{lTS CSLST V[ K[ S[ H[G[ TD[ HM. XSM KM4 T[GM GFX Y. XS[ K[P HIFZ[ DG HM. XST]
GYL V[ JLH/L H[JL VUFn XlST K[P H[ VF56F XZLZGF ;}I"RS|DF\YL X~ YFI K[P T[DH VFBF XZLZDF\ JC[ K[P ;DU| lJ`J 5Z V[GL V;Z O[,FI[, K[P T[G\] ALH]\ GFD VFtD R[TGF K[PZ#
VFH[ lJ7FG VG[ VFtD7FG A[pGM C]D,M DG p5Z Y. ZðM K[P V[8,[ VFH[ CJ[ H[ DGYL p5Z p9X[ V[ H N]lGIFG[ HLTL XSX[4 T{lœZLI p5lGQFNÍGF klQFG[ VF H VlE5|[T K[P
cVDGFc V[S ;\:S'T XaN K[P H[GM VY" YFI K[ DGZlCTP cVDG:STFc V[ V[S VJ:YF K[P H[DF\ DG GYL ZC[T\]P Z$  VFD VFH[ lJ7FG DF6;G[ VlTDFG;  E}lDSF p5Z  ,.  H.  Zð]  K[[
cVlTDFG;c XaN VZlJ\NGM K[ V[8,[ VFBF ;DFH[ VlTDFG; VJ:YFDF\ HJ] 50X[P VFHGF
lJ7FGI]UGL VF H DF\U K[P Z5
DFGJHFT p5Z ;FlCtIGL YTL V;Z NXF"JJF DF8[GM V\U|[HL EFQFFDF\ V[S H XaN K[P O[l;G[XG(Fascination) VFSQF"6P CJ[ V[S GJM XaN V\U|[HL EFQFFDF\ pD[ZFI K[P  Cosmic
Mind V[8,[ S[ A|ïF\0 DG v H[ JWFZ[ VY"UCG K[P
VFD VDGF4 VlTDFG; O[l;G[XG S[ SMl:DS DF.g0GM 5|YD VY" V[ H YFI K[ S[ AWF lJRFZMG[ KM0L N[JFP ALHL DCtJGL JFT V[ K[ S[ VF56F lR\TGG]\ :J~5 H AN,L GF\BJ]\ 50X[4 VFH[ H[ S\. lR\TG RF,[ K[P T[ lGZ5[1F GCLP ;F5[1F A]lâYL RF,[ K[ VG[ T[GL 36L AWL DIF"NFVM K[P H[G[ VF56[ A]lâ SCLV[ KLV[ T[ 56 Z\HLG AMW VF5[ K[P
p5ZGF XaNMGM +LHM VY" V[ YFI K[ S[ VFH[ H[ HDFGFDF\ H[ ;D:IFVM jIlSTUT CTL T[ VFH[ HFUlTS AGL U. K[P T[DH ZFQ8= ;]WL ;LlDT G ZC[TF lJ`J jIF5S AGL U. K[P T[YL VF AWL ;D:IFVM lJX[ X]â A]lâYL H lJRFZJ]\ HM.V[P Z& DG]QI HLJGGF VG[ lJRFZGF NZ[S 1F[+DF\ VFHG]\ HUT N}ZUFDL 5}G D}<IF\SG VG]EJL Zð] K[P EF{lTS lJ7FGGM VFHGL 8[SGM,MHL YL VFZ\EFI[, VG[ WFZ6 SZFI[, VF jIF5FZ AF{lâS VF\NM,G TZLS[ VFZ\EFIM 56 TZT H ;FDFlHS4 ZFHSLI 5lZA/ AGL UIMP V[GL SFI"ZLlT VG[ 5lZDF6M VG[ 5lZ6FDMDF\ V[ jIF5FZ H[8,M lJGFXFtDS CTM T[8,M ;H"GFtDS 56 CTMP Z*
p5lGQFNGF klQFV[ lJ7FGG[ A|ï Sð]\ SFZ6 S[ lJ7FGDI SMQFGL ;CFITFYL XDGF VeIF;YL ;FWS V[S V[S SZLG[ N]A"/TFVM KM0L XS[ K[P DM8[ EFU[ AWF\ H I]âMGL X~VFT DGYL YFI K[P VF JFT IMUJFl;Q9I 56 :5Q8 SZ[ K[P
clD0 ;DZ GF.8Ÿ; 0=LDc DF\ X[S;5LIZ VF EFJG[ jIST SZ[ K[ S[4 ccSFDN[JG[ lR+SFZMV[ VF\W/M AGFjIM4 T[D KTF T[ C[,GG[ lDzN[XGL ZD6LVMDF\YL VM/BL ,[ K[Pcc Z(
VZ[ ! lJ`J ;FCLtIGF pœD GF8SMGF GFISMV[ DGYL p5Z p9LG[ H >lrKT >lrKT wI[I
5|Fl%T SZL K[P VFYL TM V\TTMUtJF 5]~ZJF4 N]QIgT4 ZFD4 S'Q64 lJ`JFlD+ JU[Z[ lJ`JGFIS AgIF K[P
VZ[ ! DGG[ AN,[ A]lâG[ A|ïDFGL SZ[,F ãlJ0L 5|F6FID[ VG[S S'lTVMDF\YL lO,;}OLGGL ;]U\W p0F0L GF\BL K[P VF56F 5|bIFT lXJ ;\S<5 ;}STDF\ K D\+M K[P T[DF\ cTgD[ DGo lXJ;•<5D:T] c V[ W|}J wJGL K[P T[GL VwI[TF4 VwIF5S S[ lJJ[RS S[8,F V\X[ cDGc G[ A|ï TZLS[GL p\RF.V[ 5LZ;[ K[ !
JFT VF8,[YL V8STL GYL 5Z\T] VF ;}ST DF+ I7 lS|IFSF\0 ;]WL H ;LDFAâ Zð] K[P 5lZ6FD[ EFJM –xI4 :Y}/ ;D:IFG[ H  5MTFGL  U6JF 5|[ZFI K[ VG[ V–xI ;D:IF sHUTf lJ`JG[ VM/BJFGL DFGl;S XlST H GYLP VF 5|`G ;H"S VG[ EFJS V[D A\G[ 51F[ ;ZBM K[4 56 SIFZ[S V[JL ZRGFVM 56 HM. XSFI K[ S[ ZRlITF p5lGQFNGF klQFG]\ SFI" C/J] SZ[ K[P
pNFP VFW]lGS SlJ ZD[X 5FZ[BGL V[S SlJTF K[P
VF DG5F\RDGF D[/FDF\ ;F{ HFT ,.G[ VFjIF K[4
SM. VFjIF K[ ;5G]\ ,.G[ SM. ZFT ,.G[ VFjIF K[P
VCL 5IUdAZGL HLE H]VM J[RFI K[ AaA[ 5{;FDF\4
G[ ,MSM AaA[ 5{;FGL VMSFT ,.G[ VFjIF K[P
SM. O]uUFG]\ O}\8J]\ ,FjIF4 SM. NMZFG]\ T}8J]\ ,FjIF\4
SM. V\UT OF0L BFGFZ]\ V[SF\T ,.G[ VFjIF K[P
SM. RxDF H[JL VF\BMYL JF\R[ K[ KF5F JFRFGF4
SM. VWSRZL4 SM. V6;MZL HHAFT ,.G[ VFjIF K[P
VCL\ 5yYZ JrR[ TZ6F\G] CLHZFJ]\ ,FjIM T]\ I ZD[X4
;F{GF BE[ ;F{ Vl6IFZL SM. JFT ,.G[ VFjIF K[P Z)
VF S'lT cDGM A|ï[lT jIHFGFTŸc GL S[8,L GHLS K[ ! VF56[  56 DGYL p5Z p9LG[ VgI
;FlCtI TZO ¡Q8L5FT SZJFGL H~Z K[P S<5GFCLG VG[ RL,FRF,] lRTG[ H[ ;FDFgI VG[ lGZY"S ,FU[ T[DF\ SlJG[ p\0M VY"AMW N[BFI K[P X[S;5LIZGF SFjIFNX"G[ lG~5TL V[S 5\lSTDF\ VF lJRFZ RM8NFZ jIST YIM K[P H[D S[
v SlJTF ,8S[ AMZ0LG[ SF\9[[4 SlJGL VF\B V[ 5[B[4
X[S;5LIZ GL;Z[ X[ZLDF\ tIFCZ[ ~5 VG]5 V[ 5[B[P
VFJL 5|lS|IFVMDF\ 56 DG VG[ lJ7FGGL p5F;GF U'lCT ;tI 5Z K[P
,F\AFUF/[ AW] lJ7FG VF H TFZ6 5Z  VFJJFG]\ K[P VFHGF lJ7FGGM XaN jISTtJ
(Projection)K[4 ;H"G (creation) GCLP#_
WD"GL TS"CLG WMSF5\YL VG[ DGMlJnF (Metaphysics) GF Vl:YZ TFZ6M ;FD[GF 5|lTSFZ TZLS[ VMU6L;DL ;NLYL EFJFtDJFNGL lO,;}OL ,MSl5|I AGL K[P VFH[ V[JF S[8,FS lJ7FGLVM K[4 H[ lJ7FGG[ T[GF EFJFtDS VlEUD 5}ZT]\ DIF"lNT ZFBJF .rK[ K[4 56 ALHF V[JF J{7FlGSM K[ H[ lJ7FGG[ VF DIF"NFGL ACFZ ,. HJF DF\U K[P #!
,MS EFZTL ;6M;ZFGF HDGFNF; AHFH V[JM0" lJH[TF I]JF J{7FlGS 0MPV~6 NJ[V[ 5}P
DMZFZLAF5]\GF ;FlGwIDF\ IMHFI[, ;DFZ\EDF\ V[S JFT SZL S[4 cclJ7FG VXSIGL XSITFG]\ pNÍ3F8GSZ[ T[GF SZTF JT"DFG H~ZLIFT 5}6" SZ[ V[ JWFZ[ H~ZL K[P#Z VF JFSI B}A H DCtJG\] K[P TDFD lO,;}OL ;FY[ ;\S/FI[,F ;H"SM4 lJJ[RSM 4 Vwi[TFVM VG[ ;\XMWSMG[ ;LW[;LW]\ ,FU] 50[ K[P
The world as will and idea GFDGF 5MTFGF 5]:TSGF 5]ZMJRGDF\ 5lüDDF\ ;DI HTF J[NFgTGL YGFZL V;Z GM p<,[B XM5GCMZ[ SIM" K[P 5lüDGM 5lZRI SCL V[DF\ VF56M 5|J[X p5lGQFNMV[ ;]UD SZL VF%IM T[GM DM8M ,FE VUFp SZTF VF ;NLG[ JWFZ[ D?IM K[P##
5MTFGL U|\YDF/F The story of Civilization  DF\ EFZT lJQF[ 5}6F"C]lT SZTF VD[ZLSG lO,;}O VG[ .lTCF;SFZ lJ, 0I}ZF SC[ K[ S[4 clD;Z4 A[AL,MlGIF S[[ V;LZLIFGM .lTCF; 5}6" SZL XSFI K[ T[D EFZTGM .lTCF; SZL XSFTM GYLP SFZ6 S[ V[ VFH[ 30F. ZðM K[P #$
p5lGQFNMGM NZ[S XaN T[GF I]UGL H~ZLIFT 5}ZL  5F0[  K[P  DF+  H~Z  K[  DG  VG[ lJ7FGGLP 

T5;F A|ï lJlH7F:J:JP






‘’ ૫ર્યાવરણીય સુરક્ષા: આજની અનિવાર્યતા ‘’

(Environmental Conservation: Dire Need of the Present Time)
                                               
        વૈશ્વિક સ્તરે વિભિન્ન રાષ્ટોએ કુદરતી સાઘન સં૫તિની વ૫રાશ અંગે જેટલો રસ દાખવ્યો તેટલો રસ આ સાઘન સં૫તિની જાણવણી તેમજ તેના પુન: નિમાર્ણ માટે દાખવ્યો નહી. ૫રિણામ સ્વરૂ૫ ૫ર્યાવરણીય સુરક્ષા માટે અતિ મહત્વના એવા કુદરતી સંસાઘનોનો વિવિઘ પ્રમાણમાં આર્થિક વિકાસની ઝડ૫ અને સ્વરૂ૫ અનુસાર વિનાશ થતો ગયો. તેમાં સમતોલ આર્થિક વિકાસ અને ૫ર્યાવરણીય સબંઘી ૫ડકારો ચર્ચાના એરણ ૫ર છે.
        દેશના આર્થિક વિકાસ સાથે ૫ર્યાવરણીય સુરક્ષાનો ખ્યાલ અભિન્ન રીતે સંકળાયેલ છે. તેથી કોઇ૫ણ રાષ્ટે વિકાસના ફલકની સાથો સાથ ૫ર્યાવરણીય સુરક્ષાનું ફલક ૫ણ વિસ્તારવું એ આજના સમયની અનિવાર્યતા સુચવે છે. આ દ્રષ્ટિએ ૫ર્યાવરણીય સુરક્ષા સાથેનો આર્થિક વિકાસ વ્યવહારૂ ઉકેલ ગણી શકાય.
        વર્તમાન વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આંઘળી દોટ ભરીને વિકાસના ઉચ્ચ શિખરો સિઘ્ઘ કરવાની ઘેલછા તરફ ગતિ કરી રહયું છે. જેમાં ૫ર્યાવરણીય સુરક્ષાનો ખ્યાલ વિસરાઇ ગયો હોય તેવુ લાગે છે. આજના આઘુનિક માનવે ગાંઘી વિચારને ભુલીને સ્વાર્થ અને લોભ વૃતિને વશ થઇને કુદરતી સાઘન સં૫તિનો અવિવેક ભર્યો ઉ૫યોગ કર્યો છે. ૫રિણામે ૫ર્યાવરણીય સુરક્ષાનો ખ્યાલ મહત્વનો બની રહે છે.
        આજે વિશ્વ જયારે ૫ર્યાવરણીય સુરક્ષાથી ચિંતિત છે. ત્યારે વ્યકતિગત પ્રયાસો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સરકારશ્રી એમ ત્રેવડા પ્રયાસો દ્રારા દુષીત થતા ૫ર્યાવરણને બચાવી તમામ જીવ સૃષ્ટિને ભયમુકત બનાવવી એ આજની વૈશ્વિક જરૂરીયાત છે. આ સંદર્ભમાં ૫ર્યાવરણીય સુરક્ષાને સ્પર્શતા કેટલાક મુદાઓ આ મુજબ વિચારી શકાય.
Ø  વિવિઘ સ્વરૂ૫ના પ્રદુષણને નિયંત્રીત કરવું.
Ø  અસરકારક વસ્તી નીતિ દ્રારા વસ્તી નિયંત્રીત કરવી.
Ø  ૫ર્યાવરણલક્ષી શિક્ષણનો વિકાસ કરવો.
Ø  ઓછું સામાજિક ખર્ચ ઉભુ કરતા ઉદ્યોગોને પ્રત્સાહન આ૫વું.
Ø  જંતુનાશકોની વિ૫રીત અસરો નિવારવા જૈવિક નિયંત્રણ ૫ઘ્ઘતિઓ અપનાવવી.  
Ø  સિંચાઇ વ્યવસ્થાનો વિવેકપુર્ણ  ઉ૫યોગ કરવો.
Ø  ૫ર્યાવરણલક્ષી કાયદાઓનું અસરકારક અમલીકરણ કરવું તથા કરાવવું.
Ø  ૫ર્યારવણીય સુરક્ષા અંતર્ગત સ્વયં શિસ્ત કેળવવી.


-       ડો. સુરેશ ઉપાઘ્યાય
-       એસોસિએટ પ્રોફેસર
                                         કંપાણી આર્ટસ એન્ડ શાહ કોમર્સ કોલેજ-માંગરોળ



88888888888888888888888888888888888888888888888888888888888888888



ભારતીય ૫રં૫રામાં પ્રકૃતિનું સ્થાન

        ભારતીય સંસ્કૃતિને વિશ્વની સૌથી પ્રાચીન અને શરૂઆતની સંસ્કૃતિ ગણવામાં આવે છે. વેદોની રચનાનો સમય લગભગ ૭ હજાર વર્ષ પહેલાનો માનવામાં આવે છે. વૈદિકસમયમાં જ્ઞાન અને શિક્ષણનાં ફેલાવા માટે આજના જેવા આઘુનીક સાઘનો ન હતા. તે સમયમાં સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના આઘુનીક સાઘનોનો અભાવ હતો. આથી તે સમયના તત્વચિંતકો,  ઋષિમુનીઓ અને ઘર્મગુરુઓએ ૫ર્યાવરણનું મહત્વ માનવીમાં ઘર્મના માઘ્યમ દ્રારા સમજાવ્યું.  એટલું જ નહિ પ્રકૃતિને પર્યાવરણનું સૌથી મોટુ અને મહત્વનું ઘટક ગણી પ્રકૃતિના ઘટકોને ઘર્મ સાથે જોડી લોક માનસમાં ૫હોંચાડવાનું મહત્વનું કાર્ય કર્યુ. તેઓએ પર્યાવરણના ઘટકોને ૫વિત્ર ગણી તેના જતન, રક્ષણ અને સંવઘર્ન માટે સ્પષ્ટ ઉ૫દેશ આપ્યા હતા. આમ ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું મહત્વ અને તેના સંસ્કારો હજારો વર્ષોથી વારસાગત મળતા રહયા છે.
                ભારતીય તત્વચિંતકોને જીવનસૃષ્ટીના અસિતત્વની સાથે ૫ર્યાવરણનો ગાઢ સંબંઘ રહેલો છે તે સમજાવ્યું અને તેથી શાસ્ત્રોમાં લખ્યું કે માનવીનુ શરીર પંચમહાભુતોનું બનેલુ છે. અને આ૫ણે જાણીએ છીએ કે આ પંચમહાભુતો એટલે કે પૃથ્વી, જળ, વાયુ, સુર્ય અને આકાશ જે ૫ર્યાવરણના ઘટકો છે. આનો અર્થ એ થાય કે આ૫ણું શરીર એટલે ૫ર્યાવરણ. સામાન્ય અર્થમાં જોઇએ તો ૫ર્યાવરણ એટલે આ૫ણી આસપાસની સૃષ્ટી કે જેમાં આ૫ણા જીવનના આઘાર અને વ્યવહાર સાથે સંકળાયેલા બઘા જ તત્વોનો સમાવેશ થાય છે. ૫ર્યાવરણમાં માત્ર સજીવ સૃષ્ટી જ નહિ ૫ણ નિર્જીવ સૃષ્ટીનો ૫ણ સમાવેશ થાય છે. અને આ૫ણી આસપાસ દેખાતું બઘુજ. એટલે જ ઇશાવાસ્યમ ઉ૫નિષદના ૫હેલા શ્લોકમાં કહયુ છે કે
                        ‘‘ ઈશાવાસ્યમ્  ઇદમ્  સર્વમ્ યત કિંશ્ચિત જગતામ્ જગત F
                            તેનત્યકતેન ભુંજીથા મા ગૃઘ કશ્ચિદ ઘનમ્ FF ‘’

                શ્લોકનો સરળ અર્થ એમ થાય કે આ જગતમાં કે બીજા કોઇ જગતમાં જે કાંઇ દેખાય છે તે વિચારો રજુ કરી શકુ તે બઘામાં ઇશ્વરનોવાસ છે અને ઇશ્વર એટલે કુદરતની અ૫ર પ્રકૃતિ અને પ્રકૃતિ એટલે ૫ર્યાવરણ. આમ ૫ર્યાવરણ એ જ ઇશ્વર એવો અર્થ કરી શકાય.
                ભગવાન કૃષ્ણે ગીતામાં કહયુ છે કે અશ્વથ સર્વ વૃક્ષાણામ્ એટલે કે વૃક્ષોમાં હું પી૫ળો છું એટલે કે પી૫ળામાં પ્રભુનો વાસ છે. બઘી જ નદીઓને આ૫ણે માતા ગણી તેની પુજા કરીએ છીએ. ગીરનાર, ગોર્વઘન,પાવાગઢ અને હિમાલય વગેરે ૫ર્વતોને આ૫ણે નમન કરીએ છીએ. દરેક પ્રદેશના સમુહને ૫વિત્ર ગણી તેમાં સ્નાન કરીએ છીએ. એટલું જ નહી સરોવરોને ૫ણ આ૫ણે પુજય ગણીએ છીએ. વૃક્ષોમાં પી૫ળો જ નહી ૫ણ વડનું વીશાળ વૃક્ષ કે તુલસીના છોડમાં ૫ણ આ૫ણે રણછોડનો વાસ કરી તેની પુજા કરીએ છીએ. સા૫માં ૫ણ આ૫ણે નાગદેવતાના દર્શન કરીએ છીએ. આ બઘા જ સંસ્કારો આ૫ણને ભારતીય સંસ્કૃતિમાંથી મળ્યા છે. અને એટલે જ આ૫ણે ૫ર્યાવરણના વિવિઘ ઘટકોને પૂજયભાવથી જોઇ તેને નુકશાન કરતા અચકાઇએ છીએ.
        ભારતીય સંસ્કૃતિમાં ઘરતીને માતા ગણી પુજા  અર્ચના કરવામાં આવે છે.  સવારે ઉઠતા સમયે ઘરતી પર ૫ગ મુકીએ ત્યારે
                ‘’ સમુદ્વવસને દેવી ૫ર્વતસ્તન મંડલે F 
                વિષ્ણુ ૫ત્નિ નમસ્તુભ્યમ્ પાદર્સ્પશમ્ ક્ષમસ્વમે F ‘’
બોલી આ૫ણે જન્મ આ૫નાર અને પોષણ આ૫નાર ઘરતીની માફી માગીએ છીએ અને આ૫ણે જાણીએ છીએ કે એક દાણો વાવનાર ખેડુતનેઘરતી હજારો દાણા આપે છે. તેજ રીતે જળને ૫ણ દેવતા તરીકેનું સ્થાન આપ્યું છે. માનવીના જન્મથી લઇ મૃત્યુ સુઘી જળ સાથ આપે છે. તેથી શાસ્ત્રોએ જળનું મહત્વ સ્વીકાર્યુ અને ગાયુ છે. અને એટલે જ નદી, સરોવર, વાવની પુજા કરીએ છીએ.
        ઇશ્વર સર્વત્ર રહેલો છે. સૃષ્ટીના અણુએ અણુમાં ઇશ્વર વ્યાપ્ત છે તે માન્યતાને લીઘે જ આ૫ણે ૫થ્થરોની ૫ણ પૂજા કરીએ છીએ. અને હવાને ૫ણ ૫વનદેવતા અને વાયુદેવતા ગણીએ છીએ. સૂર્ય અને ચંદ્રને ૫ણ દેવતાઓની જેમ ગણી તેની પુજા આરાઘના કરીએ છીએ. આની પાછળનો મુખ્ય ઉદેશ આ૫ણે ૫ર્યાવરણનાં આ બઘા જ ઘટકો સાથે પુજયભાવ કેળવીએ અને આ૫ણે તેનું મહત્વ  સમજતા થઇએ. અને તેનું રક્ષણ અને જતન કરતા થઇએ તે રહેલો છે.
                વૃક્ષની રક્ષા અને સંવર્ઘન થાય તે માટે ભારતમાં યુગોથી વૃક્ષ પૂજા અને દરેક વૃક્ષમાં કોઇને કોઇ દેવી –દેવતાઓનો વાસ કે તેનું અંગ માનવામાં આવે છે. વૃક્ષારો૫ણનું મહત્વ મત્સ્યપુરાણના એક અઘ્યાયમાં વિસ્તૃત રીતે આપેલ છે. વરાક પુરાણમાં તો કહયુ છે કે જો કોઇ માનવી એક પી૫ળો, એક લીમડો, એક વડ, દસ ફુલના છોડ કે વેલ, બે દાડમ, બે સંતરા અને પાંચ આંબાંના વૃક્ષ વાવે અને ઉછેરે તો નરકમાં જતા નથી.
ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષ, વનસ્પતિ, ૫શુ , ૫ક્ષી વગેરેનું વિભિન્ન રીતે મહત્વ ગણાવ્યું છે. તેની પાછળ અંઘશ્રઘ્ઘા નહી ૫ણ તેની કેટલીક ઉ૫યોગિતાના આઘારે જ મહત્વ આ૫વામાં આવ્યું છે. જેમ કે ગીતામાં ભગવાન કૃષ્ણે વૃક્ષમાં હુ પી૫ળો છુ કહયુ છે તેનો અર્થ એ થાય કે વૃક્ષોમાં પી૫ળામાં સૌથી વઘુ પ્રાણવાયુ રહેલો છે. જે વાતાવરણને શુઘ્ઘ કરે છે. આજ રીતે તુલસીનું મહત્વ સ્વિકારાયુ છે. તેની પાછળ તુલસીમાં રહેલા ઔષઘીય ગુણો મહત્વના છે. અને તેથી જ તેને ઘરના આંગણામાં સ્થાન અપાયું છે. એજ રીતે વિશાળકાય હાથીને ગણેશજીના મસ્તક તરીકે બતાવ્યું છે. તેની પાછળ ૫ણ હાથીમાં રહેલ વિભિન્ન ગુણો દ્વારા માનવીને તેના જેવા બનવાનું શિક્ષણ આપવામાં આવ્યું છે. એજ રીતે સા૫ને શિવાજીના ગળામાં સ્થાન આપી તેનું મહત્વ વઘાર્યુ છે. કારણ કે તે માનવી માટે ઘણો જ ઉ૫યોગી બને છે.
વરસાદ, ૫વન વાતાવરણને શુઘ્ઘ કરવાનું કાર્ય કરે છે. કાગડો, કુતરો, ગીઘ, ભુંડ વગેરે ગંદકીનું ભક્ષણ કરી સફાઇનું કાર્ય કરે છે. ૫ર્વતો વાદળા રોકીને વરસાદ લાવે છે. સૂર્યનો તડકો ખાબોચીયાઓના પાણી સુકવી નાખી મચ્છર જેવાં જંતુઓનો નાશ કરે છે. કીટકો ૫ણ સફાઇનું મહત્વનું કાર્ય કરે છે. આથી જ આપણી આસપાસ આ ૫ર્યાવરણીય ઘટકો તેની ઉ૫યોગીતાના આઘાર ૫ર ભારતીય સંસ્કૃતિમાં મહત્વ ઘરાવતા થયા છે.
ઇશ્વરે માનવીને ફકત જન્મ જ નથી આપ્યો ૫રંતુ  તે સુખ અને આનંદથી જીવી શકે તે માટે ૫ર્યાવરણનું ૫ણ નિમાર્ણ કર્યુ છે. એટલુ જ નહી આ ૫ર્યાવરણને શુઘ્ઘ કરનાર ઘટકોનું ૫ણ નિમાર્ણ કર્યુ છે. જેથી આ૫ણે પ્રદુષણ મુકત સુખી અને લાંબુ આયુષ્ય ભોગવી શકીએ. ૫રંતુ આ૫ણે જો ૫ર્યાવરણનું મહત્વ નહી સમજીએ તો અનેક પ્રકારના રોગો અને બિમારીઓનો ભોગ બનીશું.  એટલા માટે જ ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ અને પ્રકૃતિના તત્વોનું મહત્વ પ્રાચિન સમયથી અનેક ચિંતકોએ વિભિન્ન રીતે સમજાવ્યું છે. ર૧મી સદીમાં આ૫ણે ૫ર્યાવરણના આ મહત્વને જો નહી સમજીએ તો ભવિષ્યમાં આવનારા ૫રિણામો  ભોગવવાં તૈયાર રહેવું ૫ડશે.             


- ડો. એચ. ડી. ઝણકાટ
આચાર્યશ્રી


======================================


લોકગીતોમાં દાંપત્યજીવન - પ્રા. ડૉ. રમેશ મહેતા

આપણે જાણીએ છીએ કે લોકગીતોમાં તત્કાલીન લોકજીવન નિર્ભેળ રીતે વ્યક્ત થયું હોય છે. જીવાતા જીવન સાથે તેનો પ્રગાઢ પ્રત્યક્ષ સંબંધ છે. જીવાતા જીવન દરમ્યાન અનુભવેલી સંવેદના લોકગીતની સામગ્રી છે. એથી વિદ્વાનો લોકગીતને જીવાતા જીવનનો જીવંત દસ્તાવેજકહે છે. જીવનનો નિબિડ અનુભવ સીધા કથન રૂપે તો ક્યારેક કૃષ્ણ-રાધા, રામ-સીતા, શંકર-પાર્વતી, કૃષ્ણ-ગોપી કે પશુ, પક્ષીના પ્રતીક રૂપે અભિવ્યકત થયેલો જોઈ શકાય છે.
બીજું, લોકગીતો બહુધા સ્ત્રીઓ દ્વારા વ્યક્ત થતો, તેમની નિજી જિંદગીને ઉજાગર કરતો બોલતો પુરાવો છે. જયમલ પરમાર નોંધે છે :
સ્ત્રીઓના મનોભાવ લોકગીતોમાં વધુ ભાગે વ્યકત થયા છે. કારણકે લાગણીઓના ઊર્મિઓના આઘાતો સહન કરવા પડે એવી એની સમાજિક સ્થિતિ રહી છે. સ્ત્રી જીવનની સૌથી મોટી સમસ્યા એ છે કે તે સ્ત્રી છે. સ્ત્રી હોવાને કારણે તે એવી સામાજિક સ્થિતિમાં મૂકાઈ છે કે તેના સંવેદનમાંથી અઢળક સાહિત્યનું સર્જન થયું છે.સ્ત્રી જીવનનાં પ્રત્યેક પાસાંને, સ્ત્રી જીવનની પ્રત્યેક પાસાંને, સ્ત્રી જીવનની પ્રત્યેક અવસ્થાને વ્યક્ત કરતાં લોકગીતો મળે છે. સ્ત્રીએ હર હાલતમાં ગીત ગાયું છે. માત્ર સુખ નહીં પરંતુ વેદના પણ ગાન બનીને પ્રગટી છે. જીવનની મધુરતા, સેવેલાં સ્વપ્નો, મીઠાશ, પ્રસન્નતા, મિલનની અભિપ્સા, મિલનનો આનંદ, તો સામે કુટુંબ જીવનના રાગ દ્વેષ, ઈર્ષ્યા, ધૃણા, અપમાન, ઉપેક્ષા વગેરે પર સમાંતરે પ્રગટેલાં જોઈ શકાય છે.
કેવું હતું આ સ્ત્રીનું જીવન ? જે સમાજમાં દીકરીનો જન્મ જ અળખામણો ગણાતો હોય, દૂધ પીતી કરી દેવાની રાક્ષસી પરંપરા ઊભી થઈ હોય, જેને અગાઉ ક્યારેય ન જોયો હોય તેવા પુરુષ સાથે જીવન જોડવાનું હોય, સાસરિયાના બધા જ સભ્યોને રાજી રાખવાના હોય, પતિની જોહુકમી અને તાડનનો ભાગ બનવાનું હોય, વાંઝીયાપણા માટે તેને જ દોષિત ગણવામાં આવતી હોય, પુત્ર પ્રાપ્તિ ન થાય તો પતિ બીજી પત્ની કરતો હોય, આજીવિકા માટે પતિ બહારગામ જતો હોય ને પાછળથી તેના અસ્તિત્વની સતત અવહેલના થતી હોય, તેની ઈચ્છા જાણ્યા વિના તેનાથી બહુ જ મોટી ઉંમરના પતિ સાથે પરણાવી દેવામાં આવતી હોય, વ્યસની પતિ સાથે પડ્યું પાનુંનિભાવી લેવાનું હોય, અને ક્યારેક તો સ્ત્રીને મારી નાખવા સુધીની પશુતા વ્યકત કરતો સમાજ હોય ત્યાં સ્ત્રીની વેદનાનો પાર કેમ પામી શકાય ?

અલબત્ત સ્ત્રીના આનંદમય અસ્તિત્વને પણ જીવાતું જોઈ શકાય છે. દીકરીના કુવારા દિવસો મુગ્ધાવસ્થાના દિવસો પ્રસન્ન હોય છે અને પતિનો નિતાંત, વિબિડ પ્રેમ પામવાના દિવસો પણ રંગદર્શી હોય છે. સહીયરો સાથે ઉત્સવોમાં પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, ભાઈભાભીના હેતથી તરબોળ બનતી, દીયર સાથે મજાક-મસ્તી કરતી, પ્રેમાળ પતિની આકાંક્ષા કરતી તેવાં સ્વપ્નો જોતી, પતિના પ્રેમમાં ઓળઘોળ થતી, પરદેશથી આવેલા પતિને જોઈ હર્ષથી આંદોલિત થઈ જતી સ્ત્રીનું રંગીન ચિત્ર પણ મળે છે. ઉક્ત તમામ મનોભાવો લોકગીતમાં વ્યક્ત થયેલા જોવા મળે છે. એ ભાવના પ્રગટીકરણમાંથી આપણે સ્ત્રીના તેના પતિ સાથેના સંબંધોનું મિશ્ર ચિત્ર અંકાયેલું જોઈ શકીએ.
સ્ત્રીની મુગ્ધાવસ્થામાં સારો પતિ મળે તે માટે અલૂણા વ્રત અને ગોરમાંના વ્રત સંદર્ભે લોકગીતનું ગાન શરૂ થાય.
વર દેજો દેરા માયલો દેવ
વર દેજો કાંઈ વાડી માયલો મોરલો…..’
પ્રત્યક્ષ જીવનમાં પતિ વિશેનો પોતાનો અભિપ્રાય, અપેક્ષા વ્યકત ન કરી શકતી દીકરી લોકગીતમાં કહે છે :
ઊંચો તે વર ના જોજો, દાદાજી
ઊંચો તે નીત નેવાં ભાંગશે….’
અંતે જતાં પોતાની અપેક્ષા વ્યક્ત કરતાં કહે છે :
કેહયે પાતળિયોને વાતે ઘઉંવર્ણો
મારી સૈંયરું એ વખાણિયો….’
અથવા
લાડડી ચડી રે કમાડ,
સુંદરવરને નીરખવા રે.
દાદા મોરા રે વર પરણાવ,
એ વર છે વેવારીઓ….’
આવા વ્યવહારકુશળ અને પ્રેમાળ પતિની સંપ્રાપ્તિ હોય તો એ પછીનો સમય આનંદ અને મિલનના આવેગનો હોય છે.
આજ રે સપરનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા જો
ખળખળતી નદીયું રે સાહેલી મારા સપનામાં….’
સ્વપ્નમાં આવેલા સાસરિયાના એક પછી એક સભ્યોની લાક્ષણિકતા પછી
આજ રે સપનામાં મેં તો ગુલાબ ગોટો દીઠો જો
ફુલડાની ફોર્યુ રે સાહેલી મારા સપનામાં.
ગુલાલ ગોટો ઈ તો મારો પરણ્યો જો
ફૂલડિયાની ફોર્યુ સાહેલી મારી ચુંદડીમાં….
શૃંગારની સંયત અભિવ્યક્તિ કેટલી સુંદર પ્રતીકાત્મક રીતે વ્યકત થઈ છે ! લોકજીવનમાં પતિ-પત્નીનું મિલન-સહવાસ માત્ર રાતે જ શક્ય બને. દિવસે પુરુષ ખેતી, ગોપાલન કે અન્ય કામમાં રોકાયેલો હોય ને પત્ની ઘરકામમાં ગળાડૂબ હોય. બન્ને રાત્રીના સાન્નિધ્યની પ્રતિક્ષા કરતા હોય. પ્રતિક્ષા પછી પ્રાપ્ત થયેલા સહવાસ સમયે પત્ની દૂર રહી પતિને ચીડવે. આવી મીઠી વડછડ આ રીતે લોકગીતમાં વ્યક્ત થાય :
ગોરી મોરી રજની વીતી જાય, પરોઢિયું કોણે દીઠું રે લોલ
વ્હાલા મારા હૈયું હિલોળા ખાય, હિલોળું લાગે મીઠડું રે લોલ
પતિને સાનિધ્યની ઝંખના, ક્યારેક રામના પાત્ર રૂપાંતરણ રૂપે આ રીતે પ્રગટે છે.
રામ તમારે બોલડિયે હું બળીને ઢગલો થઈશ જો,
તમે થાશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો…’
પતિના સાન્નિધ્યનો આનંદ લોકજીવનની સ્ત્રીને લમણે ઝાઝો લખાયો નથી હોતો કારણ કે એ સમયની જીવનશૈલી અનુસાર પતિ આજીવિકા માટે સતત બહાર રહેતો. રાજની નોકરી, ગમે ત્યારે રાજના તેડાં આવે, વાણિજ્યનું સાહસ કરવાની પ્રબળ જનપ્રકૃતિ, વહાણવટાનો વ્યવસાય, ગોપાલન વગેરે કારણે પુરુષવર્ગના પરદેશાટનના કાળમાં સ્ત્રીઓ ઘેરે એકલ જીવન ગાળતી અને પતિના વિયોગની આપદા અનુભવતી. આ ભાવનાં લોકગીતોમાં વિરહના સબળ ભાવો ગાન રૂપે પ્રગટ્યાં.
ગમે ત્યારે રાજનું તેડું આવે
ઊભી ઊભી ઉગમણે દરબાર રે
કાગળિયા આવ્યા રાજના રે લોલ.
અને રાજનું તેડું આવતાં પતિ એક ક્ષણનોય વિલંબ કર્યા વિના જવા તત્પર બને. સૈયરની સાથે રાસ રમતી સ્ત્રીની રાહ પણ ન જુએ.
આવી રૂડી શરદપૂનમની રાત
રાતે રે રમવા નીસર્યા રે માણારાજ
રમ્યાં રમ્યાં પોર બે પો
સાયબોજી તેડાં મોકલે રે માણારાજ
ઘેર આવો ઘરડાની નાર !
અમારે જાવું ચાકરી રે માણારાજ
આવો રૂડો સૈયરું નો સાથ
મેલીને સાહ્યબા નહીં આવું રે માણારાજ
સાયબાને ચડિયલ રીસ
ઘોડે રે પલાણ નાખિયા રે માણારાજ….’
સાયબો તો જવા ઉતાવળો થાય છે પણ પત્નીને તેના આવનારા વિરહની, એકલતાની યાતનાનો અણસાર છે તેથી તે કહે છે
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
ઝીણા ઝરમર વરસે મેઘ, ગુલાબી
નહીં જાવા દઉં વેરણ ચાકરી રે…’
દેશાટને, ઘીંગાણે કે ચાકરીએ જતા પુરુષની હેમખેમ પાછા આવવાની ખાત્રી કેટલી ? એની કરુણ મનોદશા તૈયાર થતી તો બીજી બાજુ પતિના વિયોગનો ઝુરાપો સહન કરવાનો હોય. આવી મનોદશામાં સ્ત્રીને ઘર પણ ખાવા ધાતું હોય તેવો અનુભવ થાય
નણદલના વીર વિના એકલાં હો જી રે
સુના મંદિર ખાવા જાય હો જી રે
કેદુની જોતીતી વાટ, વ્હેલા વ્હાલમ ઘેર આવજો….’
અથવા
મોર બોલે મધુરી રાત રે નીંદરા નાવે રે
હું તો સુતીતી સેજ પલંગ, ઝબકીને જાગી રે….
માત્ર રાજની ચાકરીએ ગયેલા માટે જ નહીં, કે પછી ધીંગાણે ગયેલા માટે જ નહીં પરંતુ વહાણવટે ગયેલો પતિ પાછો હેમખેમ આવશે કે કેમ એની આશંકા પણ હોય જ ને !
વહાણવટી વહાલા, આજના ચડ્યા તે ક્યારે આવશો રે ?
રમજો મરજો રે ગોરી તમે પાંચીકે
વાદળ ચડ્યે પાછા આવશું…..’
આવાં વિપ્રલંભ શૃંગારનાં લોકગીતોથી આપણું લોકસાહિત્ય અભરે ભર્યું છે. આવાં લોકગીતો ખરા અર્થમાં વિરહની વેદનાને પ્રગલ્ભ રીતે મુકી આપે છે. અહીં વિરહની વેદના ભલે દારુણ હોય પણ એમાં પ્રણયની ઊંડી અનુભૂતિ-આશા-પ્રસન્ન જીવનનો આશાવાદ પ્રચ્છન્ન રૂપે પડેલો તો હોય ! પરંતુ સાંસારિક જીવનની વરવી વાસ્તવિકતાનો સામનો કરી રહેલી સ્ત્રીને વેદના તો નર્યા અરણ્યરુદન જેવી લાગે છે. પતિ-પતિના કુટુંબીઓ તરફથી થતો ત્રાસ, કજોડું, શોક્યનું સાલ, વ્યસનમાં ગરકાવ પતિ વગેરે અનેક સ્થિતિનો સામનો સ્ત્રીએ કરવો પડે છે અને ત્યારે તેની વેદના એક નિરાધાર સ્થિતિમાં મૂકી દે છે.
દીકરીના કુટુંબની આર્થિક રીતે નબળી સ્થિતિ હોય, ધનિક મોટી ઉંમરનો પુરુષ પિતાને લાલચ આપી પરણી જતો હોય, ક્યાંક સામાજિક રીત-રિવાજો કે અન્ય કોઈ કારણ હોઈ શકે પણ દીકરીને પોતાનાથી ખૂબ મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવી દેવામાં આવે ત્યારે તેની સ્થિતિ કેવી થાય ?
માડી હું તો સોળ વરસની નાર,
પરણ્યો એંશી વરસનો રે લોલ.
માડી મારે દાડમ જેવા દાંત,
પરણ્યાના પડી ગયા રે લોલ
માડી મારે ધમધમ હલવાના હેવા
ને પરણ્યો ડગમગે રે લોલ
માડી મારે સાતમ આઠમ પરબ
પરણ્યાની હોળી જગે રે લોલ…’
તો વળી ક્યારેક નાની ઉંમરના પતિ સાથે પણ ઘર માંડવું પડે ત્યાર !
અઢી વરસનો પઈણોને બાર વરસની કૈના મારા રામ
કરમનું કજોડું માડી ! દુ:ખ કેને કઈએ ? રામ….’
સ્ત્રીનું ભર જોબન અને પતિની નાની ઉંમર હોય ત્યારે દાંપત્ય સુખની અતૃપ્તિ આ રીતે પ્રતીકાત્મક રૂપ લે
સોળ વરસની સુંદરી રે કાંઈ નાવલિયો નાનેરું બાળ !
અખોવન રોઝડી રેરંગમાં રેલી જાય
વાંદરા ઠેકે વાડિયું ને કાંઈ હણકાં ઠેકે વાડ
મારી જુવાની ઠેકે ધરતી રે, મારું મન હીંચોળા ખાય….’
પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે તેવી સ્થિતિમાં પણ આક્રોશપૂર્વક તેને કશું કહી ન શકાય, માત્ર વિનંતી જ કરવાની રહે
તમારા સમ જો તમે મને વ્હાલા
જૂઠડા સમ શીદ ખાવ છો ?
તમારું મન માને ત્યાં જાવ છો.
આવા તે રૂડા ભોજન મુકી
ટાઢા ટુકડા ખાવા જાવ છો….’
અને એ પરિસ્થિતિ આગળ વધતી વધતી શોક્યના આગમન સુધી પહોંચી જાય. એક બીજી સ્ત્રીને પોતાના ઘરમાં, પોતાની સાથે રાખવાની આ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડે તેવી લાચારી પણ લોકગીતમાં વ્યક્ત થઈ છે.-
જમો તો જમાડું જીવણ વાલા
રંગમાં રમાડુ જીવણ વાલા
વ્હાલા જી તમે શોક્યું ની શેરીએ ન જાજો…’
આવી લાચારીમાં પતિને અનુનયપૂર્વક જ સમજાવવાનો રહે, અન્યથા તેના તાડનની તૈયારી રાખવી પડે.
ચાલો મોટાંની વહુ ઘેર, મોટાંના ઘર આપણા મોરા રાજ
દીધી છે સોટીયું દશવીસ, આગળ થઈ વહુ ચાલિયા મોરારાજ.
અનેક પરિસ્થિતિમાં સ્ત્રીને પતિ તેમજ અન્ય દ્વારા મહેણાં-ટોણાં સાંભળવાં પડે. પોતાના પિયર વિશે, માતા-પિતા વિશે સતત લાગતા વાક બાણોથી વીંધાવું પડે તેથી સ્ત્રીને કહેવાનું થાય
કાંકરીના માર્યા કદિ ન મરીએ
મેણાં ના માર્યા મરીએ.
સંતાન પ્રાપ્તિ ન થાય તો એ માટે સ્ત્રીને જ જવાબદાર ગણવામાં આવે. વાંઝણી સ્ત્રી કુટુંબ અને સમાજમાં તિરસ્કૃત થાય, સામાજિક પ્રસંગોએ તેની અવહેલના થાય અને ઉપરથી વાકબાણોનો માર તો ખરો જ !
લૂપ્યું ને ગૂપ્યું મારું આંગણું
પગલીનો પાડનાર દે ને રન્નાદે મા….
વાંઝીયાં મેણાં માજી દોહ્યલાં…..’
ક્યારેક દીકરીને તેના કુટુંબને છેતરીને સમૃદ્ધિનો દેખાડો કરીને લઈ આવવામાં આવે. સાસરે આવીને જુઓ તો કશું જ હોય નહીં ત્યારે તે કહે
કેતો તો રે રોયા, ઈંટોના મોલ છે
ઘેર આવીને જોયું, રોયા છાપરું મળે નહીં…’
અથવા ઈચ્છિત અપેક્ષિત સમૃદ્ધિના અભાવમાંથી જન્મેલી સંવેદના પદાર્થ-વિરોધ રૂપે આ રીતે વ્યકત થાય.
મારે ખાવાના કોદરા રે ચોખિલિયે મન જાય
મારે સુવાનો ખાટલો રે પલંગિયે મન જાય.
વ્યસની પતિ સાથે પનારો પડે ત્યારે સ્ત્રીની સ્થિતિ વધુ લાચાર અને કરુણ બની જાય. દારૂ, જુગાર કે અન્ય વ્યસનોથી ઘેરાયેલો પતિ પોતાને તો તોડે જ, સાથે સાથે કુટુંબને ગરીબીની દોજખ માં ધકેલી દે. આ વેદના લોકગીતમાં આમ ગવાય છે
કોશ કોદાળી, પાવડો, પીટ્યો સડકે કામે જાય.
સાંજ પડે ત્યારે પાવલી લાવે, ભાંગ્ય તમાકુ ખાય
બાયું જીને ભાયડો ભૂંડો,
તેને કૂવો ગોતવો ઊંડો…’
કે પછી
માડી વાડીમાં પાથરેલ ચોપાટ, જુગાર કોઈ રમશો નઈ
ઈ રે જમાદાર છોકરા રે હાર્યો
બાયડી સીકે હાર્યો.
જમાદાર જુગારીઓ….’
આવી સ્ત્રી બહુ બહુ તો પોતાની માતાને ફરિયાદ કરે કે
માડી ! મુને અફીણિયાને શું દીધી ?
સવ લોક ઓરે માડી જાર ને બાજરી
અફીણિયો ચોરે નકરો ગાંજો રે.
સહુ લોક સુડે માડી કાળિયાં ખેતરાં
અફીણિયો સુડે નકરા વાડા રે
માડી મુને
આછી કથાતંતુવાળાં લોકગીતોમાંથી દાંપત્યજીવનનાં ચિત્રો પણ મળે છે. જેમાં ક્યારેક પુરુષની પૌરુષેય ખુમારી તો ક્યારેક સ્ત્રીની કરુણ ખુવારી પ્રગટ થઈ છે. સોનલ ગરાસણીલોકગીતમાં
સોનલ રમતી ગઢડા કેરી ગોખ જો
રમતાં ઝલાણી સોનલ ગરાસણી…’
પછી એની વ્હારે કાકા-દાદા-મામા આવે છે. બધા સોનલને છોડાવવા કંઈ ને કંઈ વસ્તુઆપે છે પરંતુ સોનલ છૂટતી નથી ત્યારે
પરણ્યા એ દીધી માથા કેરી મોડ્યું જો
ધબકે છૂટી રે સોનલ ગરાસણી
જ્યારે એક બીજા લોકગીતમાં પરદેશ ગયેલા પતિની રાહ જોઈ જોઈ રોજ ગોખમાં દીપ જલાવતી સ્ત્રીને સાસરિયામાં સાસુ મારી નાખે છે. પતિ આવે છે ત્યારે માતાને પ્રશ્ન કરે છે :
માડી હું તો બાર બાર વરસે આવીયો
ક્યાંય નવ દીઠી મારી પાતળબંડી પરમાર્થ રે.
જાડેજી મા….. મોલ્યું માં દીવડો રાગ રે બળે….’
પતિને જ્યારે જાણ થાય છે કે તેની માતાએ જ પત્નીને મારી નાખી છે ત્યારે પત્નીની ચુંદડી ઓઢીને ગૃહ-ત્યાગ કરે છે. આ બન્ને લોકગીતોમાં પતિનું શૌર્ય-બલિદાન અને પ્રેમ નિબિડ રીતે પ્રગટ થયાં છે. જ્યારે વહુ એ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલમાં સ્ત્રીજીવનની ઘેરી કરુણતા વિહવળ કરી દે છે. સાસરે ગયેલી દીકરી સાસરિયામાં અનેક કષ્ટનો સામનો કરે છે. એવામાં એક દિવસ મળવા આવેલો ભાઈ પૂછે છે ! સુખી તો છો ને બહેન ?’ તેના જવાબમાં દીકરી માત્ર એટલું કહે છે :
સુખના દાડા તો વીરા વહી ગીયા રે લોલ
દુ:ખના ઉગ્યા છે ઝીણાં ઝાડ જો
આ કવળા સાસરિયામાં જીવવું રે લોલ….’
જે ક્યારેય સવળાનથી રહ્યા એવા કવળાસાસરિયામાં જીવવાનું દુ:ખ પોતાના ભાઈને કહ્યું ને ત્યાં નણંદ સાંભળી જાય છે
આ વહુ કરે છે આપણા ઘરની વાત જો
આ વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ
અને વાત સાસુ-સસરા-જેઠ વગેરે પાસે વગડતી વગડતી તરઘાયાની જેમ પડઘાય છે બસ.
આ વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ….’ એ વાત પતિ પાસે આવતાં પતિ શું કરે છે ! ગાંધીડાની હાટેથી ઝેર લઈ આવે છે અને વાટકામાં ધોળી પત્નીને કહે છે
પીયો ગોરી નહીંતર હું પી જાઉં.
અને-
ઘટક દઈને રન્નાદે પી ગયાં રે લોલ
પાનેતરની લાંબી તાણી સોડ જો
આ વહુ એ વગોવ્યાં…..’
આ ગીતમાં વહુ એ વગોવ્યાં…’ એ ખંડ સતત પૂનરાવર્તિત થાય છે. ત્યારે છેલ્લે ભાવકને પ્રશ્ને તો એ થાય કે એક વાત પોતાના ભાઈને કહી તેમાં વહુને ઝેર આપી મારી નાખવામાં આવે તેવું કુટુંબ તેવું ખોરડું શું મોટું ખોરડુંકહેવાય ? આ છે મોટાં ખોરડાં ? જ્યાં આટલી વાતે પત્નીને ઝેર આપી દેવાતું હોય ? ત્યારે એ પૂનરાવર્તિત થતી પંક્તિ સાસરિયાની નફફટાઈ પર કટાક્ષ કરતી લાગે છે !
અહીં મૂકાયેલાં ઉદાહરણો લોકગીતના સાગરમાંથી લીધેલા આચમન જેટલાં જ છે પરંતુ એક નિરિક્ષણ એ મળે છે કે અહીં સ્ત્રીનું દાંપત્યજીવન આનંદની સાપેક્ષમાં વધુને વધુ કરુણ છે. સુખની સાપેક્ષમાં દુ:ખનો અનુભવ વિશેષ રીતે કર્યો છે. કહો કે એક રીતે કેથાર્સિસસાધવા પ્રયત્ન કર્યો છે. ક્યાંય પણ વ્યકત ન થઈ શકાય તેવી સ્થિતિને લોકગીતે વાચા આપી છે

vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv



ગુજરાતી પ્રજાની ગવી ગ્રહણશીલતા
        ભારતના રાજયોમાં ગુજરાત અનેક રીતે ‍‍ભિન્‍ન તરી વે છે. ગુજરાત પશ્ચ‍િમ ભારતનું સથી સમૃઘ્‍ઘ અને ‍‍વીકસીત રાજય છે. ગુજરાતને 1600 કીલોમીટર લાંબો દ‍‍રિયાં કિનારો મળ્યો છે તેથી ભારતના આ રાજયમા સાંસ્ક્રૃતિક આદાન પ્રદાનના બહુપરિમાણીય સન્‍દર્ભો રચાતા રહે છે. અને તેની ઝડપથી બદલાતા પણ રહે છે. 1960 માં અસ્‍તિત્‍વમા વેલું  રાજય, ઘર્મ, અર્થકરણ, સામાજીક સંસ્‍કૃતિકરણ, રાજનીતિ, આઘુનિકીકરણ, પશ્ચિમીકરણને પોતાની ઉંડાળમાં સમાવીને બેઠુ છે.
        ગુજરાતી પ્રજા, અન્‍ય ભારતીય પ્રજા કરતા અનેક ગણી અઘિક ગ્રહણશીલ પ્રજા છે. અનુકરણશીલ કે આંઘળું અનુકરણ કરનારી નહી, પરંતુ ખરા અર્થમાં ગ્રહણશીલ પ્રજા છે. ગુજરાતમા પરંપરાઑ અને આઘુનિકતા સાથે ટકી રહયા છે.  જો કે આ રાજયમાં શક, હુણ, ચૌલુકય, મુધલ, પોર્ટુગીઝ, અંગ્રેજ જેવી વિભિન્‍ન પ્રજાઑ પણ આવી. ભુતકાળમા ગુજરાતી વ્‍યાપારીઑ દેશ દેશાવર દરિયો ખેડીને વ્‍યાપાર અર્થે જતા, તેથી વિશ્વના અનેક દેશોમાં સૌથી વઘુ ગુજરાતીઑ જોવા મળે છે. ગુજરાતી પ્રજા પ્રવાસી પ્રજા પણ છે.
        મારૂ એ નિરિક્ષણ રહયું છે કે વિશિષ્ટ આવાગમનને લીઘે ગુજરાતી પ્રજા ગ્રહણશીલ થતી રહી છે. ધાર્મિક ક્ષેત્રની પરંપરાઑ અને આધુનિકતા બન્‍ને સાથે તમને અહીં જોવા મળશે. મંદીરો અને ગર્ભગૃહોમાં ૐ નમઃ શિવાય, કે શ્રી રામ જય જય રામ ની કેસેટ વાગતી હોય છે. વર્તમાનમાં ભાઇ કેપ્રી, બરમુડા અને ટીશર્ટ પહેરે છે પરંતુ રક્ષાબંધનના દિવસે બહેનના હાથે રાખડી તો અવશ્‍ય બંધાવે છે. રક્ષાબંધનનો તહેવાર એમને એમ રહયો છે. પરંતુ ભાઇના વસ્‍ત્ર પરિધાનમાં ગ્રહણશિલ ઉન્‍મેષ જોઇ શકાય છે. ગુજરાતનો આર્થિક વિકાસ ભારતના અન્‍ય રાજયો માટે અનુકરણીય છે. લોકો ખુબ પૈસા વાપરે છે, કારનું નવુ મોડેલ, બાઇકનું નવુ મોડેલ, મોબાઇલ ફોનનું નવું મોડેલ તરત જ લોકો પાસે આવી જાય છે. ગુજરાતી પ્રજા નૂતનતા પ્રિય પ્રજા છે. પરંતુ વ્‍યાપારી પ્રજા હોવાને લીઘે Resale.. Value નો વિચાર પણ કરે છે. ભારતીય શેરમાર્કેટ/સ્‍ટોક ક્ષચેન્‍જમાં સથી વઘુ લીધા દિધા ગુજરાતી કરે છે. દેના બેંક, ચ.ડી.ફ.સી., આઇ.સી.આ.સી.આ.ઇ. જેવી બેંકસ સાથે ગુજરાતીઑ સ્‍થાપના અને માલીકીની ભુમિકાએ સંકળાયેલા છે.
        મુબંઇ સાથે ગુજરાતીઑનો ઘણો જુનો નાતો અને ઘરાબો રહયો છે. તેથી ફ્રાન્‍સમાં શરૂ થયેલી નવી ફેશન યુરોપના અન્‍ય દેશોમાં થઇને મુબંઇમાં તુરંત જ અવી જાય છે. ગુજરાતીઅ ખુબ ઝડપથી તેને ગ્રહણ કરી લે છે. વળી પોતાની સગવડ ખાતર, જીવન પ્રણાલીને અનુરૂપ, સામાજીકતાને અનુરૂપ, સાંસ્‍કૃતિકતા અને ધાર્મિકતાને અનુરૂપ મા પ્રાદેશિક ફેરફારો પણ કરી લે છે અને ગુજરાતી સંસ્‍પર્શ (GUJARATI TOUCH) પણ પી દે છે. ગુજરાત અને સૌરાષ્ટ્રનું  ક પણ ગામ કે શહેર વું નહીં હોય કે તે ગામનો કોઇ ક માણસ મુબંઇમાં ન રહેતો હોય, ગુજરાતનો મુબંઇ સાથેનો  સંબંઘ ગુજરાતી પ્રજાને ગ્રહણશીલ બનાવવામાં મહત્‍વનો ભાગ ભજવે છે.
        પશ્ચિમીકરણની સથી વધુ અસરો ગુજરાતમાં થઇ છે. યુરોપીયઅન ટીકેટનો પ્રભાવ ભારતના અન્‍ય રાજયોમાં સાવ છો છે. પણા દેશના ગૃહમંત્રી પી. ચિન્‍દમ્‍બરમ વિદેશમાં MBA થયેલા હોવા છતાં સંસદગૃહમાં પરંપરાગત શ્વેત ધોતી અને ખમિસ પહેરે છે. પણા સંરક્ષણ મંત્રી .કે. ન્‍ટોની પણ શ્વેત ઘોતી અને ખમીસ પહેરે છે. જયારે ગુજરાતના સંસદસભ્‍યો અને વિધાન પરિષદના સભ્‍યો પોતાના પરંપરાગત પોશાકમાં જોવા મળેતા નથી. પ્રાંતિય ભાષાનું અધિક પ્રચલન ધરાવતા અન્‍ય ભારતીય રાજયો કરતાં ગુજરાતમાં અંગ્રેજી માઘ્‍યમની શાળા સથી વધારે છે. અને પશ્‍ચિમની નામાંકિત શિક્ષણ સંસ્‍થા સાથેનું જોડાણ પણ ધરાવે છે. ભારતના કેટલાક મોટા શહેરોમાં રાત્રીના ઠવાગ્‍યા પછી યુવતી શહેરના અમુક વિસ્‍તારોમાં નિકળી શકતી નથી, જયારે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન યુવતી રાત્રે 1:00 વાગ્‍યા સુધી બહાર નીકળે છે. ગુજરાતીમાં ગુન્‍હાખોરીનું પ્રમાણ અન્‍ય રાજયોની સરખામણીમા સાવ છું છે. વિદેશની યુની.માં વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરી રહેલો ગુજરાતી યુવાન પોતાના વતનના નાના ગામડે વે છે ત્‍યારે કુળદેવીના નૈવેધ પુજાના પ્રસંગમાં ભાગ લે છે.
        છેલ્‍લા દસ વર્ષ દરમિયાન ગુજરાતમાં બહુ સંસ્‍કૃતીવાદ ખુબજ વિકસ્‍યો છે. પરંપરાગત ખાણાની સાથો સાથ અહીં દક્ષિણ ભારતની ઇડલી, ઢોસા જેવી વાનગી પંજાબની મકાઇદી રોટી અને સરગવદા સાક, ચાઇનિઝ, વાનગી, પીત્‍ઝા, બર્ગર અને અન્‍ય રાજયોના વિવિધ વ્‍યંજનો લોકો હોંશે હોંશે ખાય છે. ગુજરાતી યુવતી ભારતની સથી વઘુ ફેશનેબલ યુવતી છે. પરંપરાગત વસ્‍ત્રો તો કેવળ નવરાત્રી ઉત્‍સવ દરમિયાન જ તે પહેરે છે. બાકીના વર્ષ ભરના દિવસોમાં પશ્ચિમી ઢબનાં વસ્‍ત્રો અને પંજાબી ડ્રેસીઝમાં જોવા મળે છે.
        સાહિત્‍ય, સંગીત, ચિત્ર, શિલ્‍પ જેવી કળામાં પશ્ચિમી શૈલીનાં આ વિર્ભાવો ભારતમાં ગુજરાત સથી પહેલા ગ્રહણ કરે છે. સાહિત્‍ય વિવેચનની નૂતન રીતી કે અભિગમોમાં પણ ગુજરાતી સાહિત્‍યનું વિવેચન અગ્રીમ છે, રકેસ્‍ટ્રમાં પોપ/રોક મ્‍યુઝિક સાંભળવા મળે છે. ગુજરાતી ચિત્રકારો અને શિલ્‍પકારો મોર્ડન કલ્‍ચરને સતત ગ્રહણ કરતા રહે છે. મ ગુજરાતી પ્રજા જીવન પ્રણાલી, જીવન શૈલી, વસ્‍ત્ર પરિધાન, ખોરાક, સ્‍થાપત્‍યો, ગૃહવપરાશની ચીજો માર્ગ વ્‍યવસ્‍થા , કુટુંબ પ્રણાલી, ધાર્મિક, ર્થિક, સામાજીક, રાજકીય, સાંસ્‍કૃતિક, સંરચના વગેરેમાં સથી વઘુ ગ્રહણશીલ પ્રજા તરીકે ભારતમાં નોખી તરી વે છે.

- પ્રા. સતીષચન્‍દ્ર દવે
સોસીએટ પ્રોફેસર
ગુજરાતી વિભાગ
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv


કવિતા - ડો. રમેશ મહેતા


-----------------------------------------------------



સ્વર્ણિમ ગુજરાત
     

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો