24 જૂન, 2019

માંગરોળની કંપાણી અને શાહ કોલેજ દ્વારા સામુદાયિક સેવાની ઉત્કૃષ્ટ કામગીરી


તાજેતરમાં સેોરાષ્ટ્રના સાગરકાંઠે ફુકાયેલા વાયુ પ્રકોપમાં સાવચેતીનાં ભાગરૂપે માંગરોળનાં સાગરકાંઠે વસતા ગરીબ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યુ હતું. માંગરોળની કંપાણી આર્ટસ એન્ડ શાહ કોમર્સ કોલેજમાં આ અસરગ્રસ્ત વિસ્તારનાં લગભગ ૪૦૦ જેટલા લોકોને તા.૧ર/૦૬/૧૯ થી તા.૧૪/૦૬/૧૯ સુધી આશ્રય આપવામાં આવ્યો હતો કોલેજના નિયામકશ્રી અને પ્રિન્સીપાલશ્રી હમિરસિંહ ઝણકાટ તેમજ શૈક્ષણિકબિન શૈક્ષણિક મિત્રોએ સરકારી તંત્રના સાથ સહકાર સાથે સેવા અને માનવતાનું સુંદર ઉદાહરણ પુરુ પાડયુ હતું. કોલેજનાં મકાનમાં આશ્રય પામેલા લોકોને માંગરોળની સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ભોજન તેમજ જરૂરી સુવિધાઓ આપવામા આવી હતી. આશરો લેનાર ગરીબ લોકોને મહેમાનની જેમ આવકારી તેમની સગવડ સાચવવાનાં પ્રયત્નો કરવામા આવ્યા. બાથરૂમસંડાસ પીવાનુ શુધ્ધ પાણી ઓઢવાપાથરવાની સગવડ લાઈટપંખા તેમજ ભોજનની સુવિધા અપાય હતી. આ વિસ્તારનાં કલેકટરશ્રી મામલતદારશ્રી નગરશ્રેષ્ઠીઓ પત્રકારો વગેરેએ આ કોલેજની મુલાકાત લીધી હતી અને તેમણે કોલેજ સંચાલકપ્રિન્સીપાલશ્રી નાં માનવતાવાદી વલણની સરાહના કરી હતી. આમ કુદરતી આફતની સામે કપરી પરિસ્થિતિમાં કંપાણી એન્ડ શાહ કોલેજે સામુદાયીક સેવા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયુ હતું.     

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો