22 ઑગસ્ટ, 2019

મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન


અત્રેની કોલેજની બહેનો માટે તા. ર૦/૦૮/ર૦૧૯ ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત આવેલા. શ્રી હેતલબેન સાવલિયા અને શ્રી વર્ષાબેન કુંભાણીએ કોલેજની બહેનોને સેનેટરી નેપકીન વાપરવા અંગે જાગૃતિ અને સજાગતા લાવવા વ્યાખ્યાનો અને નિદર્શન આપ્યા હતા. બહેનોને સ્વાસ્થ્ય અંગે તેમજ સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા. બહેનોના ૠતુસ્ત્રાવ સમયમાં લેવાની થતી કાળજી અસ્વચ્છતાથી થતા રોગો ખાનપાન વગેરે અંગે માર્ગદર્શન આપવાનાં આવ્યું હતું. બહેનોએ આ અંગે થતી મુશ્કેલીઓ વિશે તજજ્ઞ બહેનો સાથે પ્રશ્નોતરી કરી માર્ગદર્શન મેળવ્યું હતું.  કોલેજના પ્રા. શીતલબહેન ઠાકોર અને પ્રા જાગૃતિબહેન ધડુસે ખાસ કાળજી લઈ આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું અને માર્ગદર્શન પણ આપ્યું હતું. ખાસ કરીને ગામડામા વસ્તી યુવાન બહેનો માટે અનિવાર્ય એવા આ કાર્યક્રમ દરેક શિક્ષણસંસ્થાએ રાખવો જોઈએ એવું વિધાર્થીની બહેનો કહેતા હતા.

કોલેજમાં યુનિવર્સિટી આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધા યોજાઇ


અત્રેની શારદાગ્રામ સંચાલિત શ્રી એમ.એન કંપાણી આર્ટસ અને એ. કે. શાહ કોમર્સ કોલેજમાં તારીખ ૧૬-- ૨૦૧૯ ના રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધા ભાઈઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે સંકળાયેલી જુદી જુદી ૧૮ કોલેજોની ટીમોએ ભાગ લીધો હતો સવારે ૭-૩૦ થી શરૂ કરીને સાંજે ૬-૦૦ વાગ્યા સુધી ચાલેલી આ સ્પર્ધામાં કોડીનારની જે. એસ. પરમાર કોલેજની ટીમ ચેમ્પિયન બની હતી અને માણાવદર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રનર્સ અપ બની હતી. જુદી જુદી કોલેજના ૨૫૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શારદાગ્રામ સંસ્થામાં આયોજિત આ સ્પર્ધામાં સંસ્થાના નિયામકશ્રી ભાવિન ભાઈ ભટ્ટ અને કોલેજના પ્રિન્સિપાલ હમિસિંહ ઝણકાટ તથા જુદી જુદી કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપકો અને સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધાનું સંપૂર્ણ આયોજન કોલેજના શારીરિક શિક્ષણના પ્રોફેસર ડો. કાર્તિકભાઈ ભડાણીયાએ કર્યું હતું કોલેજના ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો

સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત રક્ષાબંધનની ઉજવણી


અહીંની કંપાણી એન્ડ શાહ આર્ટસ કોમર્સ કોલેજમાં સ્ત્રીસશક્તિકરણ યુનિટના ઉપક્રમે ભારતીય સંસ્કૃતિના મહત્વના તહેવાર ‘રક્ષાબંધન’ નિમીતે માંગરોળ શહેરના બ્રહ્માકુમારીઝ કેન્દ્રના સહયોગમાં રક્ષાબંધનની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવી હતી. આચાર્યશ્રી ડો. હમીરસિંહ ઝણકાટે સ્વાગત ઉદ્દ્બોધન કર્યું હતું. શીતલબેન ઠાકોરે ભુમિકા બાંધી હતી. પ્રો. જગૃતિબેન ધડુસે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. બ્રહ્માકુમારીઝ કેન્દ્રના પુષ્પાબેને વિસ્તૃત રીતે રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ કોલેજના વિદ્યાર્થી ભાઇઓ અને બહેનોએ રક્ષા બાંધી અને શુભાશિષ પાઠવી હતી. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. બ્રહ્માકુમારીઝ બહેનોએ અધ્યાપક ભાઇઓ અને બહેનોને પણ રક્ષા બાંધી હતી.

કારકિર્દી માર્ગદર્શન વિશે વ્યાખ્યાન




તા. ૦૯/૦૮/૨૦૧૯ અહીંની કંપાણી એન્ડ શાહ આર્ટસ કોમર્સ કોલેજ માંગરોળમાં ચાલતા કેરિયર એન્ડ કાઉન્સેલીંગ સેલ અને ઉદ્દીશા ક્લબ તથા જસદણની નવયુગ નોલેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રી નિકુંજ કોળિયાએ બીએ./બી.કોમ સેમ-૧ ના વિદ્યાર્થીઓને ૧૨ મા ધોરણ પછી રોજગારની તકોએ વિષયે વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું. એમણે સરકારશ્રીની ભરતી પ્રક્રિયા, જુદાજુદા સંવર્ગોમાં ખાલી જગ્યાઓ, ભરતીની જાહેરાત, સરકારની ઓજસવેબસાઈટ વગેરે વિશે વિસ્તૃત વાત કરી હતી. બીએ./બી.કોમ/ બી.સી.એ. સેમ-૫ ના વિદ્યાર્થીઓ સમક્ષ G.P.S.C. ની પરીક્ષા પધ્ધતિ, અભ્યાસક્રમ, વિષયો, ભરતી પ્રક્રિયા વગેરે વિશે વિસ્તારથી વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડો. હમીરસિંહ ઝણકાટે સ્વાગત ઉદબોધન કર્યું હતું. પ્રો. સતીશચન્દ્ર દવેએ શ્રી નિકુંજ કોળિયાનો પરિચય આપ્યો હતો અને ભુમિકા બાંધી હતી. ઉદ્દીશા ક્લબના કો.ઓર્ડીનેટર પ્રો. શીતલબેન ઠાકોરે આભાર વિધિ કરી હતી. કુલ ત્રણ વિશાળ વર્ગોમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો. જેમાં ૨૦૦ ભાઈઓ અને ૩૦૦ જેટલી બહેનોનો સમાવેશ થતો હતો.   

મહિલા સુરક્ષા વિશે વ્યાખ્યાન યોજવામાં આવ્યું


અત્રેની કોલેજમાં ગુજરાત સરકારશ્રી સૂચિત સશકિતકરણ  પખવાડિયાની ઉજવણી અનુષંગે માંગરોળના પોલીસ સબઈન્સપેકટર શ્રી રામ સાહેબ તથા મહિલા એડવોકેટ શ્રી કાશ્મિરાબેન દ્વારા તા. ૦૬/૦૮/ર૦૧૯ ના રોજ મહિલા સુરક્ષા વિશે વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. એમણે એમના વ્યાખ્યાનમાં મહિલાઓને સંરક્ષિત કરતા કાયદાઓ તેમજ સરકારશ્રી દ્વારા  મળતી સુવિધાઓ જેવીકે ૧૮૧ અભયમ્‌ હેલ્પલાઈન પુલિસ સર્પોટ સેન્ટર લીગલી પ્રોટેકશન એટીટયુડ ડેવલપમેન્ટ વિશે વિસ્તારથી વાત કરી સ્વરક્ષણને લગતા મુદાઓ વિશે એમણે વિસ્તારથી ઉદાહરણ સહિત ચર્ચા કરી હતી. વ્યાખ્યાનના અંતે વિદ્યાર્થિની બહેનોએ પૂછેલા પ્રશ્નોના એમણે ખૂબજ સરસ અને સંતોષકારક જવાબો આપ્યા હતાં. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો અને ર૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ ખૂબ સફળ રહયો હતો. આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. શિતલબેન ઠાકોરએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા. એ. આર. સોસા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રા. જાગૃતિબેન ધડુસે જહેમત ઉઠાવી હતી.