અત્રેની કોલેજની બહેનો માટે તા.
ર૦/૦૮/ર૦૧૯ ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા જાગૃતિ
અભિયાન અંતર્ગત આવેલા. શ્રી હેતલબેન સાવલિયા અને શ્રી વર્ષાબેન કુંભાણીએ કોલેજની
બહેનોને સેનેટરી નેપકીન વાપરવા અંગે જાગૃતિ અને સજાગતા લાવવા વ્યાખ્યાનો અને નિદર્શન
આપ્યા હતા. બહેનોને સ્વાસ્થ્ય અંગે તેમજ સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા. બહેનોના
ૠતુસ્ત્રાવ સમયમાં લેવાની થતી કાળજી અસ્વચ્છતાથી થતા રોગો ખાનપાન– વગેરે અંગે
માર્ગદર્શન આપવાનાં આવ્યું હતું. બહેનોએ આ અંગે થતી મુશ્કેલીઓ વિશે તજજ્ઞ બહેનો
સાથે પ્રશ્નોતરી કરી માર્ગદર્શન મેળવ્યું હતું. કોલેજના પ્રા. શીતલબહેન ઠાકોર અને પ્રા
જાગૃતિબહેન ધડુસે ખાસ કાળજી લઈ આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું અને માર્ગદર્શન પણ
આપ્યું હતું. ખાસ કરીને ગામડામા વસ્તી યુવાન બહેનો માટે અનિવાર્ય એવા આ કાર્યક્રમ
દરેક શિક્ષણ–સંસ્થાએ રાખવો જોઈએ એવું વિધાર્થીની બહેનો કહેતા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો