22 ઑગસ્ટ, 2019

કારકિર્દી માર્ગદર્શન વિશે વ્યાખ્યાન




તા. ૦૯/૦૮/૨૦૧૯ અહીંની કંપાણી એન્ડ શાહ આર્ટસ કોમર્સ કોલેજ માંગરોળમાં ચાલતા કેરિયર એન્ડ કાઉન્સેલીંગ સેલ અને ઉદ્દીશા ક્લબ તથા જસદણની નવયુગ નોલેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રી નિકુંજ કોળિયાએ બીએ./બી.કોમ સેમ-૧ ના વિદ્યાર્થીઓને ૧૨ મા ધોરણ પછી રોજગારની તકોએ વિષયે વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું. એમણે સરકારશ્રીની ભરતી પ્રક્રિયા, જુદાજુદા સંવર્ગોમાં ખાલી જગ્યાઓ, ભરતીની જાહેરાત, સરકારની ઓજસવેબસાઈટ વગેરે વિશે વિસ્તૃત વાત કરી હતી. બીએ./બી.કોમ/ બી.સી.એ. સેમ-૫ ના વિદ્યાર્થીઓ સમક્ષ G.P.S.C. ની પરીક્ષા પધ્ધતિ, અભ્યાસક્રમ, વિષયો, ભરતી પ્રક્રિયા વગેરે વિશે વિસ્તારથી વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડો. હમીરસિંહ ઝણકાટે સ્વાગત ઉદબોધન કર્યું હતું. પ્રો. સતીશચન્દ્ર દવેએ શ્રી નિકુંજ કોળિયાનો પરિચય આપ્યો હતો અને ભુમિકા બાંધી હતી. ઉદ્દીશા ક્લબના કો.ઓર્ડીનેટર પ્રો. શીતલબેન ઠાકોરે આભાર વિધિ કરી હતી. કુલ ત્રણ વિશાળ વર્ગોમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો. જેમાં ૨૦૦ ભાઈઓ અને ૩૦૦ જેટલી બહેનોનો સમાવેશ થતો હતો.   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો