24 જૂન, 2019

માંગરોળની કંપાણી અને શાહ કોલેજ દ્વારા સામુદાયિક સેવાની ઉત્કૃષ્ટ કામગીરી


તાજેતરમાં સેોરાષ્ટ્રના સાગરકાંઠે ફુકાયેલા વાયુ પ્રકોપમાં સાવચેતીનાં ભાગરૂપે માંગરોળનાં સાગરકાંઠે વસતા ગરીબ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યુ હતું. માંગરોળની કંપાણી આર્ટસ એન્ડ શાહ કોમર્સ કોલેજમાં આ અસરગ્રસ્ત વિસ્તારનાં લગભગ ૪૦૦ જેટલા લોકોને તા.૧ર/૦૬/૧૯ થી તા.૧૪/૦૬/૧૯ સુધી આશ્રય આપવામાં આવ્યો હતો કોલેજના નિયામકશ્રી અને પ્રિન્સીપાલશ્રી હમિરસિંહ ઝણકાટ તેમજ શૈક્ષણિકબિન શૈક્ષણિક મિત્રોએ સરકારી તંત્રના સાથ સહકાર સાથે સેવા અને માનવતાનું સુંદર ઉદાહરણ પુરુ પાડયુ હતું. કોલેજનાં મકાનમાં આશ્રય પામેલા લોકોને માંગરોળની સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ભોજન તેમજ જરૂરી સુવિધાઓ આપવામા આવી હતી. આશરો લેનાર ગરીબ લોકોને મહેમાનની જેમ આવકારી તેમની સગવડ સાચવવાનાં પ્રયત્નો કરવામા આવ્યા. બાથરૂમસંડાસ પીવાનુ શુધ્ધ પાણી ઓઢવાપાથરવાની સગવડ લાઈટપંખા તેમજ ભોજનની સુવિધા અપાય હતી. આ વિસ્તારનાં કલેકટરશ્રી મામલતદારશ્રી નગરશ્રેષ્ઠીઓ પત્રકારો વગેરેએ આ કોલેજની મુલાકાત લીધી હતી અને તેમણે કોલેજ સંચાલકપ્રિન્સીપાલશ્રી નાં માનવતાવાદી વલણની સરાહના કરી હતી. આમ કુદરતી આફતની સામે કપરી પરિસ્થિતિમાં કંપાણી એન્ડ શાહ કોલેજે સામુદાયીક સેવા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયુ હતું.     

13 ફેબ્રુઆરી, 2019

કોલેજનાં છાત્રોને સુવર્ણ ચંન્દ્રકો એનાયત

માંગરોળની કંપાણી કોલેજનાં છાત્રોને સુવર્ણ ચંન્દ્રકો એનાયત

માંગરોળ તા.07/02/2019

શારદાગ્રામ સંચાલિત માંગરોળની શ્રી એમ. એન. કંપાણી કોલેજમાં પી.જી.ડી.સી.એ. ના છાત્રો સર્વશ્ર્રી અંકિતા ગોપાલભાઈ ડાકી અને સુભાષ ભીમાભાઈ ભરડાને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયેલા પદવીદાન સમારોહમાં ગુજરાત રાજયના રાજયપાલ શ્રી. ઓ.પી. કોહલીજીના વરદહસ્તે અનુક્રમે સુવર્ણ ચંદ્રક અને રજત ચંદ્રક એનાયત કરવામાં આવેલા. અંકિતાએ સમગ્ર યુનિ.માં પ્રથમ અને સુભાષે સમગ્ર યુનિ.માં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો છે. કોલેજના આચાર્યશ્રી અને અધ્યાપક પરિવારે બન્ને છાત્રોને અભિનંદન પાઠવ્યા છે.


12 માર્ચ, 2018

કોલેજમાં વાર્ષિકોત્સવ ઉજવાયો


માંગરોળ તા.રર. અહીંની ભારત સરસ્વતી મંદિર સંસદ સંચાલિત શ્રી એમ.એન.કંપાણી આટ્‌ર્સ એન્ડ શ્રી એ.કે.શાહ કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, વ્યાખ્યાનો પારીતોષિક વિતરણ, પુસ્તક લોકાર્પણ અને પ્રતિભાવંતોના સમ્માન, જેવા ઉપક્રમો સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ડો. જે.પી. મૈયાણી સાહેબ રહ્યા હતા. આ ઉપરાંત અતિથિવિશેષ તરીકે કેશોદ પ્રાંતના અધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટે્ટશ્રી રેખાબા સરવૈયા જુનાગઢના પ્રાંતઅધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટે્ટશ્રી હિતેષસિંહ ઝણકાટ તથા બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રાચાર્યશ્રી ડો. રાજેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહયા હતા.
        સમગ્ર કાર્યકમ બે વિભાગમાં યોજવામાં આવ્યો હતો સવારે કોલેજના વિધાર્થીઓએ નૃત્ય રજુ કર્યા હતા. અતિથિઓના આગમન પછી શાસ્ત્રીય નૃત્યમાં ગણેશ સ્તુતિ રાજસ્થાની અને ગુજરાતીરાસ જેવી કૃતિઓ રજુ થઈ હતી કોલેજના પ્રાચાર્યશ્રી ડો.હમીરસિંહ ઝણકાટે સંસ્થાનો સંક્ષિપ્ત પરિચય આપીને મહેમાનોને હુંફાળો આવકાર આપ્યો હતો. અતિથિઓનું સ્વાગત પુષ્પગૂચ્છ, સ્મૃતિ ચિહ્‌ન અને શોલ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. શારદાગ્રામ સંસ્થાનાં નિયામક શ્રી ભાવીનભાઈ ભટ્ટે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. પ્રતિભાવંતોના સમ્માન અંતર્ગત સમાજશાસ્ત્ર વિષયમાં નેટ ની પરીક્ષા પાસ કરનાર કોલેજના ભૂતપૂર્વ વિધાર્થી સચીન પીઠડીયા અને માંગરોળની કન્યા વિનય મંદિરના આચાર્યા શ્રેષ્ઠ શિક્ષક ગુજરાત સરકારનો એવોર્ડ મેળવનાર, કોલેજના ભુતપુર્વ વિધાર્થીની મંજુલાબેન ડોડિયાને સમૃતિચિહ્‌ન અને શોલ અર્પણ કરીને સમ્માન કરવામાં આવ્યુ હતુ. કોલેજના અગે્જી વિષયના અધ્યાપક ડો.બિપીન પરમાર લિખિત પુસ્તકનું લોકાર્પણ  ડો. મૈયાણી સાહેબ અને રેખાબા સરવૈયાએ હસ્તે કરવામાં આવ્યુ હતું, પુસ્તક વિશેની પ્રાથમિક માહિતી ડો. બિપીન પરમારે આપી હતી.
        પ્રાસંગિક ઉદ્‌બોધનના દેોરમાં રેખાબા સરવૈયાએ કેળવણી અને શિક્ષણ વચ્ચેનો તફાવત રજુ કર્યો હતો. બહાઉદ્દીન કોલેજનાં પ્ર્રાચાર્યશ્રી ડો.રાજેશ ભટ્ટે સેોરાષ્ટ્ર ભૂમિનો મહિમા વ્યકત કરીને વિધાર્થીઓને પોતાની આસપાસ પોતેજ બાંધી લીધેલા સંકોચનાં કોચલાને તોડવાની વાત કરી હતી. મંજુબહેન ડોડિયાએ પોતાના વિધાર્થી કાળના સંસ્મરણો વાગોળ્યા હતાં.
        અધ્યક્ષ સ્થાનેથી બોલતા ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઉપકુલપતિ ડો. જે.પી.મૈયાણીએ પ્રસંગ કથા રજુ કરીને વિધાર્થીઓને વિચારશકિતને આવાહન આપીને અંદરની મૂડી, અંદરનુ કૈાવત વધારવાની વાત કરી હતી. એમણે વિધાર્થીઓને જણાવ્યું હતુકે આજના સંધર્ષના, સ્પર્ધાના યુગમાં લાગવગથી નહી પરંતુ લગાવથી બધુ મળે છે એમ કહ્યુ હતું.
        પ્રાસંગિક ઉદ્‌બોધનો પછી વર્ષ ર૦૧૭ દરમિયાન B.A., B.COM., BCA માં પ્રથમ, દ્વિતીય, તૃતીય, ક્રમાંકે આાવેલા વિધાર્થીઓને પારિતોષિકો મહેમાનોના વરદ્‌ હસ્તે અર્પણ કરાયા હતાં આ ઉપરાંત ખેલકૂદ, રાષ્ટ્રીય સેવાયોજના, કલામહાકુંભ, યુનિ.યુવક મહોત્સવ વગેરેમાં ક્રમાંકિત થયેલા વિધાર્થીઓને પણ સમ્માનિત કરવામા આવ્યા હતા. ક્રાર્યક્રમમાં શ્રી મેરામણભાઈ યાદવ, શ્રી વાલભાઈ ખેર, બી.આર.એસ. કોલેજના આચાર્ય ડો. આઈ. જી. પુરોહિત, બી.એડ્‌ કોલેજના આચાર્ય ડો. માલાભાઈ ડોડિયા, સેોરાષ્ટ્ર યુનિ. ના સિન્ડિકેટ સભ્ય પ્રશાંત ચ્હાવાલા, કોલેજનાં અધ્યાપકો અને બહોળી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ ડો. કાર્તિકભાઈ ભડાણિયાએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડો. રમેશ મહેતા અને BCA નાં છાત્રા કુ. આયેશા તુર્ક એ કર્યુ હતું.

8 જાન્યુઆરી, 2018

ચતુર્થ પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ

 ચતુર્થ પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ


શારદાગ્રામ સંસ્થાના પ્રમુખ સ્વ શ્રી દીપચંદ ભાઈ ગારડીનું પરમધામમાં પ્રયાણ થતા સમગ્ર સંસ્થા પરિવાર ચતુર્થ પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ અર્પે છે.



સ્વ શ્રી દીપચંદ ભાઈ ગારડી

"જે કર્મ અને જીવન એકબીજા સાથે જોડાયેલા છે તેવું બતાવનાર"

સત્કાર્યો આપની શોભા હતી
સજ્જનતા આપની સુવાસ હતી
પ્રસન્નતા આપનુ જીવન હતુ
પરોપકાર આપનુ રટણ હતુ
આપના મહાન આત્માને અમારા સહુની વેદનાસભર શ્રધ્ધાંજલિ...

આપની શ્રી શારદાગ્રામ સંસ્થા માટેની ભાવના અને આપના દ્વારા થયેલ કાર્યો અમને તમારી યાદ અપાવતા રહેશે અને અમારા હ્રદયમાં આપને જીવંત રાખશે.

13 ઑગસ્ટ, 2016

માંગરોળ કોલેજમાં જુડોકરાટે તાલીમનો વર્કશોપ યોજાયો.

તા. ર/૮/૧૬
માંગરોળની શ્રી એમ.એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજના વીમેન્સ એમ્પારમેન્ટ સેલ અને જૂનાગઢ જિલ્લા સુરક્ષા સેતુના સંયુકત ઉપક્રમે તા. ૧૪/૦૭/ર૦૧૬ થી ૦ર/૦૮/ર૦૧૬ સુધી પંદર દિવસીય તાલીમ વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં કોલેજની ૧૮૮  બહેનોએ રસપૂર્વક તાલીમ લીધી હતી. કેમ્પમાં જુડોકરાટેની તાલીમ અને માહિતી શ્રી પ્રવિણભાઈ ચૌહાણ, શ્રી અક્ષયભાઈ ચૌહાણે આપી હતી. તા. ૦ર/૦૮/ર૦૧૬ ને મંગળવારના રોજ યોજાયેલા પૂર્ણાહુતિ સમારંભમાં માંગરોળના ડીવાય.એસ.પી. શ્રી બલદેવસિંહ વાઘેલાસાહેબ, પી.એસ.આઈ.શ્રી કરોતરા સાહેબ, મામલતદારશ્રી ત્રિવેદીસાહેબ ઉપસ્થિત રહયા હતા. કોલેજના પ્રાચાર્યશ્રી ડો. હમિરસિંહ ઝણકાતે સ્વાગત ઉદબોધન કરીને સૌને આવકાર્યા હતા ત્યાર બાદ શ્રી પ્રવિણભાઈ ચૌહાણના માર્ગદર્શનમાં કોલજની વિદ્યાર્થીની બહેનોએ કરાટે અને જુડોના વિવિધ દાવનું નિદર્શન કર્યું હતું જેમાં સળગતી રીંગમાંથી પસાર થવું, પેટ પરથી મોટરસાકલ પસાર થવા દેવું, હાથ,કોણી અને મસ્તક વડે નળિયા જેવા પદાર્થો તોડવા વગેરેનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે મામલતદારશ્રી ત્રિવેદીસાહેબ, ડીવાય.એસ.પી.શ્રી વાઘેલાસાહેબ અને પી.એસ.આઈ.શ્રી કરોતરાસાહેબે પ્રાસંગિક વકતવ્યો આપ્યા હતા. તાલીમાર્થી વિદ્યાર્થીનીઓમાંથી સ્વાતિ ટાંક અને ગોહેલ ક્રિષ્નાએ પોતાના વિસ્તૃત પ્રતિભાવો વ્યકત કર્યા હતા, આ કાર્યક્રમમાં  વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાહતા, કુલ ૧૭ જેટલી બહેનો એડવાન્સ કેમ્પ માટે પસંદ થઈ હતી, સાંપ્રત કાળમાં મહિલા સુરક્ષા સન્દર્ભે સ્ત્રીઓ સ્વસુરક્ષા કરી શકે એવા શુભહેતુથી યોજાયેલા આ પંદર દિવસીય વર્કશોપને અત્યંત સફળતા હાંસલ થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન ડો. શિતલબેન ઠાકોરે કર્યુ હતંુ. અને આભારવિધિ ડો. જાગૃતિબેન ધડુંસે કરી હતી. 

મહિલા સુરક્ષા અને મહિલા કાનુન વિશે વ્યાખ્યાન યોજાયું

તા. ૧૦/૦૮/ર૦૧૬ ગુજરાત સરકાર ઘોષિત સ્ત્રી સશકિતકરણ પખવાડિયાની ઉજવણીના સંદર્ભમાં ભારત સરસ્વતી મંદીર શારદાગ્રામ સંચાલિત આર્ટસ કોમર્સ કોલેજના ભવનમાં મહિલા સુરક્ષા અને મહિલાઓને લગતા કાનૂન વિશે જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફસ્ટકલાસ કોર્ટ, માંગરોળમાં આસિસ્ટન્ટ લોયર તરીકે ફરજ બજાવતા શ્રી મયુરીબેન છાંટબારનું વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતું. જેમણે વિદ્યાર્થી બહેનોને ભારતીય બંધારણના વિવિધ કાયદાઓ જેવાકે જાતીય સતામણી, ઘરેલુ હિંસા, માનવ અધિકાર, મહિલા સુરક્ષા અધિનિયમોની માહિતી, તેમજ ભૃણહત્યા પરિક્ષણનો કાયદો વગેરેની માહિતી આપી હતી. આ પ્રસંગે આર્ટસ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. એચ.ડી. ઝણકાત, કોલેજની અધ્યાપક બહેનો અને સંસ્થાની વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન ડો. જાગૃતિબેન ધડુસે કર્યું હતું અને સંસ્થાવતી આભાર વિધિ  ડો. શીતલબેન ઠાકોરે કરી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થી બહેનોએ કાર્યક્રમના અંતે પ્રશ્નોતરીમાં ભાગ લઈને એમની જિજ્ઞાસા વ્યકત કરી હતી. આ કાર્યક્રમ ખૂબજ સફળ રહયો હતો.