તા. ૦૯/૦૮/૨૦૧૯ અહીંની કંપાણી એન્ડ શાહ
આર્ટસ કોમર્સ કોલેજ માંગરોળમાં ચાલતા કેરિયર એન્ડ કાઉન્સેલીંગ સેલ અને ઉદ્દીશા ક્લબ
તથા જસદણની નવયુગ નોલેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રી નિકુંજ કોળિયાએ બીએ./બી.કોમ સેમ-૧ ના
વિદ્યાર્થીઓને ‘૧૨ મા ધોરણ પછી
રોજગારની તકો’ એ
વિષયે વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું. એમણે સરકારશ્રીની ભરતી પ્રક્રિયા, જુદાજુદા સંવર્ગોમાં ખાલી જગ્યાઓ, ભરતીની જાહેરાત,
સરકારની ‘ઓજસ’ વેબસાઈટ
વગેરે વિશે વિસ્તૃત વાત કરી હતી. બીએ./બી.કોમ/ બી.સી.એ.
સેમ-૫ ના વિદ્યાર્થીઓ સમક્ષ G.P.S.C. ની પરીક્ષા પધ્ધતિ,
અભ્યાસક્રમ, વિષયો, ભરતી
પ્રક્રિયા વગેરે વિશે વિસ્તારથી વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી
ડો. હમીરસિંહ ઝણકાટે સ્વાગત ઉદબોધન કર્યું હતું. પ્રો. સતીશચન્દ્ર દવેએ શ્રી
નિકુંજ કોળિયાનો પરિચય આપ્યો હતો અને ભુમિકા બાંધી હતી. ઉદ્દીશા ક્લબના
કો.ઓર્ડીનેટર પ્રો. શીતલબેન ઠાકોરે આભાર વિધિ કરી હતી. કુલ ત્રણ વિશાળ વર્ગોમાં
૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો. જેમાં ૨૦૦ ભાઈઓ અને ૩૦૦ જેટલી
બહેનોનો સમાવેશ થતો હતો.
22 ઑગસ્ટ, 2019
મહિલા સુરક્ષા વિશે વ્યાખ્યાન યોજવામાં આવ્યું
અત્રેની કોલેજમાં ગુજરાત
સરકારશ્રી સૂચિત સશકિતકરણ પખવાડિયાની
ઉજવણી અનુષંગે માંગરોળના પોલીસ સબઈન્સપેકટર શ્રી રામ સાહેબ તથા મહિલા એડવોકેટ શ્રી
કાશ્મિરાબેન દ્વારા તા. ૦૬/૦૮/ર૦૧૯ ના રોજ મહિલા સુરક્ષા વિશે વ્યાખ્યાન
યોજવામાં આવ્યું હતું. એમણે એમના વ્યાખ્યાનમાં મહિલાઓને સંરક્ષિત કરતા કાયદાઓ તેમજ
સરકારશ્રી દ્વારા મળતી સુવિધાઓ જેવીકે ૧૮૧
અભયમ્ હેલ્પલાઈન
પુલિસ સર્પોટ સેન્ટર લીગલી પ્રોટેકશન એટીટયુડ
ડેવલપમેન્ટ વિશે વિસ્તારથી વાત કરી સ્વરક્ષણને લગતા મુદાઓ વિશે એમણે વિસ્તારથી
ઉદાહરણ સહિત ચર્ચા કરી હતી. વ્યાખ્યાનના અંતે વિદ્યાર્થિની બહેનોએ પૂછેલા
પ્રશ્નોના એમણે ખૂબજ સરસ અને સંતોષકારક જવાબો આપ્યા હતાં. આ કાર્યક્રમમાં
કોલેજના અધ્યાપકો અને ર૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ ખૂબ
સફળ રહયો હતો. આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. શિતલબેન ઠાકોરએ કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા. એ. આર. સોસા દ્વારા કરવામાં આવ્યું હતું. આ
કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રા. જાગૃતિબેન ધડુસે જહેમત ઉઠાવી હતી.
24 જૂન, 2019
માંગરોળ કોલેજમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
અહીંની શ્રી ભારત સરસ્વતી સંસદ સંચાલિત શ્રી એમ.
એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજમાં વિશ્વયોગ દિવસના વિશેષ
ઉપલક્ષમાં યોગ વિશેની માહિતી સાથે યોગાસનોના નિદર્શનો દ્વારા યોગ દિવસની
ઉજવણી કરવામાં આવી હતી કોલેજમાં શારીરિક શિક્ષણનાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત
ડો.કાર્તિકભાઈ ભડાણીયાએ યોગાસનો કરાવ્યા હતા આ કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતા
ર૦૦ જેટલા વિધાર્થીઓએ કોલેજના આચાર્યશ્રી ડો. એચ.
ડી. ઝણકાટ શોક્ષણિક અને વહિવટી
કર્મચારીઓએ ભાગ લીધો હતો.
યોગ દિવસની ઉજવણીમાં માંગરોળનાં મામલતદારશ્રી બેલડીયા સાહેબ અને તાલુકા
વિકાસ અધિકારીશ્રી આચાર્ય સાહેબ તથા બહોળી સંખ્યામાં માંગરોળ પોલીસ કચેરીના
કર્મચારીઓ પણ ઉપસ્થીત રહયા હતા. શ્રી કાર્તીકભાઈ ભડાણીયાએ કેટલાંક મહત્વના યોગાસનો વિશે
વિસ્તૃત માહિતી આપીનેએ આસનો ભાગ લેનાર ઉપસ્થિત સૈા કોઈને નિદર્શન સાથે કરાવ્યા હતા
કાર્યક્રમ ઉત્સાહ સભર વાતાવરણમાં સફળતા સાથે સંપન થયો હતો.
માંગરોળની કંપાણી અને શાહ કોલેજ દ્વારા સામુદાયિક સેવાની ઉત્કૃષ્ટ કામગીરી
તાજેતરમાં
સેોરાષ્ટ્રના સાગરકાંઠે ફુકાયેલા વાયુ પ્રકોપમાં સાવચેતીનાં ભાગરૂપે માંગરોળનાં
સાગરકાંઠે વસતા ગરીબ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યુ હતું. માંગરોળની કંપાણી આર્ટસ એન્ડ શાહ
કોમર્સ કોલેજમાં આ અસરગ્રસ્ત વિસ્તારનાં લગભગ ૪૦૦ જેટલા લોકોને તા.૧ર/૦૬/૧૯ થી
તા.૧૪/૦૬/૧૯ સુધી આશ્રય આપવામાં આવ્યો હતો કોલેજના નિયામકશ્રી અને પ્રિન્સીપાલશ્રી
હમિરસિંહ ઝણકાટ તેમજ
શૈક્ષણિક–બિન શૈક્ષણિક મિત્રોએ સરકારી તંત્રના સાથ સહકાર
સાથે સેવા અને માનવતાનું સુંદર ઉદાહરણ પુરુ પાડયુ હતું. કોલેજનાં મકાનમાં આશ્રય
પામેલા લોકોને માંગરોળની સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ભોજન તેમજ જરૂરી સુવિધાઓ આપવામા આવી હતી. આશરો લેનાર ગરીબ
લોકોને મહેમાનની જેમ આવકારી તેમની સગવડ સાચવવાનાં પ્રયત્નો કરવામા આવ્યા. બાથરૂમ–સંડાસ પીવાનુ શુધ્ધ પાણી ઓઢવા–પાથરવાની સગવડ લાઈટ–પંખા તેમજ ભોજનની સુવિધા અપાય હતી. આ વિસ્તારનાં કલેકટરશ્રી મામલતદારશ્રી નગરશ્રેષ્ઠીઓ પત્રકારો વગેરેએ
આ કોલેજની મુલાકાત લીધી હતી અને તેમણે કોલેજ સંચાલક–પ્રિન્સીપાલશ્રી નાં માનવતાવાદી વલણની સરાહના કરી હતી. આમ કુદરતી આફતની સામે કપરી પરિસ્થિતિમાં કંપાણી એન્ડ
શાહ કોલેજે સામુદાયીક સેવા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયુ હતું.
13 ફેબ્રુઆરી, 2019
કોલેજનાં છાત્રોને સુવર્ણ ચંન્દ્રકો એનાયત
માંગરોળની કંપાણી કોલેજનાં છાત્રોને સુવર્ણ
ચંન્દ્રકો એનાયત
માંગરોળ તા.07/02/2019
શારદાગ્રામ સંચાલિત માંગરોળની શ્રી એમ. એન. કંપાણી કોલેજમાં પી.જી.ડી.સી.એ. ના
છાત્રો સર્વશ્ર્રી અંકિતા ગોપાલભાઈ ડાકી અને સુભાષ ભીમાભાઈ ભરડાને શ્રી સોમનાથ
સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયેલા પદવીદાન સમારોહમાં ગુજરાત રાજયના રાજયપાલ
શ્રી. ઓ.પી. કોહલીજીના વરદહસ્તે અનુક્રમે સુવર્ણ ચંદ્રક અને રજત ચંદ્રક એનાયત કરવામાં આવેલા.
અંકિતાએ સમગ્ર યુનિ.માં પ્રથમ અને સુભાષે સમગ્ર યુનિ.માં દ્વિતિય ક્રમ પ્રાપ્ત
કર્યો છે. કોલેજના આચાર્યશ્રી અને અધ્યાપક પરિવારે બન્ને છાત્રોને અભિનંદન પાઠવ્યા
છે.
30 જૂન, 2018
12 માર્ચ, 2018
કોલેજમાં વાર્ષિકોત્સવ ઉજવાયો
માંગરોળ તા.રર.
અહીંની ભારત સરસ્વતી મંદિર સંસદ સંચાલિત શ્રી એમ.એન.કંપાણી આટ્ર્સ એન્ડ શ્રી એ.કે.શાહ કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, વ્યાખ્યાનો પારીતોષિક વિતરણ, પુસ્તક લોકાર્પણ અને
પ્રતિભાવંતોના સમ્માન, જેવા ઉપક્રમો સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ
સ્થાને ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ડો. જે.પી. મૈયાણી સાહેબ રહ્યા
હતા. આ ઉપરાંત અતિથિવિશેષ તરીકે કેશોદ પ્રાંતના અધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટે્ટશ્રી
રેખાબા સરવૈયા જુનાગઢના પ્રાંતઅધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટે્ટશ્રી હિતેષસિંહ
ઝણકાટ તથા બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રાચાર્યશ્રી ડો. રાજેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહયા
હતા.
સમગ્ર કાર્યકમ બે વિભાગમાં યોજવામાં આવ્યો
હતો સવારે કોલેજના વિધાર્થીઓએ નૃત્ય રજુ કર્યા હતા. અતિથિઓના આગમન પછી શાસ્ત્રીય નૃત્યમાં
ગણેશ સ્તુતિ રાજસ્થાની અને ગુજરાતીરાસ જેવી કૃતિઓ રજુ થઈ હતી કોલેજના
પ્રાચાર્યશ્રી ડો.હમીરસિંહ ઝણકાટે સંસ્થાનો સંક્ષિપ્ત પરિચય આપીને મહેમાનોને
હુંફાળો આવકાર આપ્યો હતો. અતિથિઓનું સ્વાગત પુષ્પગૂચ્છ, સ્મૃતિ ચિહ્ન અને શોલ
અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. શારદાગ્રામ સંસ્થાનાં નિયામક શ્રી
ભાવીનભાઈ ભટ્ટે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. પ્રતિભાવંતોના સમ્માન અંતર્ગત
સમાજશાસ્ત્ર વિષયમાં નેટ ની પરીક્ષા પાસ કરનાર કોલેજના ભૂતપૂર્વ વિધાર્થી સચીન પીઠડીયા અને માંગરોળની કન્યા
વિનય મંદિરના આચાર્યા શ્રેષ્ઠ શિક્ષક ગુજરાત સરકારનો એવોર્ડ મેળવનાર, કોલેજના ભુતપુર્વ
વિધાર્થીની મંજુલાબેન ડોડિયાને સમૃતિચિહ્ન અને શોલ અર્પણ કરીને સમ્માન કરવામાં આવ્યુ
હતુ. કોલેજના અગે્જી વિષયના અધ્યાપક ડો.બિપીન પરમાર લિખિત પુસ્તકનું લોકાર્પણ ડો. મૈયાણી સાહેબ અને રેખાબા સરવૈયાએ હસ્તે
કરવામાં આવ્યુ હતું, પુસ્તક વિશેની પ્રાથમિક
માહિતી ડો. બિપીન પરમારે આપી હતી.
પ્રાસંગિક ઉદ્બોધનના દેોરમાં રેખાબા
સરવૈયાએ કેળવણી અને શિક્ષણ વચ્ચેનો તફાવત રજુ કર્યો હતો. બહાઉદ્દીન કોલેજનાં
પ્ર્રાચાર્યશ્રી ડો.રાજેશ ભટ્ટે સેોરાષ્ટ્ર ભૂમિનો મહિમા વ્યકત કરીને વિધાર્થીઓને
પોતાની આસપાસ પોતેજ બાંધી લીધેલા સંકોચનાં કોચલાને તોડવાની વાત કરી હતી. મંજુબહેન ડોડિયાએ પોતાના
વિધાર્થી કાળના સંસ્મરણો વાગોળ્યા હતાં.
અધ્યક્ષ સ્થાનેથી બોલતા ભકતકવિ નરસિંહ
મહેતા યુનિ.નાં ઉપકુલપતિ ડો. જે.પી.મૈયાણીએ પ્રસંગ કથા રજુ કરીને વિધાર્થીઓને
વિચારશકિતને આવાહન આપીને અંદરની મૂડી, અંદરનુ કૈાવત વધારવાની વાત કરી હતી. એમણે વિધાર્થીઓને જણાવ્યું હતુકે આજના
સંધર્ષના, સ્પર્ધાના યુગમાં લાગવગથી
નહી પરંતુ લગાવથી બધુ મળે છે એમ કહ્યુ હતું.
પ્રાસંગિક ઉદ્બોધનો પછી વર્ષ ર૦૧૭ દરમિયાન B.A., B.COM., BCA માં પ્રથમ, દ્વિતીય, તૃતીય, ક્રમાંકે આાવેલા વિધાર્થીઓને
પારિતોષિકો મહેમાનોના વરદ્ હસ્તે અર્પણ કરાયા હતાં આ ઉપરાંત ખેલકૂદ, રાષ્ટ્રીય સેવાયોજના, કલામહાકુંભ, યુનિ.યુવક મહોત્સવ વગેરેમાં
ક્રમાંકિત થયેલા વિધાર્થીઓને પણ સમ્માનિત કરવામા આવ્યા હતા. ક્રાર્યક્રમમાં શ્રી મેરામણભાઈ
યાદવ, શ્રી વાલભાઈ ખેર, બી.આર.એસ. કોલેજના આચાર્ય ડો. આઈ. જી. પુરોહિત, બી.એડ્ કોલેજના આચાર્ય ડો.
માલાભાઈ ડોડિયા, સેોરાષ્ટ્ર યુનિ. ના સિન્ડિકેટ સભ્ય પ્રશાંત ચ્હાવાલા, કોલેજનાં અધ્યાપકો અને
બહોળી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ ડો. કાર્તિકભાઈ ભડાણિયાએ કરી હતી
સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડો. રમેશ મહેતા અને BCA નાં છાત્રા કુ. આયેશા તુર્ક એ કર્યુ હતું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
