13 ઑગસ્ટ, 2016

માંગરોળ કોલેજમાં જુડોકરાટે તાલીમનો વર્કશોપ યોજાયો.

તા. ર/૮/૧૬
માંગરોળની શ્રી એમ.એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજના વીમેન્સ એમ્પારમેન્ટ સેલ અને જૂનાગઢ જિલ્લા સુરક્ષા સેતુના સંયુકત ઉપક્રમે તા. ૧૪/૦૭/ર૦૧૬ થી ૦ર/૦૮/ર૦૧૬ સુધી પંદર દિવસીય તાલીમ વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં કોલેજની ૧૮૮  બહેનોએ રસપૂર્વક તાલીમ લીધી હતી. કેમ્પમાં જુડોકરાટેની તાલીમ અને માહિતી શ્રી પ્રવિણભાઈ ચૌહાણ, શ્રી અક્ષયભાઈ ચૌહાણે આપી હતી. તા. ૦ર/૦૮/ર૦૧૬ ને મંગળવારના રોજ યોજાયેલા પૂર્ણાહુતિ સમારંભમાં માંગરોળના ડીવાય.એસ.પી. શ્રી બલદેવસિંહ વાઘેલાસાહેબ, પી.એસ.આઈ.શ્રી કરોતરા સાહેબ, મામલતદારશ્રી ત્રિવેદીસાહેબ ઉપસ્થિત રહયા હતા. કોલેજના પ્રાચાર્યશ્રી ડો. હમિરસિંહ ઝણકાતે સ્વાગત ઉદબોધન કરીને સૌને આવકાર્યા હતા ત્યાર બાદ શ્રી પ્રવિણભાઈ ચૌહાણના માર્ગદર્શનમાં કોલજની વિદ્યાર્થીની બહેનોએ કરાટે અને જુડોના વિવિધ દાવનું નિદર્શન કર્યું હતું જેમાં સળગતી રીંગમાંથી પસાર થવું, પેટ પરથી મોટરસાકલ પસાર થવા દેવું, હાથ,કોણી અને મસ્તક વડે નળિયા જેવા પદાર્થો તોડવા વગેરેનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે મામલતદારશ્રી ત્રિવેદીસાહેબ, ડીવાય.એસ.પી.શ્રી વાઘેલાસાહેબ અને પી.એસ.આઈ.શ્રી કરોતરાસાહેબે પ્રાસંગિક વકતવ્યો આપ્યા હતા. તાલીમાર્થી વિદ્યાર્થીનીઓમાંથી સ્વાતિ ટાંક અને ગોહેલ ક્રિષ્નાએ પોતાના વિસ્તૃત પ્રતિભાવો વ્યકત કર્યા હતા, આ કાર્યક્રમમાં  વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાહતા, કુલ ૧૭ જેટલી બહેનો એડવાન્સ કેમ્પ માટે પસંદ થઈ હતી, સાંપ્રત કાળમાં મહિલા સુરક્ષા સન્દર્ભે સ્ત્રીઓ સ્વસુરક્ષા કરી શકે એવા શુભહેતુથી યોજાયેલા આ પંદર દિવસીય વર્કશોપને અત્યંત સફળતા હાંસલ થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન ડો. શિતલબેન ઠાકોરે કર્યુ હતંુ. અને આભારવિધિ ડો. જાગૃતિબેન ધડુંસે કરી હતી. 

મહિલા સુરક્ષા અને મહિલા કાનુન વિશે વ્યાખ્યાન યોજાયું

તા. ૧૦/૦૮/ર૦૧૬ ગુજરાત સરકાર ઘોષિત સ્ત્રી સશકિતકરણ પખવાડિયાની ઉજવણીના સંદર્ભમાં ભારત સરસ્વતી મંદીર શારદાગ્રામ સંચાલિત આર્ટસ કોમર્સ કોલેજના ભવનમાં મહિલા સુરક્ષા અને મહિલાઓને લગતા કાનૂન વિશે જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફસ્ટકલાસ કોર્ટ, માંગરોળમાં આસિસ્ટન્ટ લોયર તરીકે ફરજ બજાવતા શ્રી મયુરીબેન છાંટબારનું વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતું. જેમણે વિદ્યાર્થી બહેનોને ભારતીય બંધારણના વિવિધ કાયદાઓ જેવાકે જાતીય સતામણી, ઘરેલુ હિંસા, માનવ અધિકાર, મહિલા સુરક્ષા અધિનિયમોની માહિતી, તેમજ ભૃણહત્યા પરિક્ષણનો કાયદો વગેરેની માહિતી આપી હતી. આ પ્રસંગે આર્ટસ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. એચ.ડી. ઝણકાત, કોલેજની અધ્યાપક બહેનો અને સંસ્થાની વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન ડો. જાગૃતિબેન ધડુસે કર્યું હતું અને સંસ્થાવતી આભાર વિધિ  ડો. શીતલબેન ઠાકોરે કરી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થી બહેનોએ કાર્યક્રમના અંતે પ્રશ્નોતરીમાં ભાગ લઈને એમની જિજ્ઞાસા વ્યકત કરી હતી. આ કાર્યક્રમ ખૂબજ સફળ રહયો હતો.

મહિલા કારકિર્દી માર્ગદર્શન વિશેનો સેમિનાર યોજાયો

તા. ૦૮/૦૮/ર૦૧૬ અહીંની શ્રી એમ.એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજમાં ગુજરાત સરકારશ્રી સૂચિત 'મહિલા સશકિતકરણ પખવાડિયા'ની ઉજવણીને અનુલક્ષીને વિદ્યાર્થીનીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અને મહિલા સ્વચ્છતા જાગૃતિ અંગે સેમિનાર  યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમા પ્રો. જાગૃતિબેન ધડુસે મહિલાઓની રોજગારી વિશે વિસ્તારથી વ્યાખ્યાન આપ્યું હતું. તેમજ વિદ્યાર્થીની બહેનોને આરોગ્યલક્ષી આદત વિશે માર્ગદર્શ આપ્યુ હતુ. આ સંદર્ભે કુલ ર૮ જેટલા પ્રશ્નોની પ્રશ્નાવલી તૈયાર કરી વિદ્યાર્થીનીઓનો સર્વે તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રો. કે.વી. ભડાણિયાએ સુર્દઢ શારીરિક વિકાસ અને આરોગ્ય માટે ખોરાક, કસરત અને  સ્વચ્છતા અંગે માર્ગદશન આપ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. જાગૃતિબેન ધડુસે કર્યું હતું. આભારવિધિ પ્રો.રીનાબેન ગામીતે કરી હતી. આ સેમિનારમાં ૧ર૦ જેટલી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી,

માંગરોળ કોલેજમાં થેલેસેમિયા જાગૃતિ વિષયક વ્યાખ્યાન યોજાયું

માંગરોળ તા. ૧/૭/૧૬
અહીંની શ્રી એમ.એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજમાં પોરબંદરની મહર્ષિ દયાનંદ વિજ્ઞાન કોલેજના નિવૃત આચાર્યશ્રી ડો. સી.જી. જોશીસાહેબનું 'થેલેસેમિયા અવેરનેસ જનરેટીંગ' વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. વ્યાખ્યાન પ્રારંભે કોલેજના આચાર્યશ્રી ડો. હમિરસિંહ ઝણકાત સાહેબે સ્વાગત ઉદબોધન કરીને વ્યાખ્યાનની ભૂમિકા બાંધી હતી. ડો. સી.જી. જોશીસાહેબએ થેલેસેમિયા રોગના કારણો, ઉપાયો અને તદવિષયક જાગૃતિ વિશે ઉદાહરણ સહિત વિસ્તારથી વાત કરી હતી. એક કલાકના અસ્ખલિત ઉપયોગી વ્યાખ્યાનમાં બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના અધ્યાપકો સર્વશ્રી ડો. અમરસિંહ સોસા, અને ડો. રીનાબેન ગામિત ઉપસ્થિત રહયા હતા.

માંગરોળ કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

માંગરોળ તા. રર/૬/૧૬
અહીંની શ્રી એમ.એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજમાં સ્પીપા (સરદાર પટેલ પબ્લીક એડમીનીસ્રેશન ઈન્સ્ટીટયુટ) જુનાગઢ તાલિમ કેન્દ્ર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની માહિતી વિષયક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં માંગરોળ ચોરવાડ વિસ્તારના રોજગાર વાંચ્છુ ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
સવારે ૯ થી ૧૦ સુધી ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જુનાગઢ જિલ્લા રોજગાર અધિકારીશ્રી ચેતન દવે અને કોલેજના આચાર્ય ડો. હમીરસિંહ ઝણકાતે દીપ પ્રગટાવીને સેમિનારનો પ્રારમ્ભ કરાવ્યો હતો. સેમિનારની ભૂમિકા પ્રો. સતીશચંદ્ર દવેએ બાંધી હતી. જિલ્લા રોજગાર અધિકારી શ્રી ચેતન દવેએ  ઉમેદવારને પ્રેરક ઉદાહરણો સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિસ્તૃત માહિતી આપી હતી, પરીક્ષાના વિષયો, પેપર્સ, ભરતી પ્રક્રિયાતૈયારી કેમ કરવી વગેરે વિશે એમણે વિસ્તારથી જણાવ્યું હતું. સેમિનારના બીજા વકતા જુનાગઢ સ્પીપા જિલ્લા તાલિમ કેન્દ્રના ફેકલ્ટી શ્રી ભાટીભાઈએ પણ વિવિધ પરીક્ષાઓ જેવી કે, તલાટી મંત્રી, કોન્ટેબલ, બેન્ક કલાર્ક, સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિષયો, ગુજરાતી અંગ્રેજી, ગણિત, સામાન્ય જ્ઞાન, સાંપ્રત પ્રવાહો, રીઝનીંગ એબીલીટી વગેરે વિશે માહિતી આપી હતી. સ્પીપા જુનાગઢના ડીસ્ટ્રીક ટ્રેનીગ સેન્ટર દ્વારા બધા જ વિષયોના પ્રશ્નોને સાંકળી લેતી 'મોકટેસ્ટ' પણ લેવામાં આવી હતી. સમગ્ર સેમિનાર ઉત્સાહવર્ધક વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. 

માંગરોળ કોલેજમાં' વિશ્વયોગ દિવસ' ઉજવાયો

માંગરોળ તા. ર૧/૬/૧૬
યોગ જેવી ભારતીય વિદ્યાને જે આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે તે પ્રશંસનીય છે. ભારત સરકાર અને યુનો દ્વારા ર૧મી જુનના દિવસે ' વિશ્વ યોગ દિવસ' તરીકે માન્યતા મળી છે. આ સન્દર્ભે અહીંની એમ.એન. કંપાણી આર્ટસ અને એ.કે. શાહ કોમર્સ કોલેજમાં યોગદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોલેજ ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સવારે ૭ કલાકે માંગરોળ શહેરની વિવિધ સરકારી, અર્ધસરકારી કચેરીના કર્મચારીઓ, મામલતદારશ્રી ત્રિવેદીસાહેબ, નાયબ મામલતદારશ્રી જાબંુકીયાસાહેબ, ડી.વાય.એસ.પી.શ્રી બલદેવસિંહ વાઘેલાસાહેબ, પી.એસ.આઈ.શ્રી કલોત્રાસાહેબ, મરીન પોલીસના પી.એસ.આઈશ્રી. શુકલા સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ, ગર્વમેન્ટ મેડીકલ ઓફિસરશ્રી મકવાણાસાહેબ, અત્રેની કોલેજના શૈક્ષણિક, વહિવટી કર્મચારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપક પ્રો. કાર્તિકભાઈ ભડાણિયાના નિદર્શન યુકત માર્ગદર્શન હેઠળ સૌએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્તિકભાઈએ દરેક યોગાસન વિશે ઉંડી અને વિસ્તૃત સમજણ આપી હતી, એનાથી થતા શારીરિક લાભની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે 'યોગ સંકલ્પ પત્ર'નું વાંચન કરીને ઉપસ્થિત સૌ કોઈએ યોગ સંકલ્પ કર્યો હતો અને એ તરફની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

17 જૂન, 2016

પ્રવેશ બાબત

પ્રથમ વર્ષ   (SEM-1)   (વર્ષ : ર૦૧૬૧૭)
બી.એ., બી.કોમ, બી.સી.એ., એમ.એ. અને પી.જી.ડી.સી.એ. પ્રવેશ બાબત
વિદ્યાર્થી મિત્રો
ઘોરણ ૧ર પાસ થવા બદલ હાર્દિક અભિનંદન...
માંગરોળ તાલુકાની એકમાત્ર ગ્રાન્ટ ઈન એઈડ કોલેજમાં પ્રથમ વર્ષ આર્ટસ કોમર્સ અને બી.સી.એ.માં પ્રવેશ માટે આપને આવકારીએ છીએ. અત્રેની કોલેજમાં બી.એ./બી.કોમ, બી.સી.એ. તથા એમ.એ.(સમાજશાસ્ત્ર) તથા પી.જી.ડી.સી.એ.ના કોર્ષ ચાલે છે. આ ઉપરાંત કોમ્પ્યુટરના CCC સરકાર માન્ય (ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.) કેન્દ્ર તથા સ્પોકન ઈંગ્લીશના કલાસ ચાલે છે. એન.એસ.એસ., રમત ગમત, સપ્તધારાની વિવિધ પ્રવૃતિઓ તથા અન્ય અભ્યાસેતર પ્રવૃતિઓ ચાલે છે. જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે પ્રથમ વર્ષના વિવિધ કાર્ષમાં પ્રવેશ માટે ફોર્મ સાથે જોડવાના પત્રકો નીચે મુજબ છે.
ક્રમ   વિગત                    અસલ નકલ   ઝેરોક્ષ નકલ
 1  ઘોરણ૧૦ માર્કશીટ                 -                  ર
ઘોરણ૧ર માર્કશીટ                1                 2
લિવિંગ સર્ટીફીકેટ                 -                  2
પાસપોર્ટ સાઈઝ ફોટો          -                   2
જાતિનો દાખલો                  -                   2
૬    બેંક પાસબુક                       -                  2
આધાર કાર્ડ                       -                    2
રેશન કાર્ડ - 2
૯    આવકનો દાખલો               -                    2
૧૦ અન્ય પત્રકો                   -                    2
એમ.એ. અને પી.જી.ડી.સી.એ. માટે ઉપરના પત્રકો ઉપરાંત સેમેસ્ટર ૧ થી ૬ની માર્કશીટની ઝેરોક્ષ જોડવી.
નોંધ : જે વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં કોઈ અભ્યાસ ન કરેલ હોય તો રૂા. ર૦ના સ્ટેમ્પ પર
    સોગંદનામું જોડવું.


મહિલા હોસ્ટેલમાં પ્રવેશ *

શ્રી એમ.એન. કંપાણી આર્ટસ અને શ્રી .કે. શાહ કોમર્સ કોલેજ, માંગરોળ દ્વારા શૈક્ષણિક વર્ષ  0૧૩-૧૪ થી યુ.જી.સી. અનુદાનિત નવી મહિલા હોસ્ટેલ શરુ કરવામાં આવેલ છે. જેમાં દરેક અભ્યાસક્રમની બહેનોને પ્રવેશ આપવામાં આવશે.

25 ફેબ્રુઆરી, 2016

Executive Summary of Minor Research Project : Dr.Gitaben A. Jagad

Shri M.N.Kampani Arts and A.K.Shah Commerce College, Mangrol File No: 23 - 143 / 12 (WRO) Executive Summary of Minor Research Project : Dr.Gitaben A. Jagad

Executive Summary