તા. ૦૮/૦૮/ર૦૧૬ અહીંની શ્રી એમ.એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજમાં ગુજરાત સરકારશ્રી સૂચિત 'મહિલા સશકિતકરણ પખવાડિયા'ની ઉજવણીને અનુલક્ષીને વિદ્યાર્થીનીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અને મહિલા સ્વચ્છતા જાગૃતિ અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમા પ્રો. જાગૃતિબેન ધડુસે મહિલાઓની રોજગારી વિશે વિસ્તારથી વ્યાખ્યાન આપ્યું હતું. તેમજ વિદ્યાર્થીની બહેનોને આરોગ્યલક્ષી આદત વિશે માર્ગદર્શ આપ્યુ હતુ. આ સંદર્ભે કુલ ર૮ જેટલા પ્રશ્નોની પ્રશ્નાવલી તૈયાર કરી વિદ્યાર્થીનીઓનો સર્વે તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રો. કે.વી. ભડાણિયાએ સુર્દઢ શારીરિક વિકાસ અને આરોગ્ય માટે ખોરાક, કસરત અને સ્વચ્છતા અંગે માર્ગદશન આપ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. જાગૃતિબેન ધડુસે કર્યું હતું. આભારવિધિ પ્રો.રીનાબેન ગામીતે કરી હતી. આ સેમિનારમાં ૧ર૦ જેટલી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો