13 ઑગસ્ટ, 2016

માંગરોળ કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

માંગરોળ તા. રર/૬/૧૬
અહીંની શ્રી એમ.એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજમાં સ્પીપા (સરદાર પટેલ પબ્લીક એડમીનીસ્રેશન ઈન્સ્ટીટયુટ) જુનાગઢ તાલિમ કેન્દ્ર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની માહિતી વિષયક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં માંગરોળ ચોરવાડ વિસ્તારના રોજગાર વાંચ્છુ ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
સવારે ૯ થી ૧૦ સુધી ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જુનાગઢ જિલ્લા રોજગાર અધિકારીશ્રી ચેતન દવે અને કોલેજના આચાર્ય ડો. હમીરસિંહ ઝણકાતે દીપ પ્રગટાવીને સેમિનારનો પ્રારમ્ભ કરાવ્યો હતો. સેમિનારની ભૂમિકા પ્રો. સતીશચંદ્ર દવેએ બાંધી હતી. જિલ્લા રોજગાર અધિકારી શ્રી ચેતન દવેએ  ઉમેદવારને પ્રેરક ઉદાહરણો સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિસ્તૃત માહિતી આપી હતી, પરીક્ષાના વિષયો, પેપર્સ, ભરતી પ્રક્રિયાતૈયારી કેમ કરવી વગેરે વિશે એમણે વિસ્તારથી જણાવ્યું હતું. સેમિનારના બીજા વકતા જુનાગઢ સ્પીપા જિલ્લા તાલિમ કેન્દ્રના ફેકલ્ટી શ્રી ભાટીભાઈએ પણ વિવિધ પરીક્ષાઓ જેવી કે, તલાટી મંત્રી, કોન્ટેબલ, બેન્ક કલાર્ક, સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિષયો, ગુજરાતી અંગ્રેજી, ગણિત, સામાન્ય જ્ઞાન, સાંપ્રત પ્રવાહો, રીઝનીંગ એબીલીટી વગેરે વિશે માહિતી આપી હતી. સ્પીપા જુનાગઢના ડીસ્ટ્રીક ટ્રેનીગ સેન્ટર દ્વારા બધા જ વિષયોના પ્રશ્નોને સાંકળી લેતી 'મોકટેસ્ટ' પણ લેવામાં આવી હતી. સમગ્ર સેમિનાર ઉત્સાહવર્ધક વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો