13 ઑગસ્ટ, 2016

માંગરોળ કોલેજમાં' વિશ્વયોગ દિવસ' ઉજવાયો

માંગરોળ તા. ર૧/૬/૧૬
યોગ જેવી ભારતીય વિદ્યાને જે આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે તે પ્રશંસનીય છે. ભારત સરકાર અને યુનો દ્વારા ર૧મી જુનના દિવસે ' વિશ્વ યોગ દિવસ' તરીકે માન્યતા મળી છે. આ સન્દર્ભે અહીંની એમ.એન. કંપાણી આર્ટસ અને એ.કે. શાહ કોમર્સ કોલેજમાં યોગદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોલેજ ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સવારે ૭ કલાકે માંગરોળ શહેરની વિવિધ સરકારી, અર્ધસરકારી કચેરીના કર્મચારીઓ, મામલતદારશ્રી ત્રિવેદીસાહેબ, નાયબ મામલતદારશ્રી જાબંુકીયાસાહેબ, ડી.વાય.એસ.પી.શ્રી બલદેવસિંહ વાઘેલાસાહેબ, પી.એસ.આઈ.શ્રી કલોત્રાસાહેબ, મરીન પોલીસના પી.એસ.આઈશ્રી. શુકલા સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ, ગર્વમેન્ટ મેડીકલ ઓફિસરશ્રી મકવાણાસાહેબ, અત્રેની કોલેજના શૈક્ષણિક, વહિવટી કર્મચારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપક પ્રો. કાર્તિકભાઈ ભડાણિયાના નિદર્શન યુકત માર્ગદર્શન હેઠળ સૌએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્તિકભાઈએ દરેક યોગાસન વિશે ઉંડી અને વિસ્તૃત સમજણ આપી હતી, એનાથી થતા શારીરિક લાભની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે 'યોગ સંકલ્પ પત્ર'નું વાંચન કરીને ઉપસ્થિત સૌ કોઈએ યોગ સંકલ્પ કર્યો હતો અને એ તરફની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો