તા. ર/૮/૧૬
માંગરોળની શ્રી એમ.એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજના વીમેન્સ એમ્પારમેન્ટ સેલ અને જૂનાગઢ જિલ્લા સુરક્ષા સેતુના સંયુકત ઉપક્રમે તા. ૧૪/૦૭/ર૦૧૬ થી ૦ર/૦૮/ર૦૧૬ સુધી પંદર દિવસીય તાલીમ વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં કોલેજની ૧૮૮ બહેનોએ રસપૂર્વક તાલીમ લીધી હતી. કેમ્પમાં જુડોકરાટેની તાલીમ અને માહિતી શ્રી પ્રવિણભાઈ ચૌહાણ, શ્રી અક્ષયભાઈ ચૌહાણે આપી હતી. તા. ૦ર/૦૮/ર૦૧૬ ને મંગળવારના રોજ યોજાયેલા પૂર્ણાહુતિ સમારંભમાં માંગરોળના ડીવાય.એસ.પી. શ્રી બલદેવસિંહ વાઘેલાસાહેબ, પી.એસ.આઈ.શ્રી કરોતરા સાહેબ, મામલતદારશ્રી ત્રિવેદીસાહેબ ઉપસ્થિત રહયા હતા. કોલેજના પ્રાચાર્યશ્રી ડો. હમિરસિંહ ઝણકાતે સ્વાગત ઉદબોધન કરીને સૌને આવકાર્યા હતા ત્યાર બાદ શ્રી પ્રવિણભાઈ ચૌહાણના માર્ગદર્શનમાં કોલજની વિદ્યાર્થીની બહેનોએ કરાટે અને જુડોના વિવિધ દાવનું નિદર્શન કર્યું હતું જેમાં સળગતી રીંગમાંથી પસાર થવું, પેટ પરથી મોટરસાકલ પસાર થવા દેવું, હાથ,કોણી અને મસ્તક વડે નળિયા જેવા પદાર્થો તોડવા વગેરેનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે મામલતદારશ્રી ત્રિવેદીસાહેબ, ડીવાય.એસ.પી.શ્રી વાઘેલાસાહેબ અને પી.એસ.આઈ.શ્રી કરોતરાસાહેબે પ્રાસંગિક વકતવ્યો આપ્યા હતા. તાલીમાર્થી વિદ્યાર્થીનીઓમાંથી સ્વાતિ ટાંક અને ગોહેલ ક્રિષ્નાએ પોતાના વિસ્તૃત પ્રતિભાવો વ્યકત કર્યા હતા, આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાહતા, કુલ ૧૭ જેટલી બહેનો એડવાન્સ કેમ્પ માટે પસંદ થઈ હતી, સાંપ્રત કાળમાં મહિલા સુરક્ષા સન્દર્ભે સ્ત્રીઓ સ્વસુરક્ષા કરી શકે એવા શુભહેતુથી યોજાયેલા આ પંદર દિવસીય વર્કશોપને અત્યંત સફળતા હાંસલ થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન ડો. શિતલબેન ઠાકોરે કર્યુ હતંુ. અને આભારવિધિ ડો. જાગૃતિબેન ધડુંસે કરી હતી.